Last Update : 08-December-2012, Saturday

 
દિલ્હીની વાત
 

સરકારનો વીનીંગ સ્ટ્રોક
એફડીઆઈના મુદ્દે બંને ગૃહમાં મળેલી સફળતા જોઈ ઉત્સાહીત સરકાર તેના સુધારણાના પગલાં તરફ આગળ વધી રહી છે. આગામી અઠવાડીયે તે બેન્કિંગ-લો લાવવા ઈચ્છે છે અને ભાજપના ટેકાથી પેન્શન બીલ પાસ કરાવવા ઈચ્છે છે. ટોચના સૂત્રો જણાવે છે કે શિયાળ સત્રમાં લેન્ડ એકવીઝેશન બીલ પાસ કરાવવા કેબીનેટ પણ મળી રહી છે. સરકારને ચિંતા એ વાતની છે કે પેન્શનબીલ સહિતના સુધારણા બીલોનો તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરીઓ વિરોધ કરી રહ્યા છે. પેન્શન ફંડ પર લઘુત્તમ વળતરની ખાતરી મળ્યા પછી ભાજપે પેન્શન બીલને ટેકો આપવાનું જણાવતાં સરકારને આશા છે કે બીલ પાસ થઈ જશે. જોકે ઈનસ્યોરન્સ સેક્ટરમાં ૪૯ ટકા એફડીઆઈ બાદ તે અંગેના એમેન્ડમેન્ટ પાસ કરાવવા બાબતે ચોક્કસ નથી કોંગ્રેસના નેતા કહે છે કે એફડીઆઈ પરની જીત બાદ સરકારે સુધારણાના પગલાં બાબતે આગળ વધવું જોઈએ.
સુષ્મા પર વળતો પ્રહાર
રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ અંગે ચાર દિવસ ચાલેલી ચર્ચાનો નાટકીય અંત આવ્યો હતો પરંતુ તેનાથી સીબીઆઈ સપાટી પર આવી ગઈ હતી. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ગેરહાજર રહીને દેખીતો આંચકો આપીને ટવીલ્ટ ઉભું કરતા વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે પણ ચર્ચામાં સીબીઆઈને વચ્ચે ઠસડયું હતું. એસપી અને બીએસપી ગેરહાજર રહેતા સરકારની જીત શક્ય બની હતી. સુષ્મા સ્વરાજનું કહેવું હતું કે સીબીઆઈની પક્કડમાંથી બચવા માટેનો સોદા કરીને સમાજવાદી પક્ષ અને બીએસપીના નેતા મુલાયમસિંહ અને માયાવતીએ સરકારને બચાવી હતી. પરંતુ સુષ્માએ નહોતું ધાર્યું કે માયાવતી વાઘણની જેમ પ્રત્યાઘાત આપશે. માયાવતીએ દડો એનડીએના કોટમાં નાખતા કહ્યું કે ત્યારે મારી સામે તાજ કોરીડોર અને વધુ પડતી સંપત્તિનો કેસ કરાયો હતો. સુષ્માની તો એમ કહીને તેમણે ઠેકડી ઉડાડી હતી કે... હવે દ્રાક્ષ ખાટી લાગે છે !!
ગેરહાજરીની ટેકટીક્સ
રાજ્યસભામાં ૧૫ સભ્યોવાળી માયાવતીની પાર્ટી વારંવાર ગેરહાજર રહેવાની ટેકટીક્સ અપનાવે છે એવો આરોપ સુષ્મા મુકવા માગતા હતા પરંતુ કમનસીબે સુષ્માનો ગેમપ્લાન બુમરંગ થયો હતો. પોતાનો પક્ષ ગેરહાજર રહેશે એ મુદ્દો સાઈડ પર મુકીને માયાવતીએ સરકારને ટેકો આપ્યો હતો. સમાજવાદી પક્ષ પણ લોકસભા અને રાજ્યસભામાં ગેરહાજર રહેવાની ટેકટીક્સ અપનાવે છે એવું કહેવામાં ભાજપ નિષ્ફળ રહ્યું હતું.
માયાવતી સ્ટાઈલ
દલિત નેતા માયાવતીએ માત્ર ભાજપને આંચકો નથી આપ્યો પણ સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવની પણ બોલતી બંધ કરી દીધી છે. મુસ્લિમો માટે સોફ્ટ કોર્નર રાખતા હોવાથી મિયાં મુલાયમ તરીકે ઓળખાતા સમાજવાદી પક્ષના નેતાની મુંઝવણ તેમણે વધારી હતી. નિર્ણાયક એવા મુસ્લિમ વોટ માટે પ્રયાસ કરતાં મુલાયમને ગઈકાલે બાબરી ધ્વંસ દિવસે મુસ્લિમોના વોટ મેળવવાનો લાભ ઉઠાવવા દીધો નહોતો. માયાવતીના ભાજપ પર આક્ષેપોથી મુસ્લિમ મતદારોમાં તેમને લાભ થયો છે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓની તૈયારી કરતાં મુલાયમ માટે આ ફટકા સમાન ઘટના હતી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved