Last Update : 10-December-2012, Monday

 

કોમનવેલ્થ ગેમ્સની વિવિધ યોજનામાં
ખાનગી કંપનીઓ અને સરકારી ખાતાંની ૧ હજાર કરોડની કરચોરી

સીવીસીની તપાસમાં ચોંકાવનારું તથ્ય ઃ ૫૦૫ કરોડની કરચોરી માટે સરકારે નોટિસ ફટકારી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
કોમનવેલ્થ સાથે સંકળાયેલી યોજનાઓ પર કામ કરતી વખતે ઘણી ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગોએ આચરેલી કથિત ૫૦૦ કરોડ રૃપિયાથી વધુ રકમની કરચોરીની વસૂલાત કરવા નોટિસો ફટકારવામાં આવી છે.
અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મહેસૂલ વિભાગ અને દિલ્હી સરકારના વાણિજ્ય અને કર સત્તાવાળાઓએ ૫૦૫ કરોડ રૃપિયાના વેલ્યૂ-એડેડ્રટેક્સ (વેટ)ની વસુલાત કરવા નોટિસો આપી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન હેઠળ કામ કરતી મલ્ટી-જ્યુરિડિક્શન ઈન્વેસ્ટિગેશનની તપાસમાં ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગો દ્વારા ૧ હજાર કરોડ રૃપિયાની કરચોરી કરાઈ હોવાનું બહાર આવતા આ પગલું લેવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કરચોરીની વિગતો બહાર આવતા દિલ્હી અને કેન્દ્રની સરકારોએ પણ ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગોને રૃા. ૯૪.૭૧ કરોડની કર વસુલાતની નોટિસો ફટકારી હતી.
કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલી યોજનાઓમાં આચરાયેલી કથિત ગેરરીતિઓની તપાસ કરી રહેલી સીવીસી ટીમને રૃા. ૧,૦૧૪.૬ કરોડની કરચોરી થયાનું જાણવા મળ્યું હતું, સૂત્રોના જણાવ્યા અનુસાર રૃા. ૭૦૨ કરોડના વેટ, રૃા. ૨૨૮.૧ કરોડના સર્વિસ ટેક્સ અને રૃા. ૮૪.૫ કરોડના સેસની ચૂકવણી અંગેની કારણદર્શક નોટિસો આપવામાં આવી હતી. હાલમાં સીવીસી ટીમ આ કરચોરીની વસુલાત કરવાના કામમાં લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વિજિલન્સ કમિશનર આર શ્રીકુમારે પણ કરચોરીની વાતને પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં તપાસ કરવા રચાયેલી સીવીસી ટીમના તપાસમાં ૧ હજાર કરોડની કરચોરી બહાર આવી હતી.
ઉલ્લેખનીય છે કે ૩થી ૧૪ ઓક્ટોબર, ૨૦૧૦માં દિલ્હી ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ માટે સરકારના ૩૭ ખાતાઓએ આશરે ૯ હજાર જેટલી જાહેરખાતાના નાણાની યોજનાઓ અમલમાં મૂકી હતી. કથિત ગેરરીતિઓની નોંધ લેતા વડાપ્રધાન મનમોહનસિંહે ઓક્ટોબર, ૨૦૧૦માં પૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વી કે શુંગલુની અધ્યક્ષતા હેઠળની એક ઉચ્ચસ્તરીય સમિતિની નિમણુંક કરી હતી. આ સમિતિએ કથિત ગેરરીતિ અંગેના છ અહેવાલો સુપરત કર્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved