Last Update : 08-December-2012, Saturday

 

મહારાષ્ટ્રના બીડના વતની અને લશ્કર-એ-તોયબાના આતંકવાદી
જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મુસ્લિમ એન.જી.ઓ.ના જુંદાલને મફ્ત કાનૂની સહાય આપવાનો ઈનકાર કર્યો

(પીટીઆઈ) મુંબઈ,તા.૭
૨૬/૧૧ના મુંબઈ પરના આતંકવાદી હુમલા કેસના આરોપી અને લશ્કર-એ-તોયબા સંગઠનના ત્રાસવાદી ઝબિયુદિન અન્સારી ઉર્ફે અબુ જુંદાલે આજે મકોકા કોર્ટ સમક્ષ તેનું કબૂલાતનામું મૌખિક રીતે ફેરવી તોળ્યું હતું. મહારાષ્ટ્રના બીડના વતની જુંદાલે કોર્ટને કહ્યું હતું કે તેને ખોટી રીતે સંડોવાવામાં આવ્યો છે અને કબૂલાતનામા પર બળજબરીથી તેની સહી લેવામાં આવી હતી.
મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) હેઠળ રચાયેલી સ્પેશ્યલ કોર્ટના જજ એમએસ મોડક સમક્ષ ૨૦૦૬માં ઔરંગાબાદમાં પકડાયેલા શસ્ત્રના જથ્થાના કેસની સુનાવણી વખતે જુંદાલે કહ્યું હતું કે કબૂલાતનામા પર તેણે સ્વૈચ્છિક રીતે સહી નહોતી કરી પણ દબાણપૂર્વક સહી કરાવવામાં આવી હતી.
અત્યારે દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવેલા અબુ જુંદાલે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'મકોકા' કોર્ટમાં પોતાની બાજુ રજૂ કરતા કહ્યું હતું કે મારૃં નામ ઝબિયુદ્દિન અન્સારી છે, અબુ જુંદાલ નથી. કોર્ટે સૌથી પહેલાં જુંદાલને પોતાનો વકીલ નિમવાની સૂચના આપી હતી. જેથી આગામી સુનાવણી વખતે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી શકાય.
કોર્ટની સૂચના પ્રમાણે જુંદાલના વકીલ તરીકે એડવોકેટ એજાઝ નકવી ખડા થયા હતા, અને વકાલતનામુ રજૂ કર્યું હતું. ત્યાર બાદ કેસની સુનાવણી ૧૫મી ડિસેમ્બર પર મુલતવી રહી હતી. આ અગાઉ દિવસ દરમ્યાન જમાત-એ-ઉલેમા નામના મુસ્લિમ એનજીઓએ ઔરંગાબાદ શસ્ત્રસંરજામ કેસમાં જુંદાલને કાનૂની મદદ આપવાનો ઈનકાર કર્યો હતો. આ એનજીઓ દેશભરમાં જુદા જુદા ૩૪ કેસોમાં આતંકવાદનાઆરોપોનો સામનો કરતા મુસ્લિમ યુવકોને મફતમાં કાનૂની સહાય આપી ચૂકી છે. પરંતુ જુંદાલને નિઃશુલ્ક કાનૂની સહાય આપવાનો ઈન્કાર કર્યો હતો. આ જ કેસના બીજા ૨૧ આરોપીને એનજીઓએ કાનૂની સહાય આપી છે.
જમિયત-એ-ઉલેમાના કાનૂની સચિવ ગુલઝાર આઝમીએ કહ્યું હતું કે અમારી સંસ્થા કાનૂની સહાય નહી આપે એ વકીલો મારફત જુંદાલને જાણ કરી દેવામાં આવી છે.
મુંબઈ ઉપર પાકિસ્તાની આતંકવાદીઓ ત્રાટક્યા એ વખતે જુંદાલ કરાચીમાં કન્ટ્રોલરૃમમાં બેસીને ટેરરિસ્ટોને માર્ગદર્શન આપતો હોવાનો તેની ઉપર આરોપ છે.
જુંદાલના પરિવારે નિઃશુલ્ક કાનૂની સહાય પૂરી પાડયા માટે જમિયત-એ-ઉલેમા સંસ્થાને અરજી કરી હતી. આ સંદર્ભે લીગલ સેક્રેટરી ગુલઝાર આઝમીએ કહ્યું હતું કે અમારી એવી નીતિ છે કે ગુનાખોર બેકગ્રાઉન્ડ હોય એવી વ્યક્તિને અમે મફત કાનૂની સહાય પૂરી નથી પાડતા. એટલે જ જુંદાલને ના પાડી હતી. ફહીમ અન્સારી અને સબાઉદ્દીનને મદદ કરી હતી કારણ અમને લાગ્યું હતું કે તેઓ નિર્દોષ છે. પછી તો સુપ્રીમ કોર્ટે પણ બંનેને નિર્દોષ છોડી મૂક્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved