Last Update : 11-December-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
- પરસ્પર કટ્ટર વિરોધીઓ મનાતા ઊર્જા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહ તેમની વચ્ચેના મતભેદો દૂર કરવા સંકેત આપ્યા છે. મધ્યપ્રદેશમાં એક સમારોહમાં સિંધિયાએ જ્યારે કહ્યું કે દિગ્વિજય તેમના પિતા સમાન છે તો તેમની લાગણીને એવો જ પ્રતિસાદ આપતા દિગ્વિજયે એમ કહ્યું કે જ્યોતિરાદિત્ય તેમના પુત્ર સમાન છે.
- રિટેલમાં એફડીઆઈનો વિરોધ કરવાનું વચન આપીને સંસદમાં એ અંગેના મતદાનમાં એફડીઆઈની વિરૃદ્ધમાં મત આપવાના બદલે સંસદમાંથી વોકઆઉટ કરવા બદલ ઝારખંડ મુક્તિ મોરચાની ભાજપે સખ્ત ઝાટકણી કાઢી છે. ભાજપના નેતા યશવંતસિંહે કહ્યું કે લોકોને એફડીઆઈનો વિરોધ કરવાની ખાતરી આપીને વોટિંગ વખતે પીછેહઠ કરનાર જેએમએમને ઝારખંડના લોકો ઓળખી ગયા છે.
- લાગે છે કે નીતિશકુમારની જેમ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ કાળા કપડા જોઈને ફફડી ઊઠે છે. બિજનૌર જિલ્લાના રામપુરમાં અખિલેશ યાદવના હાથે કન્યાઓને એક વિતરણ કરવાના સમારોહમાં સત્તાવાળાઓએ સૂચના આપી દીધી કે કાળો ડ્રેસ કે કાળો દુપટ્ટો પહેરીને આવનાર કન્યાને પ્રવેશ નહીં મળે. જો કે આ મામલામાં રાજકારણ શરૃ થઈ જતા કાળા પોશાક પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
- લોકસભામાં આજે સરકારના જ સહયોગી ડીએમકેના સાંસદોએ વોકઆઉટ કરીને સરકારને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી દીધી. તમિલનાડુમાં નારિયેળ ઉત્પાદકોની દુર્દશા પરના ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ અંગેનો જવાબ આપવા કૃષિ રાજ્યમંત્રી ચરણદાસ મહંત ઊભા થતા ડીએમકેના ટી.આર. બાલુએ વિરોધ કરતા કહ્યું કે કેબિનેટ મત્રી જવાબ આપે અને તેમના પક્ષના સભ્યોને લઈને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.
- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ક્રિકેટ રમતા કેચ છૂટી જવાના મામૂલી કારણોસર સિમરન નામના ૧૫ વર્ષના છોકરાનો તેના બે મિત્રોએ બેટ વડે માર મારીને જીવ લઈ લીધો. હવે આને ક્રિકેટનો ક્રેઝ ગણવો કે પછી તરુણોના હિંસક બની રહેલા માનસનું પરિણામ ગણવું ?
- જર્મનીના એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓએ આજે વેતનના મુદ્દે હડતાળ પાડતા બર્લિન અને ફ્રેન્કફર્ટ સહિતના હવાઈ મથકો પરનો વ્યવહાર ખોરવાઈ ગયો. જર્મનીના ટ્રેડ યુનિયન વેર.ડી.એ ચીમકી આપી છે કે કર્મચારીઓની માંગણી સંતોષશો તો હડતાળની કોઈ જરૃર નહીં રહે.

આંતરરાષ્ટ્રીય
- અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને તેમના કુટુંબે વોશિંગ્ટનમાં એક કોન્સર્સટમાં દક્ષિણ કોરિયાના ગાયક સાયની 'ગંગનમ સ્ટાઈલ'ને ભરપૂર માણી. ઓબામાએ રમૂજ પણ કરી કે મારા કરતાં સારૃ ગાઈ શકતા ગાયકની સાથે સાથે ગીતો ગાવાની મજા પડી.
- અનૈતિક પ્રેમસંબંધો રાખવા બદલ ચીનના વુસુ શહેરના પોલીસવડા કી ફેંગની હકાલપટ્ટી કરવામાં આવી છે. નવાઈની વાત છે કે આ પોલીસ અધિકારીને બે જોડિયા બહેનો સાથે પ્રેમસંબંધ હતા. એટલું જ નહીં તેણે પોતાની લાગવગથી બંને જોડિયા બહેનોને પોલીસદળમાં નોકરી પણ અપાવી દીધી. નોંધવા જેવી વાત એ છે કે સમગ્ર મામલો ઈન્ટરનેટ યુઝર્સ બહાર લાવ્યા છે.
- ચીનના રાજકીય અને ધાર્મિક દબાણના વિરોધમાં વધુ એક તિબેટીયને આત્મવિલોપન કર્યું છે. આ વખતે આત્મદાહ કર્યો છે. એક સોળ વર્ષીય બાળાએ ચીનના કિન્ઘાઈ પ્રાંતમાં આવેલા ડાગેરી ગામમાં આ બનાવ બન્યો છે. તિબેટીયનો ચીની સરકાર ઉપર ધાર્મિક દમન અને તેમની સંસ્કૃતિને નષ્ટ કરવાના આરોપો મૂકી રહ્યાં છે.
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તાઈવાન, દક્ષિણ કોરિયા અને ફિલિપાઈન્સની મહિલાઓને વેશ્યાવૃત્તિ તરફ ધકેલવા બદલ જાપાને માફી માંગવી જોઈએ એવું ઈતિહાસકારોનું કહેવું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સૈનિકોની જાતીય ભૂખ સંતોષવા આશરે બે લાખ યુવતીઓને સૈનિકોના વેશ્યાવાડામાં ધકેલી દીધી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved