Last Update : 08-December-2012, Saturday

 

ઉ.ગુજરાતમાં મોદીનાં 6 મંત્રીઓ સામે હારનું સંકટ

-નીતિન પટેલ, જયનારાયણ માટે કપરા ચઢાણ

 

-અગાઉ ભાજપે 32માંથી 25 બેઠક જીતી હતી

 

અમદાવાદ, તા.8 ડિસેમ્બર, 2012

મોદી સરકારનાં 6 મંત્રીઓ સામે ઉત્તર ગુજરાતમાં હાલનાં સત્તાની સામે વિરોધી સૂરને કારણે જીતનાં સંજોગોએ અસ્થિર જણાઇ રહ્યું છે. આ 6 મંત્રીઓમાં નીતિન પટેલ, જયનારાયણ વ્યાસ, ફકીરભાઇ વાઘેલા, પ્રફુલ્લ પટેલ, જયસિંહ ચૌહાણ, લીલાધર વાઘેલાનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે ઉત્તર ગુજરાતની કુલ 32માંથી 25 બેઠક જીતી હતી.

મહેસાણામાં નીતિન પટેલની નીતિ જીતશે?
મોદી સરકારમાં શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલની કડી બેઠક અનામત થતાં તેમણે બેઠક બદલવી પડી છે અને મહેસાણાની બેઠક પરથી ચૂંટણી લડવી પડી રહી છે. ગત ચૂંટણીમાં માત્ર 1327 વોટથી જીત્યા હતા ત્યારે આ વખતે આયાતી ઉમેદવાર એ તેમનું નબળું પાસું છે અને કોંગ્રેસનાં નટુભાઇ પિતાંબરની સ્થાનિક બેઠક હોવાથી તેઓ માટે આ સબળ પાસું છે. સાથે જ બંને પટેલ હોવાથી મુસ્લિમ અને દલિત મતદારો પર મદાર રહેશે.

 

સિદ્ધપુરમાં જયનારાયણનો જય થઇ શકશે?
જ્યારે રાજ્યનાં આરોગ્ય મંત્રી એવા જયનારાયણ વ્યાસ ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક ઉપરથી માત્ર 2429 વોટથી જ જીત્યા હતા. તેમના હરિફ બલવંતસિંઘ રાજપૂતે ગોધરાકાંડ પછી 2002માં પણ તેમને હરાવ્યા હતા. ત્યારે આ બેઠકનાં 20 ટકા મતદારો મુસ્લિમ છે અને સીમાંકન બાદની આ ચૂંટણી રસાકસીભરી રહેશે.

 

વડગામમાં ફકીરભાઇ જીતશે કે ફકીર બનશે?
સામાજિક કલ્યાણ મંત્રી ફકીરભાઇ વાઘેલા ગત ચૂંટણીમાં 9705 મતોથી જીત્યા હતા. જ્યારે સીમાંકન બાદ 70 હજાર જેટલા મુસ્લિમ મતદારો તેમની બેઠક ઉપર નવા નોંધાયા છે અને ઠાકોર પણ. સાથે જ સત્તાવિરોધી ચિત્ર જોવા મળી રહ્યું છે. તેઓ પોતાની બેઠક બદલીને અમદાવાદની અસારવા અથવા તો સુરેન્દ્રનગરની દસાડા બેઠક ઉપરથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા. બીજી તરફ કોંગ્રેસનાં મણિ વાઘેલાનું પાસું સબળ છે જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીનાં નવીન ગૌરેયા પણ ભાજપનાં મતદારો તોડે તેવી શક્યતા છે.

 

પ્રાંતીજમાં જયસિંહ ચૌહાણ વિજયી થશે કે પરાજયસિંહ થશે?
શિક્ષણ રાજ્ય મંત્રી અને પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ માટે આ ચૂંટણીમાં જીતનો માર્ગ કપરો છે. ગત ચૂંટણીમાં 11797 મતોથી તેઓ જીત્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસનાં મહેન્દ્રસિંહ બારૈયા સ્થાનિક ઉમેદવાર તરીકે જાણીતા છે. આ સંવેદનશીલ બેઠકમાં મતનું વિભાજન પણ થઇ શકે છે. કેમકે ગુજરાત પરિવર્તન પાર્ટીનાં નિખિલ પટેલ ભાજપનાં ગઢમાં ગાબડું પાડીને હિંદુ અને ઉજળીયાત કોમનાં મતો તોડી શકે છે.

 

હિંમતનગરમાં પ્રફુલ્લ પટેલ પ્રફુલ્લિત બની રહેશે?
ગૃહરાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલ ગત ચૂંટણીમાં 8702 મતોથી વિજેતા બન્યા હતા. તેઓ અમિત શાહની ધરપકડ બાદ તેમને ગૃહરાજ્યમંત્રીપદની ભેટ મળી હતી. જોકે તેઓ સ્થાનિક મતદારોની અપેક્ષા પૂર્ણ કરી શક્યા નહોતા હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે. સાથે જ સ્થાનિક ભાજપ અગ્રણીઓએ પણ પ્રફુલ્લ પટેલનાં પુનરાવર્તનનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે હિંમતનગર બેઠક ઉપર ક્ષત્રિય અને ઠાકોર સમાજનું વર્ચસ્વ હોવાથી કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર, રાજુ ચાવડાને ટિકીટ આપી છે.

 

ડીસામાં લીલાધર વાઘેલા લીલાછમ્મ રહેશે કે સૂકાધર બનશે?
મોદી સરકારમાં રાજ્યકક્ષાનાં મંત્રી એવા લીલાધર વાઘેલા ગત ચૂંટણીમાં 18,622 મતોથી આસાન વિજય મેળવ્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં તેમનાં માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા લીલાધર વાઘેલા સામે આ ચૂંટણીમાં કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીનાં અજમલ ઠાકોરનો સામનો કરવો પડશે. જે ઠાકોર મતોમાં ગાબડું પાડી શકે છે. જ્યારે કોંગ્રેસનાં રાજેન્દ્ર જોશી ઉજળીયાત કોમ અને મુસ્લિમ મતો મેળવવા સફળ બની શકે છે. બીજી તરફ ભાવસિંહ રાઠોડ ભાજપમાંથી કોંગ્રેસમાં પાછા આવતા, કોંગ્રેસ માટે સબળ પાસું બનશે. જ્યારે માળી સમાજનાં 26000 મતો વર્તમાન મંત્રીની વિરુદ્ધમાં જઇ શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved