Last Update : 11-December-2012, Monday

 

કેન્દ્ર સરકારે વીજળી માટે ૧,૮૦૦ કરોડ આપ્યા પણ
ગુજરાતમાં ખેડૂતોને વીજળી-પાણી મળતાં નથી ઃ સોનિયા

૪.૫ લાખ ખેડૂતો વીજળી જોડાણ વગરના ઃ ૮૩૩ મેગાવોટ વીજળી અન્ય રાજ્યને વેચી ઃ સૌથી વધુ વેટ ગુજરાતમાં

(પ્રવાસી પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, તા.૧૦
કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાતની વર્તમાન સરકારની નીતિઓને જનવિરોધી તરીકે ઓળખાવી મોદી સરકારના નામોલ્લેખ વિના સિદ્ધપુર ખાતે એવા પ્રહારો કર્યા છે કે, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સરકારોએ ધરોઇ અને સીપુ જવી બે મોટી સિંચાઇ યોજનાઓ સ્થાપી છે અને આ સિવાય પણ બીજી નાની યોજનાઓ આ વિસ્તારને આપી છે, પરંતુ આજે આ વિસ્તારની શું સ્થિતિ છે? આજે અહીંનો વિકાસ વીજળી- પાણી માટે તરસે છે. એના માટે જવાબદાર કોણ? બે વાર આ પ્રશ્ન રિપિટ કર્યા પછી સોનિયા ગાંધીએ પળવાર થોભી, વિશાળ શ્રોતાગણને ઉદ્દેશીને કહ્યું કે, તમને એ કહેવાની જરૃર નથી કે આને માટે કોણ જવાબદાર છે, કેમ કે તમે બધું જ જાણો છો.
સિદ્ધપુરમાં કોંગી ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતના ૪૦ એકરમાં પથરાયેલા શિક્ષણ સંકુલખાત મોટી સંખ્યામાં ઉમટેલા માનવમહેરામણને કરેલા ૧૩ મિનિટના સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષાએ પાણી-વીજળી- ડાર્કઝોન- ખેડૂતોની કફોડી હાલત- બેરોજગારી જેવી વિવિધ સમસ્યાઓ અને રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર બાબતે ગુજરાત સરકારને તેજાબી ચાબખા ફટકારી પ્રશ્નોનો એકધારો મારો ચલાવ્યો હતો. બાદમાં સોનિયા ગાંધીએ ડાકોર ખાતે પણ જનસભા સંબોધી હતી.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતને દર વર્ષે ૩૧૨૮ મેગાવોટ જેટલી વીજળી આપે છે. રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના તથા અન્ય વીજયોજનાઓમાં કેન્દ્રએ ગુજરાતને રૃ. ૧૮૦૦ કરોડ જેટલી માતબર રકમ આપી છે. આ સિવાય પણ ખેતીવાડી માટે વધારાની વીજળી કેન્દ્રએ ગુજરાતને આપી છે પરંતુ ગુજરાત સરકાર આ વીજળી વધુ દામ લઇને બીજાને વેચી રહી છે. ગુજરાત સરકારે આવી રીતે ૮૩૩ મેગાવોટ વીજળી વેચી છે, ત્યારે હું પૂછું છું કે, કેન્દ્રની આટલી બધી મદદ છતાં ૪.૫ લાખ ખેડૂતોને વીજળી જોડાણો કેમ મળ્યાં નથી? શા માટે હજી આજેય ૫૭ તાલુકા ડાર્કઝોનમાં મોજુદ છે? તમને યાદ હશે કે યુપીએ સરકારે ખેડૂતોના કરોડો રૃપિયાના દેવાં માફ કર્યા છે, છતાં ગુજરાતના ખેડૂતો કેમ કરજની ઝપટમાં છે? આનો જવાબ આપો? એનો જવાબ છે તો એ સ્પષ્ટ છે અને એ આ જ છે કે ગુજરાત સરકારની નીતિઓ જનવિરોધી છે. દેશમાં સૌથી વધારે વેટ લગાવીને અહીંની સરકાર કરોડો રૃપિયા કમાય છે, છતાં અહીંના ૪૬ ટકા બાળકો કુપોષિત કેમ? કેમ અહીં માત્ર ૮ ટકા લોકો જ ગરીબી રેખામાંથી બહાર નીકળી શક્યા છે? કેમ ૧૦ લાખથી વધુ બેરોજગારો અહીં છે? કેમ અહીં શ્રમિક, શિક્ષિત, પોલીસજવાનો અને અન્ય સરકારી કર્મચારીઓ ફિક્સ પગારથી શોષણનો શિકાર થઇ રહ્યાં છે? મહિલાઓનું મહત્વ સમજીને યુપીએ સરકારે પંચાયતી રાજવ્યવસ્થામાં બહેનોને ૫૦ ટકા અનામતનો લાભ આપ્યો, બેંકો પાસેથી ઓછા વ્યાજની લોનો બહેનોને અપાવી, આંગણવાડી કાર્યકર્તાઓ અને એમના બીજા સહયોગીઓના મહેનતાણાં બમણાં કરાયા, છતાં અહીં ગુજરાતમાં બહેનો સાથે અન્યાય કેમ? કેમ અહીં તેમના અધિકારો, પંચાયતી રાજ વ્યવસ્થામાં તેમને ૫૦ ટકા અનામતનો લાભ ના આપીને છીનવવામાં આવ્યા છે?
યુપીએ સરકાર ગુજરાતને અન્યાય કરતી હોવાના ભાજપ દ્વારા થઇ રહેલા આક્ષેપનો જવાબ આપતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, યુપીએ સરકાર અત્યારે ગુજરાતને જે ફંડ આપે છે એના કરતાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ૫૦ ટકા ઓછું ફંડ આપતી હતી. અન્યાયની બુમરાણમાં સાચું તો એ છે કે, અહીંની સરકાર જ લોકો સાથે અન્યાય અને ભેદભાવપૂર્ણ વર્તન કરી રહી છે. અહીંની સરકાર પાસે તેના ખાસ લોકો માટે ખાસ ઉદ્યોગપતિઓ માટે ખૂબ નાણાં છે, નાણાંની કોઇ કમી નથી, પરંતુ ગરીબો અને જરૃરિયાતમંદ લોકો માટે એની પાસે પૈસા નથી, પૈસાની તંગી થઇ જાય છે, એવો વ્યંગ પણ એમણે કર્યો હતો,
ગુજરાત સરકાર ઉપર ભ્રષ્ટાચાર સહિતનાં આક્ષેપો કરતાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારે ગુજરાતને વીજળી, જળસંશાધન, જમીન સંરક્ષણ સહિતની વિકાસ યોજનાઓ માટે ભરપુર ભંડોળ આપ્યું છે, પણ એમાંય હેરાફેરી થઇ છે. તમામ યોજનાઓમાં 'કેગ'ના અહેવાલ પ્રમાણે મોટો ભ્રષ્ટાચાર થયો છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓમાં લાપરવાહી દાખવવામાં આવી છે, કાયદો વ્યવસ્થા બેહાલ છે અને લોકો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે, એમ કહી સોનિયાએ લોકોને પ્રશ્ન કર્યો કે, આ સ્થિતિ હવે આપણે શું કરવાનું છે? આપણે આ સ્થિતિ બદલવાની છે, જનવિરોધી સરકારને લોકોએ હાથમાં હાથ મિલાવી જવાબ આપવાનો છે.
દિલ્હીમાં ધુમ્મસના કારણ સોનિયા ગાંધી શિડયુઅલ્ડ કાર્યક્રમ કરતાં બે કલાક મોડા આવ્યા હતા, છતાં તાપમાં ધીરજપૂર્વક બેઠેલી મેદનીએ તેમને શાંતિથી સાંભળ્યા હતા, એટલું જ નહીં, એમ ઉઠાવેલા તાળીઓના ગટગડાટ સાથે એમને વધાવી લીધાં હતાં.
પ્રારંભે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપના ખુરશીદાસોની નજર ગાંધીનગરની અને દિલ્હીની ખુરશી ઉપર છે, ખુરશી માટે પીઠમાં ખંજર ભોંકતા, કાર્યકરોને અપમાનિત કરતાં અને હરેન પંડયા જેવાઓની હત્યા કરતાં તેઓ ખચકાતા નથી ત્યારે લોકોએ હવે પસંદગી કરવાની છે કે તેમને કેવી સરકાર જોઇએ છે? ખેડૂતોને વીજળી - વિદ્યાર્થીઓને લેપટોપ - યુવાનોને નોકરી અને મહિલાઓને ઘરનું ઘર આપતી સરકાર જોઇએ છે કે મેળા- મહોત્સવો- તાયફામાં રાચતી સરકાર જોઇએ છે? શંકરસિંહ વાઘેલાએ એમ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતને પાણી- વીજળી જેવા પ્રશ્નોના ઉકેલ તથા આ ચીજો સસ્તા દરે જોઇતા હોય તો હવે રાધનપુરવાળી કરવી પડે તોય તે કરે જ છૂટકો છે. પાટણના સાંસદ જગદીશ ઠાકોરે પાટણ જિલ્લાની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો જંગી બહુમતિથી ચૂંટાશે એવુ વચન સોનિયા ગાંધીને આપ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved