Last Update : 11-December-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૧-૧૨-૨૦૧૨, મંગળવાર
કારતક વદ તેરસ - પ્રદોષવ્રત, માસિક શિવરાત્રિ
વંિછુંડો સાંજના ૬ ક. ૨૧ મિ. થી શરૂ
પાંચ ગ્રહ એક રાશિમાં - અશાંતિના એંધાણ?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૦ મિ. (સૂ) ૭ ક. ૫૫ મિ. (મું) ૭ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૬ ક. ૨૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર ઃ વિશાખા રાત્રે ૧૧ ક. ૪૨ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરૂ- વૃષભ, શુક્ર-વૃશ્ચિકમાં ૧૫=૩૨થી, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંંભ, પ્લુટો- ધન, ચંદ્ર-સાંજના ૬ ક. ૨૧ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સવંત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯ દક્ષિણાયન હેમંતૠતુ .............. રા.દિ.મા./૨૦
માસ-તિથિ-વાર ઃ કારતક વદ તેરસને મંગળવાર.
- પ્રદોષવ્રત
- માસિક શિવરાત્રિ
- વંિછુડો સાંજના ૬ ક. ૨૧ મિ.થી શરૂ.
- વિષ્ટી ૨૧ ક. ૩૩ મિ.થી.
- શુક્ર વૃશ્ચિકમાં બપોરના ૩ ક. ૩૨ મિ.થી.
- બજારોમાં વધઘટ જણાય!
- પાંચ ગ્રહ એક રાશિમાં, રાજકીય અશાંતિ, કલહ. નેતાઓને, રાજકીય પક્ષોને પીટા, તણાવ!
- ગુંસાઈજીના સાતમા લાલજી ઘનશ્યામજીનો ઉત્સવ.
- બધા અનાજના ભાવ ઘટે? રૂમાં મંદી!
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૨૬ રોજ આસ્તાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની વધઘટમાં, શેરોની કામગીરીમાં, નાણાંની લેવડ દેવડમાં આપે સંભાળવું પડે. સાંજ પછી ચંિતા-ઉચાટમાં, આરોગ્યની અસ્વસ્થતામાં તકલીફ પડે.

 

વૃષભ ઃ સાંસારીક પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં, અગત્યની કામગીરી, જવાબદારીમાં આપને ગુસ્સો આવી જાય. અકળામણ અનુભવાય.

 

મિથુન ઃ બેંકના, ઈન્કમટેક્ષના, નાણાંની લેવડ દેવડના, પુત્ર પૌત્રાદિકના તેમજ કૌટુંબીક કામમાં, નોકરી ધંધાના કામમાં ચંિતા, બેચેની, રૂકાવટ જણાય.

 

કર્ક ઃ પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. સરકારી, રાજકીય કામગીરીમાં, નોકરી ધંધાના વ્યવહાર સંબંધમાં તકલીફ જણાય.

 

સંિહ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હૃદય-મનની વ્યગ્રતા, ચંિતા-ઉચાટમાં વધારો થાય. સગા સંબંધી-મિત્રવર્ગથી ઉપેક્ષા થઈ રહેલી લાગે.

 

કન્યા ઃ યાત્રા પ્રવાસ, મુલાકાત અંગે ચર્ચા વિચારણા અંગે ચંિતામાં રહો. પરંતુ છેલ્લી ઘડીએ તમારું કામ ઉકેલાતું જણાય. અન્યના કારણે ચંિતામાં રહો.

 

તુલા ઃ નોકરી-ધંધાના, કુટુંબ-પરિવારના કામ અંગે ચંિતા-વિચારોમાં રહો. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગમાં બિમારી-ચંિતાનું આવરણ આવી જાય.

 

વૃશ્ચિક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા માનસિક પરિતાપમાં વિચારોમાં, તમારી ઉતાવળ, જીદ્દમાં, ગુસ્સામાં, તમારી મુશ્કેલી વધે નહીં તેનું ઘ્યાન રાખવું.

 

ધન ઃ કોઈપણ કામમાં ધીરજ-શાંતિ રાખવી. સરકારી, કાનૂની કામમાં, ખર્ચ થાય, ચંિતા વધે, વ્યર્થ દોડધામ રહે છતાં કામ અઘુરું રહે.

 

મકર ઃ નોકરી-ધંધાના કામમાં, વડીલવર્ગના કામમાં ચંિતા રહે પરંતુ તમારી કામગીરીમાં, જવાબદારીમાં વ્યસ્ત રહેવું પડે. ખર્ચ થાય.

 

કુંભ ઃ આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. વધારાની કામગીરી આવી જાય પરંતુ લોભ-લાલચમાં ફસાવ નહી તેનું ઘ્યાન રાખવું.

 

મીન ઃ આપના રોજીંદા કામમાં, અન્ય વધારાના કામમાં ઉત્સાહ જણાય નહીં. આકસ્મિક ચંિતા ઉપાધિ, અસ્વસ્થતા સાંજ પછી રાહત થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૧-૧૨-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ પ્રારંભીક તબક્કામાં તકલીફવાળું રહે. પ્રારંભના છ મહિના આપે તન-મન-ધનથી સાંભળવા પડે. નોકરી ધંધામાં ફરેફારી કરવાના કે અન્ય ઉતાવળા જોખમી નિર્ણયો કરવા નહીં.

વિશેષમાં...
* જેમ જેમ વર્ષનો ઉત્તરાર્ધ ભાગ નજીક આવતો જાય તેમ તેમ આપની પ્રગતિ-સફળતાનો માર્ગ મોકળો થતો જાય. ભાગ્યોદયની શરૂઆત થાય. જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને વર્ષના ઉત્તરાર્ધથી જીવનનો એક નવો તબક્કો સફળતાનો શરૂ થાય.

 

* વર્ષની શરૂઆતમાં નુકસાન-વિવાદ-બિમારીથી સંભાળવું. નોકરી-ધંધામાં વિશેષ સાવધાની રાખવી. નાણાંકીય જવાબદારીવાળા કામમાં, બેંકના, વીમાના કામમાં ચોકસાઈ-દેખરેખ-તપાસ રાખવી.

 

* સ્ત્રી વર્ગને વર્ષ આરોહ-અવરોહ રહે. પતિ-સંતાનની, પોતાના આરોગ્યની ચંિતા રહે પરંતુ વર્ષ ઉત્તરાર્ધથી રાહત થવી જાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં આળસ-બેકાળજી-મિત્રવર્ગથી તકલીફ થાય. ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય નહીં.

 

સુપ્રભાતમ્

વિદ્વાન માણસ રાજાનો આશ્રય લઈને જ પોતાની દશા સુધારી શકે છે, જેમ ચંદન વૃક્ષ મલય પર્વત સિવાય બીજે ઉછરી શકતું નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છાપાની દુકાને જઈને છગને કહ્યું, ‘‘ત્રણ ગુજરાત સમાચાર આપજો.’’
‘‘ત્રણ ગુજરાત સમાચાર ?! કેમ છે કંઈ એમાં ?’’ દુકાન દાર બોલ્યો.
‘‘ના,’’ છગને કહ્યું, ‘‘મારા બે પડોશી છે ને, મારા છાપાની રાહ જોઈને એ બેઠા હોય છે... એમને આપવા.’’

[Top]
 

આજ ની રેસીપી

નોખી વાનગી નોખા અંદાજમાં

રવા ઈડલી

 


સામગ્રી ઃ ૧ વાટકી સોજી, ૧ વાટકી ખાટું દહી, ૩/૪ વાટકી પાણી, ૧/૨ નાની ચમચી સોડા, ૩/૪ નાની ચમચી મીઠું, ૧/૪ નાની ચમચી રાઈ, ૧/૪ નાની ચમચી અડદ દાળ ધોયેલી, ૧/૪ નાની ચમચી ચણા દાળ, ૧/૪ કપ વટાણા, ૧/૪ નાની ચમચી મકાઈના દાણા.

 

રીત ઃ બધી સૂકી સામગ્રીમાં દહીં અને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. ઈડલીના સાંચામાં થોડું થોડું મિશ્રણ ભરો. માઈક્રોવેવ ડિશમાં સાંચાને મૂકી ૫-૬ મિનિટ માઈક્રોવેવ કરો. ચટણી અથવા સોસ સાથે સર્વકરો.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved