Last Update : 08-December-2012, Saturday

 

આતંકવાદી પાછળ ચાર વર્ષમાં ૩૦ કરોડ રૃપિયા
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ

માહિતી અધિકાર કાનૂન અરજીના જવાબમાં માહિતી અપાઈ ઃ દસ્તાવેજી માહિતી ગુપ્ત

મુંબઈ,તા.૭
૨૬/૧૧ના હુમલાના એક માત્ર જીવતા પકડાયેલાં પાકિસ્તાની આતંકવાદી અજમલ સરકારે ૯,૫૭૩ રૃપિયાનો ખર્ચ કર્યો હતો. કસબને ફાંસી અપાયાં બાદ યેરવડા જેલમાં જ તેના અંતિમ સંસ્કાર કરાયાં હતાં.
વર્ષ ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલાં પાકિસ્તાન પ્રેરિત આ ખતરનાક આતંકવાદી હૂમલામાં પકડાયેલાં આ એક માત્ર આતંકવાદીને ચાર વર્ષ જેલમાં સાચવી રાખવા ૩૦ કરોડ રૃપિયાથી વધુનો ખર્ચ થયાનો દાવો ગૃહ વિભાગે કર્યો હતો. જો કે, સરકારે કસબના પોસ્ટ-મોર્ટમ અને દયાની અરજી જેવા દસ્તાવેજો સંબંધી કોઈ જ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો.
સામાજિક કાર્યકર અનિલ ગલગલીએ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત અરજી કરી આતંકવાદીઓ સંબંધી માહિતી માગી હતી પરંતુ ગૃહ વિભાગે માત્ર ખર્ચના આંકડા આપીને પોસ્ટમોર્ટમ અને દયાની અરજી જેવી દસ્તાવેજો સહિતની અન્ય માગો ફગાવી દીધી હતી.
કસબને આર્થર રોડ જેલથી પુણેની યેરવડા જેલ સુધી ૨૦ થી ૨૧ નવેમ્બર વચ્ચે લઈ જવાયો તે માટે સત્તાવાળાઓએ સુરક્ષા સંબંધી ૧૧,૫૭૨ રૃપિયાનો ખર્ચ કર્યો હતો. આ બે દિવસ દરમિયાન કસબના ભોજન અને કપડા માટે અનુક્રમે ૩૩.૭૫ રૃપિયા અને ૧૬૯ રૃપિયાનો ખર્ચ થયો હતો. ૨૧ નવેમ્બરે યેરવડા જેલમાં કસબને ફાંસીના માંચડે લટકવાયા બાદ તુરંત જ તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દેવાયાં હતાં.
માહિતી અધિકાર કાનૂન અંતર્ગતની આ અરજીના પ્રત્યુત્તરમાં ગૃહ વિભાગે ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસના ૨૩ કરોડ રૃપિયાના ખર્ચના બીલને બાજુ પર રાખીને કસબ પાછળ ભોજન, સલામતી, સારવાર, દવા, કપડા, બાંધકામ અંતયેષ્ટી અને અન્ય ખર્ચ પેટે કુલ, ૬,૭૬,૪૯,૬૭૬ (પોણા સાત કરોડથી વધુ) રૃપિયાનો ખર્ચ થયાનું જણાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસની સલામતી કસબને પૂરી પાડવા માટે ૨૧,૬૮,૬૨,૦૪૧ (૨૧ કરોડથી વધુ) રૃપિયાનો ખર્ચ કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved