Last Update : 10-December-2012, Monday

 

યુક્રેનના ખલાસીઓનેે છોડવાનો કેન્દ્ર સરકારનો રાજ્ય સરકારને આદેશ

૨૦૧૧માં વહાણ જુહુ બીચ પર ફસાઈ પડતાં બે ખલાસીઓને ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યા હતા

મુંબઈ, તા. ૯
વિદેશ ખાતાએ રાજ્ય સરકારને જૂન-૨૦૧૧માં ધરપકડ કરાયેલા યુક્રેનના બે ખલાસીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. જુહુના દરિયાકિનારા પર તેમનું વહાણ આકસ્મિક રીતે ફસાઈ પડતાં બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ૯થી ૧૨ ડિસેમ્બર ભારતની મુલાકાતે આવ્યા છે અને શરમજનક પરિસ્થિતિથી બચવા વિદેશ ખાતાએ આ આદેશ આપ્યો છે. જોકે સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ મામલો હજી ન્યાયિક કાર્યવાહી હેઠળ હોવાથી બન્નેને છોડવાના પ્રસ્તાવનેે ધ્યાનમાં ન લઈ શકાય.
એમ વી સિબલ્ક પ્લોવરના ખલાસી કેપ્ટન વેડિમ શેપિન્સ્કી અને ચીફ ઓફિસર સેરિહ હુબેટી સિંગાપોરની કંપનીના વહાણ એમ.વી.વિઝ્ડમને કોલંબોથી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સુધી લઈ જઈ રહ્યા હતા. મુંબઈની દરિયાઈ સીમા નજીક બન્ને વહાણને જોડતો કેબલ તૂટી ગયો હતો. આ કારણે વિઝ્ડમ જહાજ વાંદરા-વરલી સી-લિન્કને અથડાશે એનો ખતરો થોડા સમય માટે રહ્યો હતો. આઇએનએસ ત્રાતામાં આમ થતું રોકવા એક ટીમ ખડે પગે ઊભી રાખી હતી, પણ અંતે એ જુહુના દરિયાકિનારે ફસાઈ પડી હતી અને ૨૦ દિવસ સુધી ફસાયેલી રહી હતી.
આ ઘટના પછી નેવલ અને કોસ્ટ ગાર્ડ સાથે સંકળાયેલા લોકોએ રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે સમગ્ર પરિસ્થિતિ માટે જવાબદાર સભ્યોને સજા આપવામાં આવે. આ પગલે સિબલ્ક પ્લોવરના ક્રુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારના ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ એસ.બી.અગ્નિહોત્રીએ એમ વી વિઝ્ડમના માલિકને તાબડતોબ વહાણને હટાવવાનું કહ્યું હતું અને ત્યાર પછી એને ખેંચીને તોડી પાડવામાં આવી હતી. ત્યારથી આ બે સભ્યોને ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યા છે.
૬ ડિસેમ્બરે વિદેશ ખાતાના સચિવ સંજય સિંહે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુદ્દો તેઓ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ સાથેની વાતચીતમાં લાવી શકે. વિદેશ ખાતા સાથે સંકળાયેલા લોકોને લાગ્યું હતું કે આ મુદ્દો દેશની સરકારને શરમજનક પરિસ્થિતિમાં મૂકી શકે એમ છે અને એટલે બન્નેને છોડી મૂકવા જોઈએ. આ ઘટનાથી કોઈ પ્રકારનું નુકસાન નહોતું થયું અને બન્ને ખલાસીઓની તબિયત પણ કથળી રહી છે એટલે તેમને છોડી મૂકવા જોઈએ એમ પણ પત્રમાં જણાવવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર સત્યપાલ સિંહને પણ આ પત્ર મોકલવામાં આવ્યો છે અને પોલીસ આ મુદ્દે થતી કાર્યવાહીનો અહેવાલ આપશે જેમાં જણાવવામાં આવશે કે બન્નેને છોડવા અત્યારે શક્ય નથી. નેવીના અધિકારીએ જણાવ્યું હતું કે દરિયાઈ બાબતોને લગતા ગુનાને અવગણી ન શકાય અને આ ખલાસીઓની બેજવાબદારીથી જ ઘટના બની હતી. આ કારણે જ તેમને સજા થવી જોઈએ એમ તેમણે અપીલ કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved