Last Update : 08-December-2012, Saturday

 

આઇઓએ પરના પ્રતિબંધ બાદ ભારતને વધુ એક ફટકો
ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનનો આકરો નિર્ણય ઃ રમત મંત્રાલયે પણ પગલા લીધા

નવી દિલ્હી,તા.૭
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ચૂંટણી વિવાદ બાદ ભારતીય ઓલિમ્પિક સંઘની માન્યતાને રદ કર્યાને ગણતરીનો જ સમય વીત્યો છે ત્યાં આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશને ચૂંટણીમાં ગેરરીતિની આશંકા સાથે ભારતીય એમેચ્યોર બોક્સિંગ ફેડરેશને(આઇએબીએફ)ની માન્યતા જ રદકરી દીધી હતી. આ પછી ભારતીય રમત મંત્રાલયે પણ ચૂંટણી અંગેની અનિયમિતતા અને નિયમ-ભંગના કારણોસર ભારતીય બોક્સિંગ ફેડરેશન અને ભારતીય તીરંદાજી એસોસિએશનની માન્યતા રદ કરી દીધી હતી. ગણતરીના કલાકોમાં ચૂંટણીના કારણોસર જ ત્રણ રાષ્ટ્રીય ફેડરેશનો સસ્પેન્ડ થઇ જતાં વિશ્વ સમક્ષ ભારતની પ્રતિષ્ઠાને કંલક લાગ્યું હતુ.
ભારતીય બોક્સિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરતાં આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશને કહ્યું હતુ કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાની આશંકા છે. હવે અમે આ મામલે તપાસ કરીશું. અમને લાગે છે કે આઇઓએના પ્રમુખ, કે જે ભારતીય એમેચ્યોર બોક્સિંગ ફેડરેશનના ભૂતપૂર્વ ચેરમેન હતા તેમની અને બોક્સિંગ ફેડરેશનની ચૂંટણીમાં કોઇ રાજકીય રમત રમાઇ હોય તેવી શંકા છે. સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય બોક્સિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે વિદાય લેનારા અભય સિંઘ ચૌટાલાએ આઇઓએના પ્રમુખની ચૂંટણીમાં બોક્સિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે ઝુકાવ્યું હતુ. જેના કારણે આઇઓએના પ્રમુખ તરીકેની ચૌટાલાની ચૂંટણી સામે પ્રશ્નાર્થ સર્જોયો હતો. વિવાદ બાદ બોક્સિંગ ફેડરેશને ફેર ચૂંટણી કરાવવાની તૈયારી બતાવી છે.
દરમિયાનમાં ભારત સરકારે તેમના સ્પોર્ટસ કોડની વય અને કાર્યકાળની સમય મર્યાદાના નિયમનો ભંગ કરવા બદલ ભારતીય તીરંદાજી એસોસિએશનની માન્યતા રદ કરી દીધી હતી. ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં વીકે મલ્હોત્રા તીરંદાજી એસોસિએશનના પ્રમુખ તરીકે ૧૦માં કાર્યકાળ માટે ૪૦ વર્ષની ઊંમરે ચૂંટાયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved