Last Update : 11-December-2012, Monday

 

એફડીઆઇ બાદ સરકારની નવી 'અગ્નિપરીક્ષા'
બઢતીમાં અનામત બિલઃ માયાવતી અને મુલાયમ વચ્ચે મનમોહન ફસાયા

માયાવતીએ બિલ પસાર કરાવવા ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું ઃ મુલાયમનો કડક વિરોધ

નવી દિલ્હી, તા. ૧૦
સરકારી નોકરીઓમાં એસસી/એસટીને પ્રમોશન આપવા માટેના ખરડાને પસાર કરવામાં મદદ નહિ કરે તો તે કડક વલણ અખ્ત્યાર કરવાની ચીમકી બહુજન સમાજવાદી પાર્ટીએ આપી છે. તાજેતરમાં રાજ્યસભામાં સરકારને ઉગારનાર બસપાએ કહ્યું છે કે રાજ્યસભાની કામગીરી સરળતાપૂર્વક પાર પાડવાની જવાબદારી સરકારની છે. સામે સમાજવાદી પાર્ટીએ તેનો વિરોધ કરતાં યુપીએ સરકારની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે. સંસદનું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બરે પૂર્ણ થવાનું હોઇ માયાવતી આ બિલને ઝડપથી પસાર કરાવવા માગે છે.
માયાવતીએ રાજ્યસભાની કામગીરી ખોરવવાનો ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યો હતો. બિલને અટકાવવા માટે તેના વતી કામ કરવાનો સમાજવાદી પાર્ટી પર આક્ષેપ કર્યો હતો. સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે 'અમે હવે બે કે ત્રણ દિવસ રાહ જોઇશુ. તેઓ શું કરે છે અને રાજ્યસભાના અધ્યક્ષ શું કહે છે ? તે અમે જોઇશું. પછી અમે અમારું વલણ નક્કી કરીશું. એસસી/એસટી બિલ અમારા માટે ઘણો ગંભીર મુદો છે.'
ગૃહમાં આદેશ લાવવાનો સરકારને અનુરોધ કરતાં તેમણે કહ્યું હતું કે હું યુપીએ સરકારને એટલું જ કહેવા માગું છું કે ગૃહ ચલાવવાની તેની જવાબદારી છે. હવે આ સરકારની ફરજ છે કે તે ગૃહને યોગ્યરીતે ચલાવે અને આ બિલ પર ચર્ચા કરે અને પસાર કરાવે.
હવે રિટેલમાં એફડીઆઇ પર ચર્ચા થઇ ચૂકી છે અને તેનું પ્રકરણ બંધ થઇ ગયું હોવાથી તે મુદો ફરી લાવવા બદલ ભાજપની તેમણે ટીકા કરી હતી. આજે આ બિલ અંગે ચર્ચા થવાની હતી. પરંતુ ભાજપ એન્ડ કંપનીએ રાજ્યસભામાં વૉલમાર્ટનો મુદો ઉખેડીને ગૃહની કામગીરી ખોરવી નાખી છે.
તેમણે લોકસભા તો ચાલવા દીધી હતી. પરંતુ કદાચ તેમને ત્યાં એફડીઆઇનો મુદો યાદ નહિ આવ્યો હોય તેમ જણાવતાં માયાવતીએ કહ્યું હતું કે આ બાબત સાબિત કરે છે કે ભાજપ અને તેના સમર્થકો નથી ઇચ્છતાં કે આ બિલ પસાર થાય.
સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે વૉલમાર્ટને મામલે ભાજપની સાથે બેસીને તેણે સાબિત કરી દીધું છે કે તે (સપા) ભાજપના હાથમાં રમી રહી છે અને ભાજપ તેનો હાથો બનાવીને ઉપયોગ કરી રહ્યો છે.
માયાવતી આ મામલે વધુ આક્રમક મૂડમાં હતા. તેમણે કહ્યું હતું કે રાજયસભાને કેવી રીતે ચલાવવી તે જવાબદારી અધ્યક્ષની છે. તેઓ ગૃહને ચલાવવા માટે માર્શલોનો ઉપયોગ કરી શકે છે અથવા તો ગૃહને ખોરવતા સભ્યોને સસ્પેન્ડ કરવા સહિતના પગલાં લઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સરકારને લોકસભામાંથી બહારથી ટેકો આપે છે. તાજેતરમાં એફડીઆઇના મામલે સરકારને ઉગારવા આ બન્ને પક્ષોની ભૂમિકા મહત્વની રહી હતી. તે જોતાં હવે સરકાર કોની તરફેણમાં જાય છે તે જોવાનું રહ્યું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved