Last Update : 11-December-2012, Monday

 

લમાર્ટ મુદ્દે હોબાળો છતાં બેંકિંગ બિલ મંજૂર થવાની અપેક્ષાએ
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી

બેંકિંગ શેરોમાં ફંડોનું વ્યાપક તેજીનું તોફાન ઃ સેન્સેક્ષ, નિફ્ટીમાં સાંકડી વધઘટ ઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં આકર્ષણ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, સોમવાર
સંસદના શિયાળુ સત્રમાં મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે એફડીઆઇને લોકસભા અને રાજ્યસભાની ગત અઠવાડિયે સ.પા અને બ.સ.પા પક્ષોના વોકઆઉટે આસાન મંજૂરી મળી ગયા બાદ આ મુદ્દે બન્ને વિપક્ષોના વલણમાં તપાસની અન્ય વિપક્ષોની માગને પગલે ફરી લોકસભામાં હંગામાની પરિસ્થિતિ છતાં બેંકિંગ કાયદા સુધારા બિલ, ઇન્સ્યોરન્સ ક્ષેત્રે ૪૯ ટકા એફ્ડીઆઇ મંજૂરી સહિતના અન્ય મહત્વના બિલને પણ બન્ને ગૃહોની મંજૂરી મળી જવાની અપેક્ષાએ આજે મુંબઇ શેરબજારોમાં પીએસયુ બેંક શેરો સહિત બેંકિંગ, ફાઇનાન્સ કંપનીઓના શેરોમાં વ્યાપક તેજી જોવાઇ હતી. અલબત મૂડી'ઝ દ્વારા ભારતના આર્થિક વિકાસ -જીડીપી વૃદ્ધિનો વર્ષ ૨૦૧૨-૧૩ માટે અંદાજ ૫.૫ ટકા મૂકવામાં આવતા અને ચીનની વધેલી માગથી ફરી ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૧૦૭ ડોલર પ્રતિ બેરલ થઇ જતાં અને નાયમેક્ષ ક્રુડના ૮૬.૩૮ ડોલર થઇ જતાં અને યુરોપના બજારોની નરમાઇએ સ્થાનિકમાં સેન્સેક્ષ- નિફ્ટી બેઝડ અફડાતફડીના અંતે સેન્સેક્ષમાં નરમાઇ તો નિફ્ટીમાં મામૂલી સુધારો નોંધાયો હતો. આઇટી જાયન્ટ ટીસીએસ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, હિન્દાલ્કો, ટાટા મોટર્સ, લાર્સનમાં વેચવાલી સામે એચડીએફસી, ડૉ. રેડ્ડીઝ લેબ, સિપ્લા, સનફાર્મા, ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, હિન્દુસ્તાન યુનીલીવર, વિપ્રોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્ષ આગલા બંધ ૧૯૪૨૪.૧૦ સામે ૧૯૪૪૨.૧૯ મથાળે ખુલીને શરૃઆતમાં ૧૦.૩૦ વાગ્યા નજીક ૫૩.૯૧ પોઇન્ટ વધીને ૧૯૪૭૮.૦૧ થઇ બે તરફી- સાંકડી વધઘટે લાંબો સમય અથડાતો રહ્યા બાદ બે વાગ્યા નજીક ૬૧.૭૮ પોઇન્ટ ઘટીને નીચામાં ૧૯૩૬૨.૩૨ સુધી આવી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં ૨.૫૮ વાગ્યા નજીક એકાએક ઝડપી રીકવર થઇ ઉપરમાં ૧૯૪૧૨ જેટલો આવી જઇ અંતે ૧૪.૪૧ પોઇન્ટના ઘટાડે ૧૯૪૦૯.૬૯ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ સાંકડી વધઘટે ૫૯૨૦થી ૫૮૮૮ની રેન્જમાં અથડાયા બાદ છેલ્લાં અડધા કલાકમાં ઝડપી ઉંચકાયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૯૦૭.૪૦ સામે ૫૯૧૬.૦૫ મથાળે ખુલીને શરૃઆતમાં જ નીચામાં ૫૮૯૫ જેટલો થઇ ૧૦.૨૮ વાગ્યા નજીક ૧૨.૫૫ પોઇન્ટ વધીને ૫૯૧૯.૯૫ સુધી પહોંચ્યો હતો. જે લાંબો સમય સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ યુરોપના બજારો નરમાઇએ ખુલતા બે વાગ્યા નજીક ઘટીને નીચામાં ૫૮૮૮.૧૦ સુધી આવી ગયો હતો. પરંતુ બેંકિંગ શેરો બેંકિંગ કાયદા સુધારા બિલ મંજૂર થઇ જવાની અપેક્ષાએ બેંક ઓફ બરોડા, પીએનબી, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં ફંડોની લેવાલી સાથે રિલાયન્સ ઇન્ફ્રા., સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબ. ટાટા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીમાં આકર્ષણે છેલ્લા અડધા કલાક મહતમ ઘટાડો પચાવી ઉપરમાં ૫૯૧૪ સુધી આવી જઇ અંતે ૧.૫૦ પોઇન્ટ વધીને ૫૯૦૮.૯૦ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ + નિફ્ટી સ્પોટ ૫૮૪૦ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી ઃ ૫૭૪૦ મજબૂત સપોર્ટ
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ + અપ વતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ ૫૮૪૦ના ક્લોઝિંગ સ્પોટ મજબૂત સપોર્ટ ૫૭૪૦ છે.
નિફ્ટી ૬૦૦૦નો કોલ પરથી ગબડીને ૪૦ ઃ ૬૧૦૦નો કોલ ૨૨.૮૦થી તૂટી ૧૫.૩૦ ઃ ૫૯૦૦નો પુટ ૫૬.૧૦થી ઘટી ૪૯.૯૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૬૦૦૦નો કોલ ૩,૬૬,૩૫૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૦૬૯.૪૦ કરોડના ટર્નઓવરે પર સામે ૫૧.૨૦ ખુલી ઉપરમાં ૫૧.૯૦ થઇ નીચામાં ૩૬.૫૫ સુધી ગબડી જઇ અંતે ૪૦ હતો. નિફ્ટી ૫૯૦૦નો પુટ ૩,૬૦,૫૬૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૭૨૯.૩૬ કરોડના ટર્નઓવરે ૫૬.૧૦ સામે ૫૦.૩૦ ખુલી ઉપરમાં ૫૮.૪૦ અને નીચામાં ૪૫.૬૫ થઇ અંતે ૪૯.૯૫ હતો. નિફ્ટી ૬૧૦૦નો કોલ ૨,૮૪,૮૪૭ કોન્ટ્રેક્ટસમાં ર્. ૮૭૧૨.૨૭ કરોડના ટર્નઓવરે ૨૨.૮૦ સામે ૨૫ ખુલી નીચામાં ૧૪ થઇ અંતે ૧૫.૩૦ હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૧૨૪૫૧થી વધીને ૧૨૪૯૯ બોલાયો ઃ નિફ્ટી ફ્યુચર ૫૯૫૫ થઇ નીચામાં ૫૯૨૩ થયો
બેંક નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૪૫૫૫૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૧૯.૪૨ કરોડના ટર્નઓવરે ૧૨૪૫૧.૪૦ સામે ૧૨૪૪૦ ખુલી નીચામાં ૧૨૪૨૨.૩૦ થઇ ઉપરમાં ૧૨૪૯૯ સુધી જઇ અંતે ૧૨૪૬૨.૦૫ હતો. નિફ્ટી ફ્યુચર નિફ્ટી ૫૮૦૦નો પુટ ૨૭.૭૫ સામે ૨૫.૨૫ ખુલી નીચામાં ૨૦.૧૦ અને ઉપરમાં ૨૮.૨૦ થઇ અંતે ૨૨.૩૦ હતો. નિફ્ટી ફ્યુચર ૫૯૪૪.૯૦ સામે ૫૯૪૪ ખુલી ઉપરમાં ૫૯૫૫ થઇ નીચામાં ૫૯૨૩.૮૦ સુધી જઇ અંતે ૫૯૩૭.૨૫ હતો.
બેંકિંગ કાયદા સુધારા બિલને મંજૂરીની તૈયારી! ખાનગી PSU બેંક શેરોમાં તોફાન ઃ કર્ણાટક બેંક, ફેડરલ બેંક ઉછળ્યા
બેંકિંગ કાયદા સુધારા બિલ સંસદમાં રજૂ થઇ બન્ને ગૃહોની ચાલુ સપ્તાહમાં જ મંજૂરી મળી જવાની અપેક્ષાએ ખાનગી- પીએસયુ બેંકોમાં ફંડોની મોટાપાયે લેવાલી નીકળી હતી. આ બિલની અપેક્ષીત મંજૂરીએ ખાનગી બેંકમાં મોટા શેરધારકોને ૨૬ ટકા વોટીંગ હક મળવાનો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે નવા બેંકિંગ લાઇસન્સો ઇસ્યુ કરવાનો માર્ગ મોકળો થવાની અને મર્જર- એક્વિઝીશનનો નવો દોર શરૃ થવાની અપેક્ષાએ બેંક શેરોમાં વ્યાપક લેવાલી થઇ હતી. કર્ણાટક બેંકને રૃા. ૨૧૦થી ૨૨૫ ભાવ રેન્જમાં આઇસીઆઇસીઆઇ બેંક હસ્તગત કરશે એવી અટકળોએ શેર રૃા. ૨૦ ઉછળીને રૃા. ૧૯૫.૭૦, ફેડરલ બેંક રૃા. ૨૩.૭૫ તેજીએ રૃા. ૫૦૫.૮૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૪.૬૦ વધીને રૃા. ૧૧૪.૦૫ રહ્યા હતા.
એક્વિઝીશન ટાર્ગેટ લક્ષ્મી વિલાસ બેંક, ધનલક્ષ્મી બેંક ઉછળ્યા ઃ ડીસીબી, કોટક બેંક, યશ બેંક, ઇન્ડસઇન્ડ પણ વધ્યા
અન્ય બેંક શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૫.૮૦ વધીને રૃા. ૪૧૭.૨૦, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૮.૯૦ વધીને રૃા. ૬૭૨.૬૦, યશ બેંક રૃા. ૨.૫૦ વધીને રૃા. ૪૫૭.૮૦, એક્વિઝીશન ટાર્ગેટ લક્ષ્મી વિલાસ બેંક ર્. ૧૬.૦૫ ઉછળી ઉપલી સર્કિટમાં રૃા. ૯૭.૦૫, ધનલક્ષ્મી બેંક રૃા. ૪.૦૫ ઉછળીને રૃા. ૭૧.૪૫, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક (ડીસીબી) રૃા. ૨.૪૫ તેજીએ રૃા. ૫૦.૪૫, સાઉથ ઇન્ડિયન બેંક રૃા. ૧.૨૦ વધીને રૃા. ૨૭.૬૫, સિટી યુનીયન બેંક ૪૫ પૈસા વધીને રૃા. ૫૯.૫૦ રહ્યા હતાં.
સ્ટેટ બેંક ગુ્રપ શેરો મૈસુર, બીકાનેર, ત્રાવણકોર ઉછળ્યા ઃ પંજાબ સિંધ, યુનાઇટેડ બેંક, ઓબીસીમાં પણ તેજી
પીએસયુ બેંક શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગુ્રપ સબસીડીયરી બેંકો સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃા. ૧૦૩.૫૦ ઉછળીને રૃા. ૬૫૯૮.૫૫, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર રૃા. ૭૮.૫૫ તેજીએ રૃા. ૬૧૯.૨૦, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર રૃા. ૫૬.૩૫ ઉછળીને રૃા. ૪૬૮.૭૫, પંજાબ એન્ડ સિંધ બેંક રૃા. ૪.૨૦ તેજીએ રૃા. ૭૫.૫૦, યુનાઇટેડ બેંક રૃા. ૪.૧૦ તેજીએ રૃા. ૭૯.૬૦, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ રૃા. ૧૮.૪૫ ઉછળીને રૃા. ૩૬૪.૭૦, કોર્પોરેશન બેંક રૃા. ૨૧.૯૦ ઉછળીને રૃા. ૪૫૦.૦૫, બેંક ઓફ મહારાષ્ટ્ર રૃા. ૨.૮૦ વધીને રૃા. ૬૦.૪૦, વિજ્યા બેંક રૃા. ૨.૮૦ વધીને રૃા. ૬૪.૬૫, સિન્ડિકેટ બેંક રૃા. ૫.૮૦ વધીને રૃા. ૧૩૬.૨૦, દેના બેંક રૃા. ૪.૯૫ વધીને રૃા. ૧૨૧.૬૦, યુકો બેંક રૃા. ૨.૬૫ વધીને રૃા. ૮૧.૭૦, આઇઓબી રૃા. ૨.૮૦ વધીને રૃા. ૮૬.૮૦, અલ્હાબાદ બેંક રૃા. ૪.૮૫ વધીને રૃા. ૧૬૩.૯૫ રહ્યા હતાં.
વોલમાર્ટના રૃા. ૧૨૫ કરોડના લોબી ઇંગ ખર્ચ મામલે હોબાળો ઃ રીયાલ્ટી શેરોમાં વધતું આકર્ષણઃ રીટેલ શેરોમાં વેચવાલી
વોલમાર્ટ દ્વારા ભારતમાં પ્રવેશ કરવા લોબીઇંગ માટે રૃા. ૧૨૫ કરોડના ખર્ચ મુદ્દે સંસદમાં હોબાળો થવા છતાં રીટેલ ક્ષેત્રે એફડીઆઇને લીલીઝંડીથી હવે વિદેશી રીટેલ જાયન્ટો ભારતમાં મોટાપાયે પ્રવેશવાની અને રીયાલ્ટી ક્ષેત્રે મોલ- કર્મશીયલ જગ્યાઓની માગમાં વધારો થવાની અપેક્ષાએ રીયલ એસ્ટેટ કંપનીઓના શેરોમાં આકર્ષણ વધ્યું હતું. યુનીટેક રૃા. ૧.૦૫ તેજીએ રૃા. ૩૬, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃા. ૩.૯૦ વધીને રૃા. ૧૬૬.૨૦, એચડીઆઇએલ રૃા. ૨.૬૫ વધીને રૃા. ૧૧૯.૭૦, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૧.૧૦ વધીને રૃા. ૭૫.૪૫, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૪૨.૩૦, ડીએલએફ રૃા. ૧.૨૫ વધીને રૃા. ૨૨૧.૯૫ રહ્યા હતા. રીટેલ શેરોમાં પ્રોફીટ બુકીંગે પેન્ટાલૂન રીટેલ રૃા. ૧૨.૪૫ ઘટીને રૃા. ૨૩૦.૫૦, શોપર્સ સ્ટોપ રૃા. ૨૧.૫૦ ગબડીને રૃા. ૪૪૦.૧૦, સીઇએસસી રૃા. ૬ ઘટીને રૃા. ૩૧૯.૮૫, ટ્રેન્ટ લિ. રૃા. ૩૮.૮૦ ઘટીને રૃા. ૧૨૪૦.૮૦ રહ્યા હતાં.
કેજરીવાલના આક્ષેપો અસરહીન ઃ અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં અવિરત તેજી ઃ રિલાયન્સ ઇન્ફ્રા, આરકોમ, કેપિટલ ઉછળ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નફારૃપી વેચવાલીએ રૃા. ૬.૭૫ ઘટીને રૃા. ૮૨૭.૪૫ રહ્યો હતો. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના અને હવે આમ આદમી રાજકીય પક્ષના અરવિંદ કેજરીવાલે અંબાણીઓના સ્વીઝ ખાતાઓ મુદ્દે ઘટસ્ફોટ કરવાનું ચાલુ રાખ્યાની ખાસ અસર શેરના ભાવોમાં જોવાઇ નહોતી. અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં અવિરત તેજીએ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૃા. ૧૧.૧૫ વધીને રૃા. ૫૧૭.૮૦, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા. ૨.૩૦ વધીને રૃા. ૭૫.૯૫, રિલાયન્સ કેપિટલ રૃા. ૧૨.૪૦ વધીને રૃા. ૪૫૮.૭૦, રિલાયન્સ મીડિયાવર્કસ રૃા. ૨ વધીને રૃા. ૮૫.૮૦, રિલાયન્સ પાવર રૃા. ૧૦૦.૬૫, રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્ક રૃા. ૧.૧૫ ઘટીને રૃા. ૪૬.૯૦ રહ્યા હતાં.
હેલ્થકૅર-ફાર્મા શેરોમાં ફરી વેલ્યુબાઇંગ ઃ પિરામલ એન્ટરપ્રાઇસ, ડૉ. રેડ્ડીઝ લેબ. સ્ટ્રાઇડ આર્કોલેબ, સિપ્લા વધ્યા
હેલ્થકૅર-ફાર્મા શેરોમાં સુરક્ષીત રોકાણ વિકલ્પ સાથે ઉંચા વળતરની અપેક્ષાએ ફંડો, ઇન્વેસ્ટરોની પસંદગીની લેવાલી નીકળતા પિરામલ એન્ટરપ્રાઇસ રૃા. ૨૫.૧૦ તેજીએ રૃા. ૫૫૦.૧૫, ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૪૬.૨૦ તેજીએ રૃા. ૧૮૮૪.૫૫, સિપ્લા રૃા. ૭.૧૦ વધીને રૃા. ૪૧૭.૩૦, સ્ટ્રાઇડ આર્કોલેબ રૃા. ૧૩.૮૫ વધીને રૃા. ૧૧૨૧, સન ફાર્મા રૃા. ૭.૭૦ વધીને રૃા. ૭૦૭૨૦, લુપીન રૃા. ૪.૯૦ વધીને રૃા. ૬૦૩.૭૦, બાયોકોન રૃા. ૨.૩૦ વધીને રૃા. ૨૮૮.૩૦, ગ્લેનમાર્ક ફાર્મા રૃા. ૩.૩૦ વધીને રૃા. ૪૫૦.૩૦ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ શેરોમાં ફંડો- ઇન્વેસ્ટરોની લેવાલી વધી ઃ ૩૧૩ શેરોમાં ઓનલી બાયર ઃ ૧૫૩૬ શેરો પોઝિટીવ
સેન્સેક્ષ- નિફ્ટીની સાંકડી વધઘટ છતાં સ્મોલ-મિડ કેપ, રોકડાના પસંદગીના શેરોમાં લોકલ ફંડો, હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોની લેવાલીના આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૫૩૬ અને ઘટનારની ૧૪૦૬ હતી. ૩૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી ઃ DII ની રૃા. ૫૮૭ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે વધુ રૃા. ૬૯૮.૨૩ કરોડના શેરોની કેશ સેગ્મેન્ટમાં ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૫૬૧.૭૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૮૬૩.૪૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૫૮૬.૫૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૬૭૮.૯૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૨૬૫.૪૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved