Last Update : 11-December-2012, Monday

 

પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

હૃદયરોગના તીવ્ર હુમલાથી ડલાસની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા હતા

ગુજરાતી સાહિત્યના પીઢ, પ્રતિષ્ઠિત સર્જક, લોકપ્રિય ધારાવાહિક નવલકથાકાર, લઘુનવલકાર અને સેંકડો અંગ્રેજી થ્રિલર કથાઓના શ્રેષ્ઠ અનુવાદક અશ્વિની ભટ્ટનું આજે બપોરે સવા બે વાગ્યાના સુમારે અમેરિકાના ડલાસ શહેરની હોસ્પિટલમાં હૃદયરોગના તીવ્ર હુમલાને પગલે અવસાન થયું હતું.
૭૫ વર્ષની ઉંમરના અશ્વિનીભાઈને થોડાંક વરસો અગાઉ હૃદયની બીમારી લાગુ પડી હતી અને તેમણે વાલ્વનું ઓપરેશન કરાવ્યું હતું તેમજ હૃદયમાં પેસ-મેકર પણ મુકાવ્યું હતું. ગઈકાલે તેમને ફરીવાર અચાનક હૃદયરોગનો હુમલો આવતાં ડલાસની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હૃદય બંધ પડી ગયું હતું.
મૂળ અમદાવાદના વતની અશ્વિનીભાઈ તેમનાં પત્ની નીતિબહેન સાથે છેલ્લાં થોડાંક વરસોથી ડલાસમાં તેમના એકમાત્ર પુત્ર નીલ તથા પુત્રવધૂ કવિતાના ઘરે રહેતા હતા.
સ્વભાવે શાંત- સૌમ્ય દેખાતા અશ્વિનીભાઈએ યુવાનીમાં અનેક આર્થિક ઝંઝાવાતો અને સંઘર્ષોનો સામનો કર્યો હતો તેમજ વિવિધ વ્યવસાયોમાં ખંડાણ કરવાનું સાહસ કર્યું હતું. પણ અંતે 'લેખન'માં તેમને સિધ્ધિ- પ્રસિધ્ધિ મળી હતી.
ખાસ કરીને મુંબઈથી શરૃ થયેલા એક સાપ્તાહિકમાં 'આખેટ', 'ઓથાર', 'કટિબધ્ધ' નવલકથાઓ ધારાવાહિકરૃપે શરૃ કરીને સાપ્તાહિકની સફળતામાં પાયાની ભૂમિકા ભજવી હતી.
ઉપરાંત મુંબઈના એક સાંધ્ય દૈનિકમાં 'કમઠાણ' નામની એક હાસ્યપ્રધાન લઘુનવસ લખી હતી.

અશ્વિની ભટ્ટે સફળતા ખાતર ક્યારેય સસ્તાં સમાધાનો નહોતા કર્યા
અમદાવાદ, તા. ૧૦
અશ્વિની ભટ્ટ તેમની નવલકથાના પાત્રો જેવું જ ઝુંઝાર જીવન જીવી ગયા. ઘસેલા તાંબા જેવી ગૌર લાલાશથી છલકતો ગોળમટોળ ચહેરો, ભરાવદાર સફેદ મૂછ અને વ્હાલપભર્યા સ્મિત સાથે કહેવાતું વાક્ય, 'આવ ને દોસ્ત..' હવે કદી સાંભળવા નહિ મળે. અશ્વિની ભટ્ટ એક લેખક તરીકે જેટલા સજ્જ હતા એથીય અનેકગણા એક માણસ તરીકે ઉમદા હતા. પંચોતેર વર્ષ પાર કરી ગયા પછી પણ નવી પેઢી સાથે દોસ્તીનો નાતો તેમણે છેલ્લા શ્વાસ સુધી અકબંધ રાખ્યો હતો.
નવી પેઢીથી દૂર જવાના બદલે દોસ્તીનો નાતો છેક સુધી રાખેલો
લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં કોઇને પણ ઇર્ષ્યા આવે તેવી સફળતા અને લોકપ્રિયતા ધરાવતા અશ્વિની ભટ્ટના ચાહકોમાં તમામ ઉંમર અને તમામ પ્રકારના વાચકો હોય તે સહજ હતું. વર્ષો પહેલા હૃદયની માંદગી સંબંધે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે એવું બન્યું કે તેમનું ઓપરેશન કરનાર તબીબ તેમના અઠંગ વાચક હતા. તેમની સારવાર કરનાર નર્સ અને કમ્પાઉન્ડર સુધ્ધા ઓથાર, અંગાર અને આખેટ જેવી નવલકથાઓના ચાહક હતા.
અશ્વિની ભટ્ટ એક એવા ખુદ્દાર લેખક હતા કે તેમણે કદી જ સફળતા ખાતર સસ્તા સમાધાનો નથી કર્યા. પોતાની વાર્તા પરથી ફિલ્મ બને એ માટે કંઇ પણ કરવા તૈયાર જતા લેખકોના દૌર વચ્ચે અશ્વિની ભટ્ટ એવા લેખક હતા જેમણે સામેથી આવેલી ઓફરો ફકત એક લેખકનું સન્માન ન જળવાતા ઠુકરાવી દીધી હતી.
આશકા માંડલ નવલકથા પરથી ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ હિન્દી ફિલ્મોના વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક જે. ઓમપ્રકાશ તરફથી આવ્યો. તેમની સાથે કેટલીક મીટીંગ પણ થઇ છેવટે વાત મહેનતાણા પર આવી ત્યારે ઓમ પ્રકાશે લેખકને રૃ. ૨૫,૦૦૦ ચૂકવવાની તૈયારી બતાવી. સાત લાખનું બજેટ ધરાવતી ફિલ્મમાં લેખકનો હિસ્સો આટલો મામૂલી એવા અશ્વિની ભટ્ટના સવાલ સામે ઓમપ્રકાશે બોલિવૂડની રીતરસમ મુજબ કહી દીધું, ભૈયા ફિલ્મ હિરો કે નામ સે બિકતી હૈ, લેખક કે નામ સે નહિ.... સામે અશ્વિની ભટ્ટનો જવાબ હતો- તો ફિર જબ લેખક કે નામ સે બિકેગી તબ હી હમ બાત કરેંગે.'
લોકપ્રિયતા ટકાવી રાખવા માટે લોકોને ગમે તેવું બોલતા રહેવું અને લોકોને પંપાળ્યા કરવા એવી બે ચહેરાની તેમને સખત નફરત હતી. આટલી પ્રચંડ લોકપ્રિયતા છતાં જયારે ગુજરાતભરમાં નર્મદા ડેમના સમર્થનમાં લોકજુવાળ ઊભો થયો હતો ત્યારે અશ્વિની ભટ્ટની માન્યતા નર્મદા ડેમથી વિસ્થાપિતોને થઇ શકતી હાનિ સંદર્ભે હતી. તો એ સમયે તેમણે લોકપ્રિયતા ગુમાવી દેવાનો જરાક પણ ભય રાખ્યા વગર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved