Last Update : 08-December-2012, Saturday

 

સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

દિલ્હીમાં પણ ગુના હોવાથી નવી મુંબઈ પોલીસની ટીમ તેમને દિલ્હી લઈ ગઈ હતી ઃ આરોપીઓએ તેમના ઘરે લઈ જઈ 'ભોજન' કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૭
લોકોને ખાણી-પીણીમાં નશીલો પદાર્થ ભેળવીને લૂંટનારા દિલ્હીના બે ઠગ નવી મુંબઈનાં સાત પોલીસને જ આ પ્રકારે બેહોશ કરીને ભાગી જતા સનસનાટી ફેલાઈ ગઈ છે. નવી મુંબઈ પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. પરંતુ દિલ્હીમાં પણ તેમની વિરુદ્ધ ગુના હોવાથી બન્નેને દિલ્હી લઈ જવાયા હતા. પરંતુ દિલ્હી ગયા બાદ બન્ને આ પોલીસોને તેમના ઘરે લઈ ગયા હતા અને નશીલા પદાર્થમુક્ત ખાવાનું જમાડતા તેઓ બેહોશ થઈ ગયા હતા. નવી મુંબઈ પોલીસે આ સાતેય પોલીસને સસ્પેન્ડ કરી દીધા છે.
નવી મુંબઈ પોલીસે આ કેસમાં પીએસઆઈ કાળે, હવાલદારો બાપટ, ગિરી, પરદેશી દેવકાતે, ભોંસલે તથા ઠાકરેને સસ્પેન્ડ કર્યા હતા.
આ કેસની વિગત મુજબ નવી મુંબઈ પોલીસે ઘેનમુક્ત પદાર્થ ખવડાવીને લૂંટતા દિલ્હીનાં બે ઠગ ગુરૃચરણ સિંહ તથા સુમીત નરૃલાની ધરપકડ કરી હતી. બાદમાં તેમને તળોજા જેલમાં મોકલી આપ્યા હતા.
બીજીતરફ દિલ્હીમાં પણ આ બન્ને વિરુદ્ધ આ પ્રકારનાં અનેક ગુના નોંધાયેલા હોવાથી દિલ્હી પોલીસને તેમની જરૃર હતી. આથી નવી મુંબઈની ઉપરોક્ત પોલીસ ટીમ ૨ ડિસેમ્બરે બન્ને આરોપીને લઈને ટ્રેનમાં દિલ્હી રવાના થઈ હતી.
દિલ્હી પહોંચ્યા બાદ બન્ને આરોપીઓ આ પોલીસોને તેમના ઘરે લઈ ગયા હતા અને જમાડયા હતા. પરંતુ આરોપીઓએ લોકોની આજે જે પોલીસોનાં ખાવામાં પણ ઘેનમુક્ત પદાર્થ ભેળવી દીધો હતો. જેને પગલે તેઓ બેભાન થઈ જતા ગુરૃચરણ અને સુમિત ભાગી ગયા હતા.
દરમિયાન દિલ્હી પોલીસે સાતેય પોલીસને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલે રજા આપતા જ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી. જો કે બાદમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો.
દરમિયાન નવી મુંબઈ પોલીસે બેદરકારી દાખવનારા આ સાતેય પોલીસને સસ્પેન્ડ કરી દીધા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved