Last Update : 08-December-2012, Saturday

 
 

કૂક ૧૯૦ રન કરીને રન-આઉટ ઃ ટ્રોટના ૮૭ અને પીટરસનના ૫૪
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ઓઝાની ૧૪૦ રનમાં ત્રણ અને અશ્વિનની ૧૮૩માં એક વિકેટ ઃ કૂક અને ટ્રોટ વચ્ચે ૧૭૩ રનની ભાગીદારી

કોલકાતા,તા.૭
કેપ્ટન કૂકની ૧૯૦ રનની ક્લાસિક ઇનિંગ તેમજ ટ્રોટના ૮૭ અને પીટરસનના ૫૪ રનની મદદથી પ્રવાસી ઈંગ્લેન્ડે ભારત પર ૧૯૩ રનની સરસાઇ મેળવતા પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે છ વિકેટે ૫૦૯ રન કર્યા હતા. ભારતીય બોલરોનો સંઘર્ષ આજે પણ જારી રહ્યો હતો, જો કે તેઓ ઈંગ્લેન્ડના છ બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યા હતા. આમ છતાં ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૧૯૩ રનની જંગી સરસાઇ મેળવી લીધી હતી. રમતના અંતે પ્રાયર ૪૦ અને સ્વોન ૨૧ રને ક્રિઝ પર હતા. ઈંગ્લન્ડે આજે ત્રીજા દિવસે ગઇકાલ સાંજના એક વિકેટે ૨૧૬ના સ્કોરથી આગળ રમતમાં વધુ ૨૯૩ રન ૯૦ ઓવરમાં જોડયા હતા અને પાંચ વિકેટ ગુમાવી હતી. કૂકે ક્લાસિક બેટિંગ જારી રાખતાં ૩૭૭ બોલમાં ૨૩ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૧૯૦ રન કર્યા હતા. પીટરસને ફટકારેલા શોટને અટકાવતા કોહલીએ નોનસ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો હતો અને ક્રિઝની સ્હેજ જ બહાર ઉભેલા કૂકે બોલથી બચવા માટે બેટ ઊંચુ કર્યું હતુ અને બોલ સ્ટમ્પને ટકરાતા તે રન આઉટ થયો હતો. કૂક કંઇ સમજી શકે તે પહેલા તો ભારતીય ખેલાડીઓએ ઉજવણી શરૃ કરી દીધી હતી અને કૂક બેવડી સદીથી માત્ર ૧૦ રન દૂર હતો ત્યારે હતાશા સાથે પેવેલિયનમાં પરત ફર્યો હતો. જો કે આ અગાઉ તેણે ટ્રોટ સાથે બીજી વિકેટમાં ૧૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. ટ્રોટ ૮૭ રને ઓઝાનો શિકાર બન્યો હતો અને તેનો કેચ ધોનીએ ઝડપ્યો હતો. જે પછી કૂક અને ત્યાર બાદ બેલ માત્ર ૫ રને આઉટ થયો હતો.
પીટરસને ધીરજ સાથે રમતમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૮૫ બોલમાં ૫૪ રન કર્યા હતા અને તેને અશ્વિને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. સમિત પટેલ અને પ્રાયરે ઈંગ્લેન્ડના સ્કોરને ૪૫૦ની પાર પહોંચાડયો હતો ત્યારે ઓઝાએ ૩૩ રને રમતમાં સમિતને સેહવાગના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ પ્રાયર અને સ્વોન પીચ પર ટકી ગયા હતા અને તેમણે નોટઆઉટ ૫૬ રનની ભાગીદારી કરી હતી.
ભારતીય બોલરો માટે ગઇકાલના ભારે સંઘર્ષ બાદ આજનો દિવસ થોડો ઉત્સાહજનક રહ્યો હતો. ઓઝાએ ૧૪૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતના નંબર વન સ્પિનર અશ્વિનને ૧૮૩ રનમાં એક વિકેટ મળી હતી. ઇશાંતે પણ ૭૮ રનમાં એક વિકેટ મેળવી હતી. ભારતે હવે ઈંગ્લેન્ડના પુંછડિયા બેટસમેનોને ઝડપથી આઉટ કરતાં તેમની સરસાઇને ૨૨૫-૨૫૦ સુધી જ સિમિત રાખવાની કોશીશ કરવી જોઇએ.
ભારત પ્રથમ ઇનિંગ ઃ ૩૧૬
ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

કૂક રનઆઉટ

૧૯૦

૩૭૭

૨૩

કોમ્પ્ટન એલબી બો.ઓઝા

૫૭

૧૩૭

ટ્રોટ કો.ધોની બો.ઓઝા

૮૭

૨૨૩

૧૦

પીટરસન એલબી બો.અશ્વિન

૫૪

૮૫

બેલ કો.ધોની બો.ઇશાંત

૦૫

૨૩

એસ.પટેલ કો.સેહવાગ બો.ઓઝા

૩૩

૪૭

પ્રાયર રમતમાં

૪૦

૪૬

સ્વોન રમતમાં

૨૧

૪૫

વધારાના (નોબોલ ૫,

 

 

 

 

લેગબાય ૪, બાય ૧૩)

૨૨

 

 

 

કુલ ૧૬૩ ઓવરમાં ૬ વિકેટે

૫૦૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૬૫ (કોમ્પ્ટન ૫૨.૬), ૨/૩૩૮ (ટ્રોટ ૧૧૯.૨), ૩/૩૫૯ (કૂક ૧૨૬.૫), ૪/૩૯૫ (બેલ ૧૩૬.૫), ૫/૪૨૦ (પીટરસન ૧૪૩.૨), ૬/૪૫૩ ( એસ.પટેલ ૧૪૯.૬)
બોલિંગ ઃ ઝહીર ૨૯-૬-૮૨-૦, ઇશાંત ૨૯-૮-૭૮-૧, અશ્વિન ૫૨-૯-૧૮૩-૧, ઓઝા ૫૦-૧૦-૧૪૦-૩, યુવરાજ ૩-૧-૯-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved