Last Update : 10-December-2012, Monday

 

રતન ટાટાનો ચોંકાવનારો દાવો
કૌભાંડોના કારણે દેશની છબિ ખરડાઇઃ રોકાણકારો રોકાણથી ડરે છે

કંપની માટે લાઇસન્સ આપતી સરકાર જ ત્રણ વર્ષ પછી તેને ગેરકાયદે ગણાવે છે

(પીટીઆઇ) મુંબઇ, તા. ૯
ટાટા જુથના વિદાય લઇ રહેલા ચેરમેન રતન ટાટાએ એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે કૌભાંડો અને ભ્રષ્ટાચારને કારણે ભારતની વૈશ્વિક છાપ ખરડાઇ રહી છે.એટલું જ નહીં પણ દેશમાં કરવેરા સંબંધી કાયદા પણ અટપટા છે. તે માટે દેશની સરકારે પૂર્ણ સમર્પણથી કાર્ય કરવું જોઇએ અને દેશના કાયદામાં સચ્ચાઇ (પવિત્રતા) હોવી જોઇએ.
ટાટાએ પોતાના વક્તવ્યમાં આગળ બોલતા જણાવ્યું હતું કે ભારતની આવી છાપ કદી ન હતી. અત્યારે દેશની છાપ ભ્રષ્ટ રાષ્ટ્રની બની ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રતન ટાટા ૨૮મી ડિસેમ્બરે જુથના ચેરમેનપદેથી વિદાય લઇ રહ્યા છે. તેઓ છેલ્લા ૫૦ વર્ષથી ટાટા જૂથને સેવા આપી રહ્યા છે. જેમાં ૨૧ વર્ષથી તો તેઓ ટાટા કંપનીના ચેરમેન રહ્યા છે.
રતન ટાટા ચાલુ માસના અંતે ૭૫ વર્ષ પુરા કરી રહ્યા છે. તેમણે એક કલાક કરતા વધુ સમય પત્રકારો સાથે વિતાવ્યો હતો. તેમના ટાટા જુથની સેવામાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતા. ટાટા જુથની વર્તમાન આર્થિક મજબૂતી, વ્યાવસાયિક નીતિ નિયમો ટાટાને વ્યવસાય વિકાસ માટે રતન તાતાને જવાબદાર ગણવામાં આવે છે.
તેમણે પત્રકારોને દાખલા દલીલ સાથે દરેક મુદ્દો સમજાવ્યો હતો. કાનૂની ગૂંચવાડા સંદર્ભે તેમણે સમજાવ્યું હતું કે તમે એફ.આઇ.પી.બી. પાસેથી પરવાનો લઇને કોઇ કંપની ચાલુ કરો અને ત્રણ વર્ષ પછી તેજ સરકાર તમને કહેશે કે તમારો કંપની અંગેનો પરવાનો બિનકાયદેસર છે. તમે બધુ જ ગુમાવી દો છો. આવું ન હોવું જોઇએ. કેમકે તેનાથી એક અચોક્કસાઇનું વાતાવરણ સર્જાય છે. ભારતની આવી છાપ કદી ન હતી. આવી છાપને કારણે દેશમાં મૂડી રોકાણ ક્ષેત્રે માઠી અસર પડે છે. આ બાબતે મને હચમચાવી દીધો હતો કેમ કે આ સંજોગોમાં તો કંઇપણ બની શકે છે.
રતન ટાટાએ દેશમાં વૈશ્વિકરણ, ઉદારીકરણનો યશ વડાપ્રધાન મનમોહનસિંહને આપ્યો હતો. જો કે તેમણે ભારતને ભાવિ શક્તિશાળી રાષ્ટ્ર ગણાવ્યું હતું. તેમણે વર્તમાન એફ.ડી.આઇ. સંદર્ભે જે કાંઇ પણ બન્યું તેની મૂડી રોકાણ પણ સકારાત્મક અસર થયાનું જણાવતા ઉમર્યું હતું કે તેનાથી રોકાણકારોમાં થોડો વિશ્વાસ જાગૃત થયો છે.
તેમણે વડાપ્રધાનનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમણે વૈશ્વિકરણ કર્યા પછી હવે તેમના પર ચારે તરફથી (નૈતિક) હુમલા થઇ રહ્યા છે. જે ખરેખર યોગ્ય નથી. વડાપ્રધાન કોઇ નીતિનો અમલ કર્યો તો તેમણે તે માર્ગે આગળ વધવું જ પડે. તે સમયે તમે તેમના પર ચારે દિશાથી હુમલો કરો તો તેઓ કંઇ કરી જ શકે નહી.
સગાઇપૂર્ણ મૂડીવાદ સંદર્ભે બોલતા તેમણે ઉમેર્યું હતું કે તે વૈશ્વિક બાબત છે. તેમાં આપણે આગેવાન નથી પણ કાયમી અને જાણીતા છીએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved