Last Update : 08-December-2012, Saturday

 

અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે

- સૌથી લાંબો સમય ચાલી શકે એવી ચીજવસ્તુમાં અલાર્મ ક્લોકને પહેલો ક્રમ છે. મોબાઇલ આવી ગયા પછી પણ અલાર્મ ક્લોકનું સ્થાન હજી છે.

કોઈ પણ ઘરમાં ઓછામાં ઓછો એક શો-કેસ તો એવો જોવા મળશે જ કે જેમાં જૂની ચીજવસ્તુઓ સાચવવામાં આવી હોય. યુથ ફેસ્ટિવલના મેડલ, ટ્રોફી કે સર્ટિફિકેટથી માંડી જૂની તસવીરોનો એમાં સમાવેશ થાય છે. કોઈ પણ માણસનો એ સ્વભાવ છે કે પોતાની મનપસંદ વસ્તુને એ લાંબા સમય સુધી સાચવતા હોય છે. જોકે અમુક એવી પણ ચીજવસ્તુઓ હોય છે જેને બદલવામાં આપણે નથી માનતા. અમુક ચીજવસ્તુઓ એવી હોય છે કે જેનો ઉપયોગ આપણે વર્ષો સુધી કરીએ છીએ. એક નવા અભ્યાસ મુજબ સૌથી લાંબો સમય ચાલી શકે એવી ચીજવસ્તુમાં અલાર્મ ક્લોકને પહેલો ક્રમ આપવામાં આવ્યો છે.
મોબાઇલ આવી ગયા પછી પણ અલાર્મ ક્લોકનું સ્થાન હજી મહત્ત્વપૂર્ણ જ છે. ઘણા લોકો મોબાઇલ અને એલાર્મ બન્નેનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. સમય બતાવતા પ્રકાશિત આંકડા અને 'સ્નૂઝ' કરવા માટે કે બંધ કરવા માટે વપરાતા સામાન્ય બટન વડે ચાલતા એલાર્મ ખૂબ જ મૂળભૂત ગેજેટ્સમાંના એક છે. અલાર્મ કરતા ટેક્નોલોજીની દ્રષ્ટિએ આજ સુધીમાં અનેક વિકાસ જોવા મળ્યા છે. જોકે એ ગેજેટથી વ્યક્તિ કદાચ કંટાળી પણ જાય, અલાર્મ ક્લોક લાંબો સમય ઉપયોગ કરવામાં આવે છે.
આ અભ્યાસ પરથી 'ટોપ ટેન લોન્ગ લાસ્ટિંગ ગેજેટ્સ' નામની યાદી બહાર પાડવામાં આવી છે. અલાર્મ ક્લોક પછી બીજા ક્રમે ટોસ્ટેડ સેન્ડવિચ મેકર અને ત્રીજા ક્રમે પોકેટ કેલ્ક્યુલેટર આવે છે. આ યાદીમાં પોર્ટેબલ ગેમ, ટોસ્ટર, ડિજીટલ વોચ, વીસીઆર અને રેકોર્ડરનો સમાવેશ થાય છે. અભ્યાસમાં ભાગ લેનારા લોકોએ જણાવ્યું હતું કે રેકોર્ડર અને વીસીઆર ભલે આજે જૂના થઈ ગયા હોય, પણ આ ટેક્નોલોજીના ઉપયોગનો અલગ લ્હાવો છે. જોકે બીજી બાજુ સ્માર્ટ ફોન કે ટીવી અને બ્રોડબેન્ડના જમાનામાં મોટા ભાગના લોકોએ કહ્યું છે કે તેઓ આ સુવિધાઓ વિના હવે રહી શકે એમ નથી. જૂના ગેજેટ્સને જાળવી રાખવામાં તેઓ માને છે, પણ આધુનિકતામાં ઘડાયેલા હોવાથી ટેક્નોલોજી સાથે આગળ વધવામાં પણ તેઓ એટલા જ સંવેદનશીલ છે. રાત્રે સુતી વખતે અને સવારે ઉઠતી વખતે એલાર્મ જરૃર પડે છે. એલાર્મ વ્યક્તિની જીવન જરૃરિયાત બની ગયું છે મોબાઇલમાં એલાર્મની સુવિધા હોવા છતાં આજે પણ લોકો એલાર્મનો ઉપયોગ કરે છે, બીજી તરફ એલાર્મ વ્યક્તિની માનસિકતા સાથે જોડાયેલી છે. જેમ વ્યક્તિને જીવવા માટે પાણીની જરૃર પડે છે તેમ સવારે વહેલું ઉઠવા માટે અને સમયની સાથે તાલ મિલાવવા માટે એલાર્મની જરૃર પડે છે. કેટલીક વાર તો રોજિદા એલાર્મનો ઉપયોગ કરતા લોકો જો મોબાઇલ એલાર્મનો ઉપયોગ કરે તો તેઓ સવારે વહેલું ઉઠી શકતા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved