Last Update : 11-December-2012, Monday

 

ભારતમાં પ્રવેશની મંજુરી માટે
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ

સપાએ પણ વિપક્ષો સાથે જોડાઇને આ મુદ્દે ન્યાયી તપાસની માંગ કરી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦
ભારતમાં મલ્ટી બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં એફડીઆઇ માટે લોબિઇંગ કરવા વોલમાર્ટ દ્વારા ૧૨૫ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના અહેવાલોનાં સંદર્ભમાં ભાજપે આજે તપાસ કરવાની માંગ કરી હતી. ભાજપે જણાવ્યું હતું કે સરકાર જાહેર કરે કે વોલમાર્ટ તરફથી કોને કેટલા નાણા મળ્યા છે.
રાજયસભામાં ભાજપના ઉપ નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે વોલમાર્ટનો લોબિઇંગ ડિસ્કલોઝર અહેવાલ દર્શાવે છે કે ભારતમાં અનુકુળ બજાર સ્થિતિ ઉભી કરવા માટે તે ૨૦૦૮થી ખર્ચ કરી રહી છે. અત્યાર સુધી આ સંદર્ભમા કંપની દ્વારા ૧૨૫ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં પ્રસાદે જણાવ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહ આ મુદ્દે સ્પષ્ટતા કરે. આ મુદ્દે ભાજપ નિષ્પક્ષ તપાસ કરાવવા માંગે છે. ભાજપે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વોલમાર્ટને પોતાના શો રૃમ શરૃ કરવાની પરવાનગી આપવામાં ન આવે.
બીજી તરફ આ મુદ્દે હોબાળો થતા રાજયસભાની કાર્યવાહી સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ભાજપ, ડાબેરીઓ, તૃણમૂલ કોંગ્રેસ, એઆઇડીએમકે, જેડીયુ, એજીપી, શિવસેના અને સરકારને બહારથી સમર્થન આપી રહેલ સમાજવાદી પાર્ટીએ આ મુદ્દે વડાપ્રધાનની સ્પષ્ટતા અને એફડીઆઇ પર રોક લગાવવાની માંગ કરી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા વૈંકેયા નાયડુએ જણાવ્યું હતું કે આ મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહે સંસદમાં નિવેદન આપવુ જોઇએ તથા સ્વતંત્ર તપાસ થવી જોઇએ. ભારતમાં પ્રતિબંધ હોવા છતાં વોલમાર્ટના લોબિઇંગને કઇ રીતે પરવાનગી આપવામાં આવી. ભાજપે વધુમાં જણાવ્યું હતું કે તે સંસદમાં આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે.
સીપીઆઇ-એમ નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે અમે એમ કહેતા નથી કે કોણે નાણા લીધા છે કે નહીં. અમે એ કહેવા માંગીએ છીએ કે વોલમાર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે તેણે નાણા ખર્ચ્યા છે.સપા નેતા મોહન સિંહે જણાવ્યું હતું કે આ માટે કોણ જવાબદાર છે અને કયા ક્યા લોકો તેમા સંડોવાયેલા છે તેની તપાસ સરકારે કરાવવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એ વાતથી બધા જાણે છે કે જ્યારે વિદેશી કંપની દેશમાં પ્રવેશે છે ત્યારે તેઓ મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved