Last Update : 08-December-2012, Saturday

 

વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો

- વાસેક્ટોમી તરીકે ઓળખાતું આ ઓપરેશન સરળ છે અને બીજી નાની એવી સર્જરીથી એની અસરને દૂર કરીને પુરુષ ફરીથી પિતૃત્વ પ્રાપ્ત કરી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સંતતિ નિયમન માટેનું ઓપરેશન કરાવતા પુરુષોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વાસેક્ટોમી તરીકે ઓળખાતું આ ઓપરેશન સરળ છે અને બીજી નાની એવી સર્જરીથી એની અસરને દૂર કરીને પુરુષ ફરીથી પિતા બનવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સંતતિ નિયમન માટેની અન્ય પદ્ધતિઓ વધારે પ્રચલિત બનવાને કારણે વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.
સરકારી સંસ્થા દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં સંતતિ નિયમનના માટે વાસેક્ટોમી કરાવતા પુરુષોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો નોંધાયો છે. ૨૦૦૮માં આ સર્જરી કરાવનારા પુરુષોની સંખ્યા ૪,૬૬૭ હતી જે ૨૦૦૯ અને ૨૦૧૦માં અનુક્રમે ૩,૯૬૫ અને ૨,૦૮૬ જેટલી નોંધાઈ છે. શહેરની સાર્વજનિક હોસ્પિટલોમાં ખાસ નવી પદ્ધતિ નોન સ્કાલપેલ વાસેક્ટોમીનો ઉપયોગ આ સંતતિ નિયમનની સર્જરી કરવા માટે થાય છે. પુરુષોમાં વાસેક્ટોમી લોકપ્રિય બને એટલે આ સર્જરીમાં અત્યંંત અલ્પ પ્રમાણમાં સર્જરી થાય છે. આ નોન સ્કાલપેલ વાસેક્ટોમીમાં કોઈ કાપો કે ટાંકાની જરૃર નથી પડતી જેના કારણે વધારે પડતો રક્તસ્ત્રાવ નથી થતો અને હોસ્પિટલમાં પણ લાંબો સમય રહેવું નથી પડતું.
ડોક્ટરોને લાગે છે કે કોન્ડોમ્સ અને જાતીય સંબંધ પછી અમુક સમયગાળામાં લેવામાં આવતી ગોળીઓના ગર્ભનિરોધક તરીકે પ્રબળ પ્રચારને લીધે ગર્ભનિરોધક તરીકે આ વિકલ્પો લોકપ્રિય બન્યા છે જેના કારણે વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આ મુદ્દે વાત કરતાં લીલાવતી હોસ્પિટલમાં ઇન્ફર્ટિલીટી સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવતાં ડોક્ટર નંદિતા પાલશેતકર કહે છે કે જે પુરુષોએ વાસેક્ટોમી કરાવી હોય પણ પછી બીજા લગ્નને કારણે તેઓ ફરીથી સંતાનને જન્મ આપવા માગતા હોય તેમની હું એવી સર્જરી કરું છું જેનાથી વાસેક્ટોમીની અસર નાબૂદ થઈ જાય અને તેઓ ફરીથી પિતા બનવા માટે સક્ષમ બની જાય. આ સમસ્યાને કારણે હવે પુરુષો કોન્ડોમ્સ અને બીજા વિકલ્પોને વધારે પસંદ કરે છે.
જોકે ડોક્ટરોને લાગે છે કે જો વાસેક્ટોમી વિશે જાગૃતિ ફેલાવવામાં આવે તો અત્યારની પરિસ્થિતિમાં ચોક્કસ પરિવર્તન આવી શકે છે. આ મુદ્દે વાત કરતાં વાડિયા હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ઉદ્ધવ રાજ કહે છે કે છેલ્લા કેટલાંય સમયથી પુરુષોમાં બદલાવો આવ્યા છે. જેમાં પુરુષત્વને લઇને અવનવી તકલીફો ઉભી થવા માંડી છે. જેના કારણે ડોક્ટરો અવનવી દવાઓ અને સર્જરીની શોધ કરવા માંડયા છે. સર્જરી વખતે અને પછી તકલીફ થઈ શકે છે એવી ગેરમાન્યતાને દૂર કરવાથી આ સર્જરીને લોકપ્રિય બનાવી શકાય છે. આ મુદ્દે વાત કરતાં સરકારી અધિકારીઓ કહે છે વાસેક્ટોમી અંગે જાગૃતિ ફેલાવવા માટે બેનર લગાવવાની મંજૂરી મેળવવાનું કામ ભારે જટિલ છે. આ મુદ્દે વાત કરતા મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સ્પેશિયલ ઓફિસર ડોક્ટર આશા અડવાણી કહે છે કે ''જાગૃતિને કારણે પરિસ્થિતિમાં ચોક્કસ પરિવર્તન આવશે. આ સર્જરી દ્વારા વ્યક્તિ ફરીથી પુરુષત્વ દ્વારા બાળકનું સુખ માણી શકશે. અમે આ વિશેના પોસ્ટર સાર્વજનિક સ્થળોએ મુકવા માટે પરવાનગી લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. અમને આશા છે કે લોકોમાં આ મુદ્દે જાગૃતિ ફેલાવવાના કામમાં અમને બિનસરકારી સંસ્થાઓનો પણ સાથ મળશે. લોકો હવે જાગ્રત થઇ રહ્યા છે અને સર્જરી કરાવવા માટે આગળ આવી રહ્યા છે આમ તો લોકો આ પ્રકારની સર્જરી કરાવવામાં સંકોચ અને શરમ અનુભવતા હતા પણ હવે તો લોકોની જરૃરિયાત બની ગઇ છે.''

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved