Last Update : 10-December-2012, Monday

 

ભારતના ૫૦૦ અબજ ડોલરના રિટેલ માર્કેટમાં પ્રવેશવા
વૉલમાર્ટે ચાર વર્ષમાં લોબિઇંગ પાછળ રૃ. ૧૨૫ કરોડ ખર્ચ્યા

૪૪૪ અબજનું ટર્નઓવર ધરાવતી કંપનીએ અમેરિકી સંસદમાં અનેક રજૂઆતો કરેલી

નવી દિલ્હી, તા. ૯
મલ્ટિબ્રાંડ રિટેલમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ને મંજૂરી મળતાની સાથે જ ઘણાં વર્ષોથી ભારતમાં સુપરમાર્કેટ ખોલવાની રાહ જોઇ રહેલી ગ્લોબલ રિટેલક્ષેત્રની કંપની વૉલ-માર્ટ સૌથી વધુ ખુશ હોઇ શકે. આ કંપનીએ ૨૦૦૮થી ભારતમાં પ્રવેશવા માટે લોબિઇંગ કરી રહી હતી અને તેની પાછળ અત્યારસુધી આશરે રૃ. ૧૨૫ કરોડનો ખર્ચ કરી દીધો હોવાનું મનાય છે. તેના આ નિવેદનથી સનસનાટી ફેલાઇ છે.
કંપનીએ ભારતમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે બજારમાં સુધારો થાય તેવા પ્રયાસો પણ કર્યા હતા. યુએસ સેનેટમાં કંપનીએ ફાઇલ કરેલાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨એ પૂરા થયેલાં છેલ્લાં ત્રણ મહિનામાં કંપનીએ ૧૬.૫ લાખ ડોલર (આશરે રૃ. ૧૦ કરોડ) ખર્ચી નાખ્યા છે. જેમાં ભારતમાં એફડીઆઇ પર સંબંધિત ચર્ચાનો પણ સમાવેશ થાય છે.
આ ત્રણ મહિનામાં વૉલમાર્ટે તેનો કેસ રજૂ કરવા માટે અમેરિકી સેનેટ, યુએસ હાઉસ ઑફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સ, ધ યુએસ ટ્રેડ રિપ્રેન્ઝેન્ટેટિવ (યુએસટીઆર) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટમાં લોબિઇંગ કરી હતી.
તેના ખુલાસામાં કંપનીએ કહ્યું છે કે અમેરિકામાં વિભિન્ન વિભાગો અને સંસ્થાઓમાં તેમના કેસો રજૂ કરવા માટે લોબિઇંગ કરવાની છૂટ હોય છે. પરંતુ તેમણે દર ત્રણ મહિને એ અંગે અમેરિકી સેનેટમાં ખુલાસો કરવાનો હોય છે. ૨૦૧૨માં અત્યારસુધી વૉલમાર્ટે ૩૦ લાખ અમેરિકી ડોલરથી વધુનો ખર્ચ લોબિઇંગની પ્રવૃત્તિઓ પર કર્યો છે. જેમાં ભારતને લગતી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.
વોલમાર્ટના લોબિઇંગ ડિસ્ક્લોઝર રિપોર્ટ્સ મુજબ કંપનીએ ૨૦૦૮થી સતત ભારતમાં પ્રવેશવા અંગે લોબિઇંગ કરી છે. માત્ર ૨૦૦૯માં નવ મહિના સુધી તે સક્રિય રહી નહતી. તાજેતરમાં ભારત સરકારે વિદેશી કંપનીઓ માટે મલ્ટિ-બ્રાંડ રિટેલ સેક્ટર માટે ખુલ્લું મુક્યું છે.
સંસદના બન્ને ગૃહોમાં એફડીઆઇના વિરોધની વિરોધીઓની દરખાસ્ત ઉડી જતા હવે વૉલમાર્ટ માટે પ્રવેશ સહેલો બની ગયો છે. અમેરિકામાં સુપરમાર્કેટ ચેઇન ધરાવતી અને વાર્ષિક ૪૪૪ અબજ ડોલરનું ટર્નઓવર ધરાવતી અમેરિકાની આ કંપનીના વિશ્વભરમાં ૨૨ લાખ કર્મચારીઓ છે.
હાલમાં ભારતીય રિટેલ માર્કેટ આશરે ૫૦૦ અબજ અમેરિકી ડોલર હોવાનો અંદાજ છે. હવે લોકોની વ્યક્તિગત આવક અને તેમનો બદલાતા ટ્રેન્ડને જોતાં તે ૨૦૨૦ સુધી એક ટ્રિલિયન ડોલરની સપાટી વટાવી જાય તેવી સંભાવના છે. એક ગ્લોબલ કન્સલ્ટન્સી સંસ્થાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત આંતરરાષ્ટ્રીય રિટેલર્સ માટે સૌથી વધુ પસંદગીપાત્ર સ્થળોમાં સ્થાન ધરાવે છે. આગામી પાંચ વર્ષમાં અહીં રિટેલક્ષેત્રે ૧૪-૨૦ ટકાના વિકાસ દરની અપેક્ષા સેવાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved