Last Update : 08-December-2012, Saturday

 

૬૮ દિવસના રાજકીય નાટકનો સુખદ અંત
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન

જો કે કોંગ્રેસના પ્રધાનો અને વિપક્ષો શપથવિધિ સમારોહથી દૂર રહ્યા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૭
કેન્દ્રીય પ્રધાન અને એનસીપીના સર્વેસર્વા શરદ પવારના રાજકીય વારસદાર મનાતા અજિત દાદા પવારે શ્વેતપત્રિકા મારફત પોતાની પ્રામાણિકતા માટે ૬૮ દિવસમાં નીરક્ષીર ન્યાય મેળવ્યા બાદ આજે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈ ફરી નાયબ મુખ્યપ્રધાન પદ મેળવવાના શપથ ગ્રહણ કરી શ્વેત વહીવટ આપવાનું વચન આપતાં પોતે માત્ર કા ર્યકર્તાઓનો આગ્રહ હોવાથી પ્રધાન બન્યાનો દાવો કર્યો હતો અને રાજભવનથી નાયબ મુખ્યપ્રધાન બની શ્વેતગાડીમાં મંત્રાલય પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓને કોઈ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવે તો ફરી તેને નોકરીમાં પાછો લેવા ત્રણ થી પાંચ વર્ષ લાગે છે તેમ જ અશોક ચવ્હાણ જેવા નેતાએ આદર્શ કૌભાંડમાં સંડોવણીને પગલે મુખ્યપ્રધાન પદ ગુમાવ્યાને બે વર્ષ થયા છતાં હજી તેમની તપાસ પૂરી થઈ નથી. ત્યારે સમગ્ર રાજ્યમાં પીવાના પાણી માટે જરૃરી ડેમો બાંધવાના અત્યંત મહત્ત્વના ખાતાંમાં ૧૦ વર્ષ દરમ્યાન પ્રોજેક્ટોની કિંમતોમાં અધધધ વધારો થયો હોવાનું બહાર આવ્યા બાદ નૈતિક જવાબદારી સ્વીકાર એનસીપીના પાટવીકુંવર અજિત પવારે રાજીનામું આપ્યા બાદ માત્ર ૬૮ દિવસમાં વિભાગીય શ્વેતપત્રિકા મારફત પ્રામાણિક જાહેર થઈને તેઓ ફરીથી નાયબ મુખ્યપ્રધાન બન્યા છે.
આજે રાજ ભવન ખાતે રાજ્યપાલ કે. શંકરનારાયણે અજિત પવારને મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માણિકરાવ ઠાકરે તથા એન.સી.પી.ના તમામ પ્રધાનોની હાજરીમાં હોદ્દા અને ગુપ્તતા જાળવવાના શપથ લીધા હતા.
૫૩ વર્ષીય અજિત'દાદા' પવારે ૧૯૯૯ થી ૨૦૦૯ દરમ્યાન પાણી વિના ટળવળતી મહારાષ્ટ્રની ગ્રામીણ જનતા માટે ૨૦૦૦૦ કરોડના કોન્ટ્રેક્ટો ફાળવ્યા હતા અને તેમ છતાં સિંચાઈ ક્ષમતામાં એક ટકાનો પણ વધારો થયો ન હોવા અંગેના અહેવાલો પ્રકટ થતાં દાદાએ રાજીનામું આપી દઈ કોઈ પણ પ્રકારની તપાસ સામે હાજર થવાની તૈયારી દર્શાવી હતી.
જો કે મહારાષ્ટ્ર સરકારે નિષ્ઠાવાન શરદ પવારના ભત્રીજા અજિત પવારની પ્રામાણિકતા સામે કોઈ શંકા વ્યક્ત કર્યા વિના માત્ર વિભાગીય શ્વેતપત્રિકા રજૂ કરી નિર્દોષતાનું પ્રમાણપત્ર આપતાં ૬૮ દિવસના સત્તાવિહોણા સમયગાળા બાદ આજે ફરી તેઓ રાજ્યની જનતા માટે ધગસથી કામે લાગી ગયા છે.
આજે અજિત પવારના શપથવિધિ સમારોહમાં કોંગ્રેસના મોટાભાગના પ્રધાનો હાજર રહ્યા ન હતા અને વિપક્ષ શિવસેના ભા.જ.પે. પણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.
૨૫ સપ્ટેમ્બરના અજિત પવારે પ્રધાન મંડળમાંથી રાજીનામું આપી દીધું ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ધરતીકંપ ફેલાઈ ગો હતો અને એનસીપીના તમામ ૧૯ પ્રધાનોએ પણ રાજીનામાની ઓફર કરી હતી તથા રાજ્ય સરકાર પડશે કે કેમ એવી અટકળો વહેતી થઈ ગઈ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved