Last Update : 10-December-2012, Monday

 

કેન્દ્રએ મોકલેલા ફંડનો સાચો ઉપયોગ થતો નથી
ગુજરાતમાં અમુક લોકોનો જ વિકાસ ઃ મનમોહન

માનવ વિકાસમાં ગુજરાતનો ૨૦માંથી ૧૮મો નંબર, આ છે ગુજરાતનો વિકાસ ઃ કોંગ્રેસ સમાજના વિભાજનમાં માનતી નથી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.૯
નવસારી જીલ્લામાં વાંસદામાં દેશના વડાપ્રધાન મનમોહનસિંહે ચૂંટણી સભાને સંબોધી ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આદિવાસી વિસ્તાર માટે કેન્દ્ર સરકાર દ્વારા જે ફંડ મોકલવામાં આવે છે તેનો ગુજરાત સરકાર યોગ્ય ઉપયોગ કરતી નથી. જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવે તો કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી સર્વાંગી વિકાસ થશે અને દરેક યોજનાઓનો પૂેપૂરો અમલ થશે. હ્યુમન ડેવલપમેન્ટમાં ૨૦ રાજ્યોમાં ગુજરાતનો નંબર ૧૮મો હોવાનું વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું.
વાંસદા ખાતેની જાહેરસભામાં વડાપ્રધાન મનમોહનસિંહે આદિવાસી વિસ્તાર સાથે સમગ્ર ગુજરાતનો વિકાસ કરવા માટે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, તમારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. મને એ જાણીને અફસોસ થયો છે. ભારત સરકાર તમારા વિસ્તારના વિકાસ માટે જે ફંડ મોકલે છે તે ફંડનો ઉપયોગ અહીંની રાજ્ય સરકાર પુરતો કરતી નથી તેથી આ સમસ્યા છે.
ગુજરાતના વિકાસ અંગેની વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતની પ્રજા મહેનતું છે. તેના કારણે ભારતમાં જ નહીં પણ પુરી દુનિયામાં જાણીતી છે. ૧૯૬૦ થી ૧૯૭૦ના દસકામાં કોંગ્રેસના શાસનમાં ગુજરાતના વિકાસની ઇંટ મુકાઇ હતી. ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં કોંગ્રેસના શાસનમાં જ ગુજરાતના વિકાસમાં તેજી આવી હતી.
પ્રગતિની વાત કરીએ છીએ ત્યારે સવાલ એ ઉઠે છે કે, આ પ્રગતિનો ફાયદો છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે ખરો ? પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે, ગુજરાતની સરકાર આ મામલામાં નિષ્ફળ રહી છે. ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં ૪૧ ટકા મહિલાઓ કુપોષણથી પીડાઇ રહી છે. ૧૫ થી ૪૯ વર્ષની મહિલાઓમાં ૫૫ ટકા મહિલાઓ એનિમાથી પીડાઇ રહી છે.
કોંગ્રેસે હંમેશા સમાજને જોડવાનું કામ કર્યું છે. ધર્મ, ક્ષેત્ર, જાતિ અથવા સમુદાયમાં તિરાડ પડે તો આપણે રાષ્ટ્રના રૃપમાં આગળ વધી ન શકીએ વિપક્ષી પક્ષોની જેમ અમે સમાજને વિભાજીત કરવાનું કામ કરતા નથી. આવી રાજનીતિ યોગ્ય નથી. વધુ સમય કોઇ રાજકીય પક્ષને પણ ફાયદો પહોંચાડતી નથી. હવે આવી રાજનીતિ કરનારાથી ગુજરાતને છૂટકારો અપાવવાનો સમય આવ્યો છે. એ લોકોને સત્તામાં ન આવવા દઇએ જેઓ સમાજ અને દેશને વિભાજીત કરીને મત માગવાનો પ્રયાસ કરે છે.
સમાજના કમજોર તથા અલ્પસંબિત (લઘુમતિ) સુરક્ષિત રાખવાની સરકારની જવાબદારી છે. ગુજરાત સરકાર આ જવાબદારી પર બિલકુલ ધ્યાન આપતી નથી. વારંવાર ફરિયાદ આવે છે લઘુમિત કેટલાક તબક્કામા પોતાને અસુરક્ષિત સમજે છે. અહીના રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓએ પણ આવી ફરિયાદ કરી છે. જે આપણા દેશ માટે દુઃખની વાત છે. જો ગુજરાતમાં કોંગ્રસની સરકાર બનશે તો ગુજરાતમાં તમામ લોકો સુરક્ષિત રહેશે.
આજના સમયમાં શિક્ષણનું ઘણું જ મહત્વ છે. પણ ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા યોગ્ય નથી. અનેક આદિવાસી બાળકો પ્રાયમરીનું શિક્ષણ પુરૃં કરી શકતા નથી. ગુજરાત સરકારની બેદરકારીના કારણે આદિવાસી બાળકો અન્યોની તુલનામાં અભ્યાસમાં ઘણા પાછળ છે. અનેક લઘુમતી બાળકો શાળા પ્રવેશથી વંચિત રહે છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, જો દેશના ૨૦ મુખ્ય રાજ્યોમાં હ્યુમન ડેવલપમેન્ટની વાત કરો તો ગુજરાત ૧૮મા નંબરે આવે છે. તમારે વિચારવાનું છે કે આનું કારણ શું છે ? ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધા સારી નથી. આ રાજ્યના અનુસિચત જનજાતિના ભઇ-બહેનોમાં કુપોષણ રાષ્ટ્રીય દરથી વધારે છે. ગુજરાતના ગ્રામિણ વિકાસ માટે કેન્દ્ર સરકાર જે ફંડ મોકલે છે તેનો મોટો ભાગ ખર્ચ કરવામાં આવતો નથી.
ગુજરાતમાં આજે વિકાસ માત્ર કેટલાક લોકો માટે જ થઇ રહ્યો છે. અહીં વસ્તીનો મોટો હિસ્સો આર્થિક પ્રગતિથી અછૂત છે. અહીંના સરકારના કામોથી સમાજમાં અસમાનતા વધી રહી છે.
કોંગ્રેસે હંમેશા આમ આદમીનો વધુ ખ્યાલ રાખ્યો છે. દેશના દરેક બાળક સુધી પ્રાથમિક શિક્ષણ પહોંચાડવું છે. આજે દેશમાં ૧૨ કરોડ બાળકો શાળામાં મધ્યાહન ભોજન લઇ રહ્યા છે. ગુજરાતમાં એક કરોડ પરિવાર નારેગા યોજનાનો લાભ લે છે. ભારત નિર્માણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામિણ વિસ્તારમાં વિજળી, પીવાનું પાણી, સિંચાઇ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ખેતીના ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે જે પગલાં ભર્યા છે. તેના કારણે ઉત્પાદન વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના કરોડોના દેવામાં માફી આપી છે.
સામાન્ય માણસ તથા કમજોર માટે યુપીએ સરકારની જે યોજના છે. તનો પુરો લાભ ગુજરાતના લોકોને મળતો નથી. જો તમે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવશો તો કેન્દ્ર-રાજ્યના સંકલનમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે.
છેલ્લા ૧૦ વર્ષમાં સરદાર સરોવર યોજનાનું ૨૬ ટકા જ કામ થયું છે. જો કોંગ્રેસ સરકાર આવશે તો આ કામ મંડળ થશે. ગુજરાતનો સાચી દિશામાં વિકાસ થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનિયા ગાંધી ૬૬નાં થયાં ઃ વડાપ્રધાન સહિતના નેતાઓએ શુભેચ્છા પાઠવી
૨૦૧૭ સુધીમાં દેશમાં મોબાઈલ ટાવરોની સંખ્યા સવા ચાર લાખ થશે

યેદીયુરપ્પાએ નવા પક્ષ કર્ણાટક જનતા પાર્ટીની વિધિવત્ જાહેરાત કરી

સિંચાઈ 'કૌભાંડ'માં સરકારના 'શ્વેતપત્ર' સામે વિપક્ષો લાવ્યા 'બ્લેક પેપર'
જેડી (યુ)ના બળવાખોર સાંસદ કુશવાહે પક્ષ અને હોદો છોડયો
ભારત ૩૫ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ નારાજગી દર્શાવી

કેપ્ટન ધોની અને તેંડુલકર સેહવાગને લાસ્ટ ચાન્સ અપાયો?

જસિંતાના મૃત્યુ અંગે પોતે કશું ખોટું ન કર્યાનો ઓસ્ટ્રેલિયન રેડિયોનો દાવો

ઇન્ટરનેટ પર અમેરિકાના એકહથ્થુ નિયંત્રણો સામે રશિયા-ચીનનો વિરોધ
તોઇબાના પાક.માં કેમ્પની તસવીરો સહિતના પુરાવા કોર્ટને અપાયા

ઇજિપ્તના પ્રમુખ મુર્સીની પીછેહટ ઃ આપખુદ સત્તાનો આદેશ રદ

વધુ એક ક્રાંતિઃ તમારો નવો બોસ કોમ્પ્યુટર હોઇ શકે
ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ઃ પાકિસ્તાન સામેની હાર સાથે ભારત બ્રોન્ઝ ચૂક્યું
રાજસ્થાનના ૨૯૪ રન સામે ગુજરાતના એક વિકેટે ૧૦૪
 
 

Gujarat Samachar Plus

ઓફિસમાં સુંદર અને સ્માર્ટ દેખાવુ જરૃરી છે
સામાજિક રીતે આ ઢીંગલી કેટલી યોગ્ય છે?
નાની વયથી જ બાળકોમાં છવાય છે મોબાઇલમેનિયા
'સ્લીમ'ના ચક્કરમાં સુકડું ના બનશો
ગર્લ્સની શિર શણગાર હેડબેન્ડ
 

Gujarat Samachar glamour

હવે પ્રભુદેવા મ્યૂઝિકલ ફિલ્મ બનાવશે
બે વર્ષમાં સોનાક્ષીની ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી
સલમાનની નવી ફિલ્મનું પાત્ર તેરે નામ જેવું હશે
ઓેેલિમ્પિક વિજેતા વિજેન્દર સિંહ બોલીવુડમાં પ્રવેશવા આતૂર
હંુશ્રીદેવીની શિષ્યા છુંઃ ક્લોડિયા સેસ્લા
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved