Last Update : 10-December-2012, Monday

 

દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, તેમાં ગુજરાત પણ બાકાત નથીઃ માયાવતી

કેન્દ્ર અને રાજ્ય સરકારે જંગલોની જમીન ઉદ્યોગપતિ- માલેતુજારોને વેચી છે પણ આદિવાસીઓને દારૃણ સ્થિતિમાં બહાર કાઢવા પગલાં લીધા નથી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટી આવશે તો ઉત્તરપ્રદેશની જેમ સરકાર ચલાવીશું. એમ આજે સુરતમાં જાહેરસભા સંબોધતાં માયાવતીએ જણાવ્યું હતું.
સુરતના ઉધના બીઆરસી ગ્રાઉન્ડ નજીક આજે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોની યોજાયેલી જાહેર સભામાં પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષા માયાવતીએ જણાવ્યું કે, ગુજરાતની વિધાનસભામાં સંપૂર્ણ તૈયારી સાથે અમારી પાર્ટીએ ૧૬૦ બેઠકો પર ઉમદેવારો ઊભા રાખ્યા છે અને ટિકીટ આપતી વખતે સારી છાપ ધરાવનારા ઉમેદવારોની જ પસંદગી થઇ હતી. ગુજરાતમાં અમે કોઇ પક્ષ સાથે સમજુતી કરી નથી. એકલા હાથે લડી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર પર ચાબખા મારતાં જણાવ્યું કે, દેશમાં કે અન્ય રાજ્યોમાં સત્તા ભાજપ અને કોંગ્રેસ પાસે જ છે. એનો ૬૫ વર્ષ જેટલો સમય થયો છે. પરંતુ દુઃખની વાત એ છે કે હજુ સુધી પછાત વર્ગો, શીખ, મુસ્લિમ, ઇસાઇ, પારસીઓની આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો આવ્યો નથી. ગરીબી બેરોજગારી જ જોવા મળે છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી વધુ છે. આ લોકોની રોજગારી વગર જ કેન્દ્ર અને રાજ્ય સરકારે જંગલોની જમીન ઉદ્યોગપતિઓ, માલેતુજારોને વેચી દીધી છે. આદિવસીઓને ગરીબીની દારૃણ સ્થિતિમાંથી બહાર કાઢવા કોઇ ઠોસ પગલાં ભરાયા નથી.
ઉત્તરપ્રદેશમાં પોતાના શાસન કાળની વાતો કરતાં જણાવ્યં કે, ઉત્તરપ્રદેશમાં ખેતી લાયક જેટલી સરકારી જમીન ખાલી પડી હતી, તે જમીન ત્રણ-ત્રણ એકરમાં ભાગ પાડીને બેરોજગાર, ભૂમિહીન ખેડૂતોને આપી છે. કોઇ ઉદ્યોગપતિઓને જમીનનો એક ભાગ પણ આવ્યો નથી. આના કારણે ઉત્તરપ્રદેશને ઘણા ફાયદા થયા. વળી અહીંયાં હિન્દુ-મુસ્લિમોના દંગા થવા દીધા નથી. એ અણારી મોટી સફળતા છે. જો ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર બનશે તો ઉત્તરપ્રદેશની જેમ જ સરકાર ચલાવીશું અને મજુરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા સર્વજ્ઞાાતિ સમાજને વધુને વધુ આગળ લાવવાનો પ્રયાસ કરીશું. આથી ચૂંટણીના દિવસે પોત-પોતાના મતદાન મથક પર જઇને જરૃરથી મતદાન કરજો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved