Last Update : 11-December-2012, Monday

 

રૃ. ૧૦૦ ચુકવવા પડશે
હરિયાણાની કોલેજમાં વિદ્યાર્થિનીઓના જીન્સ-ટી શર્ટ પહેરવા પર દંડ

ઉ.પ્ર.માં મહિલા કલેક્ટરે પણ ડ્રેસ કોડ મુકતાં વિરોધ, નિર્ણય પાછો ખેંચાયો

ભિવાનીં/બિજનૌર, તા. ૧૦
હરિયાણામાં ભિવાનીની એક ગર્લ્સ કોલેજે આદેશ ફરમાવ્યો છે કે જો કોઇ વિદ્યાર્થિની જીન્સ અને ટી-શર્ટ્સ પહેરીને ક્લાસમાં આવશે તો તેને રૃ. ૧૦૦નો દંડ ચુકવવો પડશે. મહિલા આયોગ અને કોલેજની વિદ્યાર્થિનીઓએ તેનો વિરોધ કર્યો છે. બીજી એક ઘટનામાં ઉત્તર પ્રદેશના બિજનૌરમાં મહિલા જિલ્લા અધિકારીએ આદેશ કર્યો છે કે રાજ્યસરકાર પાસેથી ગ્રાંટ લેવા માટે સમારોહમાં આવતી છોકરી જીન્સ, કાળા કપડા કે ઘરેણાં પહેરીને ન આવે. તેમના આ આદેશનો ભારે વિરોધ થતાં તે પાછો ખેંચાયો હતો.
આદેશના વિરોધમાં કેટલાક મુસ્લિમ નેતાઓએ જણાવ્યું હતું કે તેમની કોમની છોકરીઓ બુરખા પહેરીને સમારોહમાં આવશે. જોકે પછી તેમના આદેશનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું તેમ કહીને જિલ્લા મજિસ્ટ્રેટ સારિકા મોહને તેને પાછો ખેંચી લીધો હતો.
તેમનું કહેવું હતું કે તેમના આદેશને જારી કરવામાં કલાર્કની ભૂલ હતી. અમે કોઇ ડ્રેસ કોડ જારી કર્યો નથી. અમે તેમને સાદા ડ્રેસ પહેરવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ કોઇ પ્રતિબંધ નથી.
ભિવાનીમાં કોલેજના સત્તાવાળાઓએ જીન્સમાં સજ્જ છોકરીઓ પર દંડ ફટકારવાના નિર્ણયને વાજબી ઠેરવ્યા હતા. તેમનું કહેવું હતું કે આનાથી છેડતીના કેસો ઓછા થશે અને તેનાથી કોલેજની અંદર શિસ્ત અને ગરીમા જાળવાશે. જીન્સ અને ટી-શર્ટ એકદમ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતીક છે અને તે ટૂંકા વસ્ત્રો હોય છે. જેના કારણે છેડતીના કિસ્સા વધે છે. જેના કારણે વાલીઓ અને કોલેજના સત્તાવાળાઓ મુશ્કેલીમાં મુકાય છે.
કોલેજના આ ફરમાનનો વિરોધ કરતાં રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)એ જણાવ્યું છે કે સરકારે કોલેજ મેનેજમેન્ટ સામે પગલાં લેવા જોઇએ. મને લાગે છે કે કોલેજના સત્તાવાળાઓ શિક્ષણ અંગે ઓછા સભાન છે. આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે અને આપણે ૨૧મી સદીમાં પ્રવેશી રહ્યા છીએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved