Last Update : 10-December-2012, Monday

 

ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટની હાર બાદ પસંદગીકારો આખરે જાગ્યા
ભારતીય ટેસ્ટ ટીમમાંથી યુવરાજ, ઝહીર અને હરભજનની હકાલપટ્ટી

આખરી ટેસ્ટ માટે જાડેજા, ચાવલા અને અવાનાનો સમાવેશ ઃ ભારે દબાણ છતાં કેપ્ટન્સી છોડવાનો ધોનીનો ઇનકાર ઃ ત્રીજી ટેસ્ટ ૧૩મીથી નાગપુરમાં

કોલકાતા,તા.૯
ભારે નાલેશી અને શરમજનક દેખાવની સાથે ભારતનો ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં સતત બીજો પરાજય થયો હતો. ભારતીય ટીમમાં કેપ્ટન ધોનીથી લઇને તેંડુલકર અને સેહવાગને બદલી નાંખવાની ઉગ્ર માંગણી છતાં સંદિપ પાટિલની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ નાગપુરમાં રમાનારી ચોથી ટેસ્ટ માટેની ટીમમાં ત્રણ ફેરફાર કરતાં યુવરાજ, ઝહીર અને હરભજનની હકાલપટ્ટી કરી હતી. શ્રેણીમાં ભારત ૧-૨થી પાછળ છે અને હવે શ્રેણીની હારથી બચવા માટે તેને ૧૩મીથી શરૃ થનારી નાગપુર ટેસ્ટ જીતવી જ પડે તેમ છે, આવી સ્થિતીમાં પસંદગીકારોએ ઘરઆંગણાના ક્રિકેટમાં જોરદાર દેખાવ બદલ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, સ્પિનર પીયુષ ચાવલા અને ફાસ્ટ બોલર પરવિન્દર અવાનાને ટીમમાં સામેલ કર્યા હતા.
પસંદગીકારો કેપ્ટન સહિતની ટીમના દેખાવથી ખુશ નથી તેમ બોર્ડની સચિવ જગદાલેએ કહ્યું હતુ જો કે ચાલુ શ્રેણીમાં તેઓએ મોટા ફેરફારો કરવાનું ટાળ્યું હતુ. આ સિવાય ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૨૦ ડિસેમ્બરે પૂણેમાં અને ૨૨ ડિસેમ્બરે મુંબઇમાં રમાનારી ટ્વેન્ટી-૨૦ માટેની ટીમ પણ જાહેર કરવામા આવી હતી, જેમાં સેહવાગ અને ઝહીરને સામેલ કરવામાં આવ્યા નથી, જ્યારે ઉત્તર પ્રદેશના ઓલરાઉન્ડર ભુવનેશ્વર કુમાર અને પરવિન્દર અવાનાને ટીમમાં તક મળી હતી. જાડેજાએ તાજેતરમાં જ ચાલુ સિઝનની બીજી અને ઘરઆંગણાના ક્રિકેટમાં ત્રીજી વખત ત્રેવડી સદી ફટકારીને આવી સિધ્ધિ મેળવનારા પ્રથમ ભારતીય તરીકેનુંગૌરવ મેળવ્યું હતુ અને તેના ફળ સ્વરૃપે પસંદગીકારોએ તેને ટીમમાં તક આપી હતી.
દરમિયાનમાં કેપ્ટન્સી છોડવાના ભારે દબાણ છતાં ધોનીએ કહ્યું હતુ કે, હાલમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં છે અને તેમને મારી ખુબ જ જરૃર છે. હું મારી જવાબદારીઓથી ભાગવા માંગતો નથી. કેપ્ટન્સી અંગેનો નિર્ણય મારે કરવાનો નથી પણ મારા પક્ષને રજુ કરું તો હું જવાબદારી છોડી ભાગવા માંગતો નથી. હું ટીમને ફરી બેઠી કરીશ. ધોનીએ કોલકાતામાં મળેલી હાર માટે કંગાળ બેટિંગને જવાબદાર ગણાવતા કહ્યું કે, અમારા બેટ્સમેનોએ વધુ જવાબદારી ઉઠાવવી પડશે. અમારે એટલા રન તો કરવા જ પડશે કે જેથી અમારા બોલરોને છુટ મળી શકે.
ભારતીય ટેસ્ટ ટીમ ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, પૂજારા, તેંડુલકર, કોહલી, જાડેજા, ચાવલા, અશ્વિન, ઓઝા, ઇશાંત, રહાને, ડિન્ડા, એમ.વિજય, અવાના.
ભારતની ટી-૨૦ ટીમ ઃ ધોની (કેપ્ટન), ગંભીર, રહાને, કોહલી, રોહિત શર્મા, રૈના, યુવરાજ, તિવારી, અશ્વિન, જાડેજા, ચાવલા, ડિન્ડા, બી.કુમાર, એલ.બાલાજી, અવાના.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved