Last Update : 08-December-2012, Saturday

 
રાહુલ ગાંધી શું કોંગ્રેસની નૌકા પાર ઉતારી શકશે?
૨૦૧૪ની ચૂંટણી માટેની સમન્વય સમિતિના પ્રમુખ એટલે ચૂંટણી જંગનો સેનાપતિ જ ખુદ મુંઝવણભરી સ્થિતિમાં!
આ સેનાપતિના જે સરદારો છે એ અગાઉ હારી ચુકેલા છે... એવા સરદારો લડાઈ કઈ રીતે જીતાડી શકવાના?
કોંગ્રેસ સિવાયના પક્ષોની સ્થિતિ વળી કોંગ્રેસ કરતાં પણ ખરાબ!

૨૦૦૮, ૧૪ માર્ચ.
સ્થળ સોનિયા ગાંધીનું સરકારી નિવાસસ્થાન. એટલે કે નઈ દિલ્લીમાં ૧૦, જનપથ.
પ્રસંગ હતો સોનિયા ગાંધી રાજકારણમાં સક્રિય થયા એને ૧૦ વર્ષ પૂરા થવાનો દિવસ.
૧૯૯૮ સુધી સોનિયા ગાંધી રાજકારણથી દૂર વિધવા તરીકે એક ખૂણામાં પડયા રહેલા. રાજકારણે એના સાસુ અને પતિનો ભોગ લીધેલો એટલે રાજકારણ માટે એમને તિરસ્કાર થાય એ સ્વાભાવિક છે. (આવો ભોગ આપણા દેશના ભાજપ કે બહુજન સમાજ કે સમાજવાદી પક્ષ કે બીજા કોઈ પક્ષને નથી આપવો પડયો. ભાજપના દરેક પક્ષ નેતાએ આપણા દેશની આઝાદી માટે પણ જરાય ઘસરકો પણ નથી સહ્યો!... પછી ભોગ આપવાની તો વાત જ ક્યાં આવી?)
સોનિયા વિના પોતાનો ઉધ્ધાર નથી એમ સમજીને કોંગ્રેસીઓ સોનિયાને મનાવવા ત્રાગા કરવા લાગેલા. અંતે સોનિયા ગાંધીને કેટલાક કોંગ્રેસીઓએ મનાવ્યા. ઈટલીમાં જન્મીને ત્યાં જ ઉછરેલી એ ભારત દેશની દિશા પણ નહિં જાણનાર સોનિયાને પણ પોતાના સંતાનોના ભાવિનો ખ્યાલ હશે એટલે કે પોતાના પતિની અધૂરી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને કે પોતાના પતિના પક્ષને જીવાડવાના ખ્યાલથી સોનિયાએ રાજકારણમાં આવવા મન મનાવ્યું.
એ રીતે સોનિયા ગાંધી રાજકારણમાં આવ્યા પછી પેલી મરણ પથારીએ પડેલી કોંગ્રેસ એમના પ્રયત્નોના કારણે બેઠી થઈ, એટલું જ નહીં પણ એમને વડાપ્રધાન પદે બેસવાની તક આપવામાં આવી પણ એમણે, જે દેશના નેતાઓ વડાપ્રધાન બનવા માટે વર્ષોથી ત્રાગા કરે છે, ધમપછાડા કરે છે, કાવાદાવા કરે છે, એ દેશમાં એમણે એ જ દેશની ત્યાગની સંસ્કૃતિ મુજબ વડાપ્રધાન પદની ખુરશીને જતી કરી. કોંગ્રેસ એને ત્યાગ કહીને નવાજે છે અને ભાજપ જેવા વિરોધપક્ષો એને વિદેશી મૂળનો મુદ્દો બનાવી બનાવટ કહે છે.
એ જે હો તે, પણ એ ૨૦૦૮ના ૧૦ માર્ચના દિવસે સોનિયા ગાંધીના નિવાસે જે કોંગ્રેસીઓ 'ચમચાગીરી' (રાજકારણમાં ચમચાગીરીનું સામ્રાજ્ય હોય છે... પછી એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, મમતા હોય, મુલાયમ હોય કે માયાવતી હોય કે સંઘ હોય! ચમચાગીરી નહીં કરનાર ફેંકાય જાય છે.) કરવા ગયેલા એ એક ઔપચારિકતા જ હતી પણ એ લાઈનમાં વડાપ્રધાન મનમોહનસિંહ પણ હતા કારણ કે ૨૦૦૪માં સોનિયાએ વડાપ્રધાનની ખુરશી છોડેલી ત્યારે ક્યાંય ખૂણામાં આરામ કરતા બિનકોંગ્રેસી ચૂંટણી પણ નહીં લડેલા મનમોહનસિંહને શોધીને વડાપ્રધાનની ખુરશી પર બેસાડેલા.
એ જ સોનિયા ગાંધી આજે એક સાથે ઘણા મોરચા ઉપર લડી રહ્યા છે. એમાંનો એક મોરચો પોતાની જ તબિયતનો છે. એ કરતાં પણ વધુ ચિંતા એમને પોતાના દિકરા, નહેરુ ગાંધી કુટુંબના વારસ, કોંગ્રેસને જીવાડવા માટેની એક માત્ર આશા રાહુલ ગાંધીની નાકામયાબીની છે. દરેક પ્રકારના પ્રયત્નો, મહેનત અજમાવવા છતાં રાહુલ ગાંધી પોતાનો પ્રભાવ પાડવામાં નાકામયાબ રહ્યા છે.
મનમોહન સરકારને કઈ રીતે ટકાવવી કે જમાઈ રોબર્ટ વાડ્રા ઉપર આવેલા વાદળો કઈ રીતે દૂર કરવા વગેરે પ્રશ્નો કરતાં વધુ તો રાહુલનો પ્રશ્ન એમને વધુ મુંઝવી રહ્યો છે. રાહુલે જો કામયાબી જરાપણ દેખાડી હોત તો સોનિયા માટે બીજા બધા પ્રશ્નો ગૌણ હતા.
કોંગ્રેસ અને ગાંધી કુટુંબના પરમ ભક્ત નેતાઓમાંના એક નેતા મણિશંકર અય્યર નામના છે. કેન્દ્રમા તેઓ પ્રધાન પણ રહી ચુક્યા છે. એ એક વાત કરે છે કે, ''૧૯૮૯ની વાત છે. રાજીવ ગાંધી સાથે હું પણ દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. મોટાભાગે રાતના મોડું થઈ જતું હતું પરંતુ આગલા દિવસનો પ્રવાસ કરવા વહેલા નીકળવું પડતું હોવાથી અમારે ત્રણચાર વાગે ઊઠી જવું પડતું હતું. અમારી સાથે રાહુલ ગાંધી પણ હતા. જો કે ઉંમરમાં ત્યારે તેઓ ઘણા નાના હતા. રાહુલ દરરોજ જોતા હતા કે પોતાના પપ્પાને કેવું પૂરું ઊંઘવાનું પણ નથી મળતું. અંતે એક દિવસ રાહુલે રાજીવ ગાંધીને કહ્યું કે, ''પપ્પા, આપ જ્યારે ઈન્ડિયન એરલાઈન્સમાં હતા ત્યારના દિવસો વધુ સારા હતા. આપ પાયલોટ હતા અને રાજકારણમાં નહોતા પડયા'' એ પછી રાહુલે ધીરે રહીને કહ્યું કે, ''પપ્પા, આપણે ફરીથી એ જ જીવન જીવવું જોઈએ.'' ત્યારે રાજીવે કહ્યું કે, ''બેટા, હવે હું એમ ન કરી શકું કારણ કે હવે મારી ઉપર દેશની જનતાને ભરોસો છે એટલે પાછા ફરવાનો વિચાર જ ન કરાય.'' ટૂંકમાં, રાજકારણમાં રાહુલ ગાંધી સક્રિય રહે એનું કારણ જેમ રાજીવ ગાંધીમાં જનતાને ભરોસો હતો એમ રાહુલ ગાંધીમાં પણ જનતાને ભરોસો છે.''
ચૂંટણીનું રાજકારણ સાવ નિર્દયી અને નિર્મમ હોય છે. એ ક્યારેક કોઈને માથા પર બેસાડે છે અને બીજી ચૂંટણીમાં જમીન ઉપર પછાડે છે. એટલે ચૂંટણીના રાજકારણથી માપવામા આવે તો રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. (ઉત્તરપ્રદેશ અને બિહારના ઉદાહરણો 'નેટવર્ક'માં ઘણીવાર લખાયા છે.)
ઉત્તર પ્રદેશમાં એમણે બોલવામાં બાફવામાં પહેલા નંબરે આવેલા અથવા કોંગ્રેસને હરાવવામાં નામ કાઢનાર દિગ્વજયસિંહ કે બની પ્રસાદકે જનાર્દન ત્રિવેદી કે અજીત જોગી જેવા ખખડેલા જૂના જોગીઓને ફગાવી દઈને એકદમ નવી ટીમ ઊભી કરી હોત તો છાપ પડત કે, રાહુલમાં કંઈક પ્રતિભા તો છે. એટલે કે ભાજપે એટલે કે સંઘના મોહન ભાગવતે જે ભૂલ મધ્યપ્રદેશમાંથી ફેંકાય ગયેલા ઉમા ભારતીને ઉત્તર પ્રદેશનો હવાલો સોંપવાની તેમજ ઉ.પ્રદેશના ભાવિ મુખ્યપ્રધાન તરીકે ચમકાવવા જેવડી જબ્બર મોટી ભૂલ જો કે નહીં કરેલી.
ઉત્તર પ્રદેશ અને બિહારની વાત જવા દઈએ અને સંસદ લોકસભાની વાત કરીએ તો, રાહુલ ગાંધી ૮ વર્ષથી સંસદ સભ્ય છે. પરંતુ હજી સુધી સંસદમાં એમણે એકપણ શબ્દ એવો નથી કહ્યો કે એમની પાસે દેશના ભવિષ્યની ચિંતા કોઈ યોજના કે કોઈ કલ્પના હોય.
દા.ત. સંસદમાં લોકપાલના મુદ્દા ઉપર ખૂબ ધમાલ મચી હતી અને રાહુલના મૌન ઉપર સવાલો થવા લાગેલા ત્યારે એમણે લોકસભામાં લખેલું ભાષણ વાંચેલું જેમાં પણ એવું કશું નહોતું કે જેના આધારે એની કોઈ પ્રતિભા ઊભી થઈ શકે. લોકપાલને એણે બંધારણીય દરજ્જો આપવાની વાત કરેલી.
ઠીક છે.
રાહુલ ગાંધીની નાકામયાબી, અણઆવડત, નિષ્ફળતા, હજી વધુ જુઓ.
એણે યુવા કોંગ્રેસનું સુકાન પહેલાં સોંપાયેલું. યુવા કોંગ્રેસમાં લોકશાહી લાવવાની જાહેરાત ત્યારે કરેલી. એનું એ સ્વપ્ન પણ અધૂરું રહ્યું. યુવા કોંગ્રેસમાં પણ એ ચૂંટણી કરાવી શક્યા નહીં. જો કે એમણે ચૂંટણીઓ કરાવવાના પ્રયત્નો તો કર્યા પણ એમાં એવી ધાંધલો થવા લાગી કે ચૂંટણીઓ જ ન થઈ શકે. ક્યાંક તો અપહરણના બનાવ પણ બન્યા.
વળી યુવા નેતૃત્વના નામો જેમના રાહુલે લીધા એ એવા છે કે જેમનું કુટુંબ રાજકારણમાં જ હોય. દેશના સમાન્ય યુવાનોમાં કોંગ્રેસના પ્રવેશની વાત રાહુલ કરે છે પણ પક્ષમાં કોઈ નવાને હોદ્દો આપવાનો પ્રશ્ન આવે છે તે પેલા રાજકીય કુટુંબોના નબીરાઓ આગળ આવી જાય છે.
થવું તો એવું જોઈએ કે રાહુલનું નામ પડતા બધા શિસ્તમાં ખડા થઈ જાય... કોઈ ચું કે ચાં ન કરે. રાહુલ પાસે કોઈની હેસીયત શું છે. સોનીયા ગાંધી વિશે એવી જ છાપ છે જ... તો રાહુલની તો સોનીયા કરતાં વધુ ઊંચી છાપ ઊભી થવી જોઈએ જે નથી થઈ શકતી. એનું નામ પડતા... 'હવે, સમજ્યા, ભઈ! થવા લાગે છે... જે થવું ન જોઈએ.
કંઈ નહીં તો, ઓછામાં ઓછું, રાહુલ ગાંધીએ પ્રધાન મંડળમાં કોઈ પણ એક ખાતાની જવાબદારી લઈને પોતાની શક્તિનું પ્રદર્શન અને પરિક્ષણ કરવાની હિંમત દાખવવાની જરૃર છે. વડાપ્રધાન મનમોહનસિંહે તો કેટલીયવાર એ તૈયારી પણ બતાવી છે. તેઓ તો પોતાની ગાદી આપવા માટે પણ તૈયાર છે. છેલ્લે ૨૮મી ઓક્ટોબરે પ્રધાનમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ એમના સોગંદવિધિની રાહ દેશ જોતો હતો. એ વખતે પણ રાહુલ ગાંધી જાણે ડરીને બાજુમાં ઊભા રહી ગયા!
પક્ષમાં એમના માટે કોઈ શંકા કે દુર્ભાવના પણ નથી. એમ તો, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વખતે સવાલો ઊભા થયેલા. પરંતુ એ ત્રણે એ રાજકારણમાં પોતાનો પ્રભાવ ઊભો કરી દેખાડશે. પક્ષમાં એટલે જ રાહુલ પાસેથી પણ એવી જ આશા છે.
૨૦૧૪ની ચૂંટણીની દ્રષ્ટિથી ભલે રાહુલની આગેવાનીવાળી સમન્વય સમિતિ બની હોય પરંતુ ચૂંટણી વખતે ઉમેદવારો નક્કી કરવામાં રાહુલનું કશું ઉપજે એવું નથી લાગતું.
માનસશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો, ઉત્તર પ્રદેશ અને બિહારે રાહુલને એકદમ નિરાશ કરી નાંખ્યા છે. એમને એમ થઈ ગયું છે કે, ''હું કશું કરી શકું તેમ નથી. આ માહોલ, આ કોંગ્રેસીઓની જમાત એવી છે કે, જ્યાં મારા જેવા સીધા, સરળ, નવતરનું કામ નથી...'' એમને તો એમના જેવા જ ખુંરાટ જ સીધા કરી શકે.
એક બાજુ લાલુયાદવ અને રામવિલાસ પાસવાન જેવા જોડીદારો અને બીજી બાજુ પેલા દિગ્વિજયસિંહ, બેની પ્રસાદ, જયરામ રમેશ વગેરે જેવા નિષ્ફળ રહેલા અને બાફવામાં શૂરાપૂરા સલાહકારો વગેરે વચ્ચે આ યુવાન 'છોકરો' માથું ઉચું કરી શકે તેમ નથી.
ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી વખતે આવી જ ટોળકીઓની ભીંસ હતી પણ એ બન્નેએ હાથમાં ચાબુક લીધેલો. રાહુલે હવે ચાબુક લીધા વિના છૂટકો નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved