Last Update : 10-December-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
- દિલ્હીના નઝફગઢથી એક કિલોમીટર દૂર આવેલું દિચાઉં કલા ગામ આખા દિલ્હીને કોબી પૂરી પાડે છે. આસપાસના વિસ્તારના લોકો કહે છે કે જેમ ગલ્ફ દેશોમાં ખનીજતેલ નીકળે છે તેમ દિચાઉં કલા ગામમાં કોબી ઊગે છે. ગામમાંથી રોજના આશરે ૪૦૦ ટેમ્પા ભરીને કોબી શાકભાજી બજારોમાં વેચાવા જાય છે.
- પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુનું કહેવું છે કે દેશની ૯૦ ટકા જનતા 'મૂર્ખ' છે. દેશમાં છાશવારે નજીવી બાબતોમાં થઈ જતા કોમી રમખાણોનો ઉલ્લેખ કરતા કાત્જુએ લોકોને સલાહ આપી છે કે શાણા બનો અને આવી ધિક્કાર ફેલાવતી વાતો પાછળ રહેલા અસલી ચહેરાઓને ઓળખો.
- પંજાબના ગુરદાસપુર ખાતે અકાલી દળના નેતા પરમજિતસિંહ લાડીના ભત્રીજાએ જાહેરમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલો માર માર્યો અને કપડાં ફાડી નાખ્યાં. હજુ ગયા બુધવારે જ અકાલીદળના ભૂતપૂર્વ નેતા રણજિતસિંહ રાણાએ પોતાની પુત્રીની કથિત છેડતી કરવા બદલ રવિન્દ્રપાલસિંહ નામના પોલીસ અધિકારીને ઠાર મારેલો.
- બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે વડાપ્રધાન મનમોહનસિંહ સમક્ષ ફરી વખત બિહાર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવાની માંગ કરી છે. નીતિશકુમારનું કહેવુ છે કે બિહારને રાષ્ટ્રીય સરેરાશે પહોંચતા ઓછામાં ઓછા ૩૦ વર્ષ લાગી જશે. ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ પદ ટેકો આપતી વખતે કોંગ્રેસ અને નીતિશકુમાર વચ્ચે બિહારને વિશેષ દરજ્જા સહિતની પડદા પાછળની સમજુતી થઈ હોવાનું મનાતું હતું પણ નીતિશનીએ માંગ પૂરી થઈ નથી.
- તૃણમૂલ કોંગ્રેસે આજે જાહેરાત કરી છે કે પેન્શન અને વીમા ક્ષેત્રમાં એફડીઆઈનો વિરોધ કરવાનું તેઓ ચાલુ રાખશે. પેન્શન બિલ અને ઈન્સ્યોરન્સ બિલની વિરુદ્ધમાં સંસદમાં મત આપવાની તૃણમૂલ કોંગ્રેસ જાહેરાત પણ કરી દીધી છે.

આંતરરાષ્ટ્રીય
- અમેરિકાના વોશિંગ્ટનમાં ગયા ગુરુવારે સજાતીય લગ્નને કાયદેસરતા મળતાની સાથે જ સેંકડો યુગલોએ લગ્ન કરવા લાઇન લગાવી છે. છેલ્લા દસ વર્ષથી સાથે રહેતા સારા અને એમિલી કોફર સિએટલના કિંગ કાઉન્ટી કોર્ટહાઉસ ખાતે લગ્નગ્રંથિથી જોડાઇને વોશિંગ્ટનના સૌપ્રથમ સમલિંગી લગ્ન કરનાર દંપતી બન્યા છે.
- ઇટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિઓ બર્લુસ્કોનીએ જાહેરાત કરી છે કે તે ફરી વખત વડાપ્રધાન પદની રેસમાં ઝુકાવશે. ૨૦૧૧માં ઇટાલીની આર્થિક કટોકટીના પગલે અને સેક્સ સ્કેન્ડલમાં સંડોવાતા બર્લુસ્કોનીએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દેવું પડયું હતું.
- પાકિસ્તાનના ઉત્તરી વઝિરીસ્તાનના આદિવાસી વિસ્તારમાં આજે અમેરિકી માનવરહિત ડ્રોન વિમાનોએ હુમલો કરતા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનની પોતાની ધરતી પરના આવા હુમલાઓ બંધ કરવાની રાડારોળને ધરાર અવગણીને અમેરિકાએ આતંકવાદીઓનો સફાયો ચાલુ રાખ્યો છે.
- અફઘાનિસ્તાનના ગુપ્તચર વડા ઉપર હુમલો કરનાર સ્યુસાઇડ બોમ્બર પાકિસ્તાનથી આવ્યાનો દાવો અફઘાન પ્રમુખ હમીદ કરઝાઇએ કર્યો છે. જવાબમાં પાકિસ્તાને હુમલા અંગે મળેલી માહિતી પહોંચતી કરવાનો પોતાનો જૂનો પુરાણો સૂર આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇ પર હુમલો કરનાર આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા એ જગજાહેર છે છતાં પાકિસ્તાન એ માટેના પુરાવા માંગ્યા કરે છે.
- લિબિયાના બેન્ગાઝી શહેર ખાતેના અમેરિકી દૂતાવાસ પરના આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા મોહમ્મદ જમાલ અબ્દો અહેમદ નામના ઇજિપ્તના આતંકવાદીની ઇજિપ્તની ગુપ્તચર શાખાના અધિકારીઓએ ધરપકડ કરી છે. જો કે બેન્ગાઝી ખાતેના હુમલામાં અબ્દો અહેમદની ભૂમિકા હજુ સ્પષ્ટ થઇ નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved