Last Update : 08-December-2012, Saturday

 

મોદીનો સત્તાયોગ પૂરો થયો:કેશુભાઇ પટેલ

-મોદીના જૂઠ્ઠાણાથી પ્રજા થાકી:blog

 

-'મોદીએ ૧૧ વર્ષ માં બાવળ જ વાવ્યા'

 

અમદાવાદ, તા.8 ડિસેમ્બર, 2012

 

મોદી સરકારને આ વખતે " ડબલ એન્ટી-ઇન્કમબન્સી " નો સામનો કરવાનો છે. એક તરફ તેમના નિષ્ક્રિય અને પ્રજાથી વિમુખ ધારાસભ્યોથી લોકો કંટાળ્યા છે. બીજી બાજુ પ્રજાની ઉપેક્ષા અને મોદીના જૂઠ્ઠાણાથી પ્રજા થાકી છે, એમ ગુજરાત પરિવર્તન પાર્ટીનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલે તેમનાં blogમાં લખ્યું છે.

 

blogમાં લખ્યું છે કે મોદીએ પ્રજાના દિલમાંથી સ્થાન ગુમાવી દીધું છે.દર વખતે ' નો રીપીટ થીયરી ' ચલાવી તેઓ કુશાસનનો બોજ સ્થાનિક ધારાસભ્યના માથે નાખી બચી જતા હતા. પણ આ વખતે તો મોટા ભાગના ધારાસભ્યો પણ એના એ જ છે. મુખ્યમંત્રીનો ચહેરો બારેમાસ, ચોવીસે કલાક જોઇને લોકો થાક્યા છે. ગુજરાત પરિવર્તન પાર્ટીએ મોટાભાગે યુવાન નવા ચહેરાઓને તક આપી છે. ભાજપ સાથે જોડાયેલા યુવાન કાર્યકરોની તક " રીપીટ થીયરી " થી ઝુંટવાઈ ગઈ છે.

 

ગુજરાતનો મતદાર હવે વિચારી રહ્યો છે કે, આ સરકારે ૧૧ વર્ષમાં મારું શું ભલું કર્યું ? પાણી નથી આપ્યું, રોજગારી નથી આપી, શિક્ષણ એટલું મોંઘુ બનાવી દીધું કે ગરીબોનો દિકરો ડોક્ટર બની શકે નહિ. આટલી પીડાઓ સહન કર્યા પછી મોદીના જુઠાણા સહન કરવાના ! પોતાની ભૂલ સ્વીકારવી નહિ. પ્રજાને મદદ આપવી નહિ ... માત્ર ભાષણમાં જુઠાણા બોલી બીજાઓને અપમાનિત કરવા... આ ગુજરાતના સંસ્કાર નથી. અન્ના હજારે ગુજરાત આવ્યા ત્યારે તેમણે કહેલું કે " ગુજરાતમાં દુધની નહિ દારૂની નદીઓ વહે છે." મોદી સરકારે ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કર્યા છે. આ બધા કારણો પ્રજા જાણે છે. તેથી આ વખતે મોદીનો સત્તાયોગ પૂરો થશે એ દેખાઈ રહ્યું છે. ગુજરાત પરિવર્તન પાર્ટીની સભામાં હજારો લોકો ઉમટી રહ્યા છે કારણ કે તેઓ પરિવર્તન ઝંખે છે. માત્ર પાંચ ટકા મતદારો મોદીની વિરુદ્ધ મતદાન કરે તો તેઓ સત્તા ગુમાવે એ નિશ્ચિત છે. જયારે જીપીપીની સભાઓમાં આવતા હજારો નાગરિકોને જોતા લાગે કે સમગ્ર ગુજરાત મોદીની વિરુદ્ધ છે. મોદીએ ૧૧ વર્ષ માં બાવળ જ વાવ્યા છે... હવે પ્રજા તેમને શા માટે સ્વીકારે ?, એમ બ્લોગમાં લખ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved