Last Update : 08-December-2012, Saturday

 

૧૯૯૩થી શરુ થયેલ સ્માર્ટ ફોન સર્વત્ર છવાયો
જરૃરિયાત પ્રમાણે સ્માર્ટ ફોનમાં ફેરફારો થતા ઉપયોગી બન્યો

 

આઇફોન આવ્યો તે પહેલાં અનેક સંશોધનો થયા ઃ આસાન કોમ્યુનિકેશન

 

ટેલિફોન પછી પેજર પછી મોબાઇલ ફોન અને હવે સ્માર્ટફોને કોમ્યુનિકેશનને આસાન બનાવી દીધું છે સ્માર્ટ ફોનનો ઇતિહાસ ૧૯૯૩થી શરુ થયો હતો. ૧૯૯૩માં આઇબીએમ સિમોને એક પર્સનલ કોમ્યુનિકેટર બહાર પાડયું હતું. તે પ્રથમ સ્માર્ટ ફોન હતો સિમોનમાં મોબાઇલ ફોન, પેજર, ફેક્સ મશીન વગેરે હતા તેમાં કેલેન્ડર, એડ્રેસ બુક, વર્લ્ડ ક્લોક, કેલક્યુલેટર, નોટપેડ વગેરે હતા ગેમ્સનો પણ તેના નવા વર્ઝનમાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ ૧૯૯૬માં નોકિયા કોમ્યુનિકેટર આવ્યું જે પેન્સિલ મુકવાના કંપાસ જેવું હતું. જેમાં કિ-બોર્ડ હતું તે ઓએસીવી ૩.૦ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતું હતું. ત્યારબાદ તેના સ્થાને નોકિયા ૯૧૧૦ અને નોકિયા ૯૧૧૦-આઇ આવ્યા હતા. આમ, ૧૯૯૩થી શરુ થયેલી સ્માર્ટ ફોનની યાત્રા આજે ૨૦૧૨ના અંતે સેમસંગ ગેલેક્સી નોટ-ટુ પર પહોંચી છે.
નોકિયા કોમ્યુનિકેટર પછી ૧૯૯૭માં બજારમાં યુ.એસ.-૮૮ જોવા મળ્યો હતો. આ ડિવાઇસના પગલે સ્માર્ટફોન નામનો શબ્દ ફરતો થયો હતો. ૧૯૯૯માં ક્યોસેરા વીપી-૨૧૦ જોઈને સૌને આશ્ચર્ય થયું હતું કે તે દુનિયામાં સૌ પ્રથમ એવું ડિવાઇસ હતું કે જેમાં ઇન-બિલ્ટ કેમેરો હતો. જાપાનની ક્યોસેરા કંપનીએ તેને બજારમાં મૂક્યો હતો. તે ફેસ-ટુ-ફેસ કોમ્યુનિકેશન અર્થાત્ સામ-સામે સંવાદ માટે તૈયાર કરાયો હતો. એટલે જ તેમાં કેમેરો આગળના ભાગે ફીટ રખાયો હતો તેમાં ક્લિક બટન બાબતે વિવાદ થયો હતો.
૨૦૦૦ના વર્ષમાં સિંબિયન બજારમાં આવ્યો તે સમયે એરિકશનના હાર્ડવેરની ડિમાન્ડ હતી પરંતુ સિંબિયન વિશ્વભરમાં લોકજીભે ચઢી ગયો હતો કેમ કે તે કોમ્પેક્ટ અને સાઇઝમાં નાનો હતો. ૨૦૦૦ના વર્ષના અંતમાં જ્યારે સિંબયનની ચર્ચા ચાલતી હતી ત્યારે એરિક્સન ટી-૩૬ બજારમાં આવ્યો હતો. તેમાં બ્લ્યુટ્રુથ ઇનબીલ્ટ હતું આજે દરેક સ્માર્ટ ફોન બ્લ્યુટ્રુથ સામાન્ય બની ગયું છે પરંતુ એરિક્સન ટી-૩૬થી બ્લ્યુટ્રુથ સ્માર્ટ ફોનમાં ઇનબિલ્ટ થવા લાગ્યું હતું એમ કહી શકાય.
૨૦૦૧માં ક્યોસેરા- ૬૦૩૫ છવાઈ ગયો હતો. તેમાંથી વાયરલેસ ફોન સર્વિસ હતી. વેરીએશનના આધારે ચાલતા આ ફોન એક એવો સ્માર્ટ ફોન બન્યો કે તે સમગ્ર અમેરિકામાં છવાઈ ગયો હતો.
૨૦૦૨માં બ્લેકબેરી ૫૮૧૦ બજારમાં જોવા મળ્યો હતો. તેનાથી ઓફિસ કોમ્યુનિકેશન આસાન થઈ ગયું હતું. ટુ-વે પેજર સિસ્ટમ જેવા બ્લેકબેરી મેનેજમેન્ટ ક્ષેત્રે બહુ મહત્ત્વના બની ગયા હતા.
આ બધા જ ફોનની સિસ્ટમ કરતા અનેકગણા વધુ સ્માર્ટ એવા આઇફોન ૨૦૦૭માં બજારમાં આવ્યો ત્યારે તે પ્રથમ મલ્ટીટચ સ્માર્ટ ફોન તરીકે ઓળખાતો હતો. સ્ક્રીનપર ટાઇપ કરવાનો નવો અનુભવ જોઈ લોકો રોમાંચિત થઈ જતા હતા. આઇફોન પહેલાં ૨૦૦૫માં ગુગલે લિનિક્સ પર આધારિત એન્ડ્રોઇડ ફોન એચટીસી બજારમાં મૂક્યો હતો.
ત્યારબાદ ૨૦૦૮માં તો સ્માર્ટ ફોન સર્વત્ર છવાઈ ગયો હતો ૨૦૧૧માં નોકિયા લુમિયા બજારમાં આવ્યો વિન્ડોઝફોન ઓએસ સાથે લુમિયા ૭૧૦ અને લુમિયા ૮૦૦ દ્વારા સ્માર્ટ ફોનમાં મોટું પરિવર્તન આવ્યું હતું. ત્યારબાદ ૨૦૧૨માં સેમસંગ ગેલેક્સી નોટ-ટુ આવ્યું ૧૨૮ જીબી સ્ટોરેજના કારણે તેની ખૂબ પ્રશંસા થઈ હતી.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે નોકિયાનો એક સમયે સ્માર્ટ ફોન ક્ષેત્રે દબદબો હતો આજે સેમસંગે તેને ઘણું દૂર હડસેલી દીધું છે.
૨૦૦૨માં નોકિયાએ ભારતમાં પહેલો સિંબિયન સ્માર્ટ ફોન નોકિયા ૭૬૫૦ લોન્ચ કર્યો ત્યારે તેની કિંમત ૩૬ હજાર રૃપિયા હતી. ૨૦૦૪માં ભારતમાં બ્લેકબેરી ૭૭૩૦, બ્લેકબેરી ૭૨૩૦ અને બ્લેકબેરી ૬૨૩૦ આવ્યા હતા તેની કિંમત ૧૮થી ૩૨ હજાર જેટલી હતી. ૨૦૦૯માં બ્લેકબેરીનો પોસ્ટપેઇડ પ્લાન દર મહિને રૃા. ૧૨૦૦નો હતો. ત્યારે એચટીસી અને ભારતી એરટેલ પણ પહેલા એન્ડ્રોઇડ ફોન લઈને આવ્યા હતા. જેની કિંમત અંદાજે રૃા. ૨૯થી ૩૦ હજાર જેટલી હતી જેની કિંમત અંદાજે ૨૯થી ૩૦ હજાર જેટલી હતી. ૨૦૧૦માં ઇ-૧૧૦ અને રૃા. ૧૦ હજારની રેન્જવાળા બજારમાં મૂકાયા હતા. આ સમય દરમ્યાન જ માઇક્રોમેક્સે એન્ડ્રોઇડે એ-૬૦ લોન્ચ કર્યો હતો જેની કિંમત ૬૯ હજાર રૃપિયા હતી. ૨૦૧૧માં બ્લેકબેરીએ તેની કિંમતમાં ઘટાડો કર્યો હતો.
૨૦૧૧ના મધ્યમાં આઇડિયાએ ૩-G સ્માર્ટ ફોન બજારમાં મૂક્યો હતો. આઇડિયાએ તેની માર્કેટિંગની જાહેરાતમાં લખ્યું કે તેમના ફોન સૌથી સસ્તા એન્ડ્રોઇડ ફોન છે જેની કિંમત ૬૦૦૦ રૃપિયા જેટલી હતી.
૨૦૧૨માં તો સ્માર્ટ ફોન ક્ષેત્રે પવન ફૂંકાયો હતો. સ્પાઇસના સ્માર્ટ ફોન પણ બજારમાં જોવા મળ્યા હતા. આ સમય દરમ્યાન પ્રિ-પેઇડ એવા મહિને રૃા. ૧૨૯ ભરવાનો પ્લાન પણ બજારમાં આવ્યા હતા.
ભારતમાં સ્માર્ટ ફોન વાપરનારાઓની સંખ્યા વધી રહી છે. સ્માર્ટ ફોનના ભાવો ઘટે તો હજુ વધુ લોકો તેનો ઉપયોગ કરી શકે છે. સ્માર્ટ ફોન એટલે હથેળીમાં સમાવી શકાય એવું નાનું કોમ્પ્યુટર ! આ ક્ષેત્રે સ્માર્ટ ફોનના કારણે ક્રાંતિ આવી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 

 

 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved