Last Update : 08-December-2012, Saturday

 

ચોતરફથી ઘેરાયેલી યુપીએ સરકારે વિપક્ષોને કઇરીતે ચિત્ત કર્યા ?

એફડીઆઇ મુદે જીતથી કોંગ્રેસમાં ઉત્સાહ અને વિશ્વાસ વધ્યોઃ આર્થિક સુધારા આગળ વધારશે

નવી દિલ્હી, તા. ૭
સંસદનું શિયાળુ સત્ર કોંગ્રેસ અને સરકાર માટે સંજીવનીનું કામ કરી ગયું છે. મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં બ્રાંડમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) સહિત અનેક મુદાઓ પર માર ખાતી કોંગ્રેસ પાર્ટીને હવે તેનો વિરોધ કરનારાઓને ફટકારવાનો મોકો મળ્યો છે. એફડીઆઇ મામલે સરકાર જશે તેવા ખતરાનો છેલ્લાં કેટલાક દિવસથી સામનો કરી રહેલી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની સ્થિતિ વધુ મજબૂત બની છે.
ઓગસ્ટમાં રિટેલમાં એફડીઆઇ લાવવાના નિર્ણયનો વિરોધ કરીને તેના સાથીપક્ષ તૃણમૂલ કોંગ્રેસે સમર્થન પાછું લઇ લીધું હતું. એવું માનવામાં આવતું કે હવે સરકાર નહિ બચે. પરંતુ હવે પરિસ્થિતિ એકદમ બદલાઇ ગઇ છે. લોકસભા અને પછી રાજયસભામાં સરકારની સ્થિતિ મજબૂત બની છે.
આનો શ્રેય કોંગ્રેસના વ્યૂહ ઘડનારાઓને આપવામાં આવે તો કોઇ અતિશયોક્તિ નહિ કહેવાય કેમ કે તેમણે આ દિશામાં મજબૂત કામ કરીને સરકારને ઉગારી લીધી છે. સરકારને પાડી દેવાનો ઇરાદો રાખતા વિપક્ષો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. એકબીજાના કટ્ટર વિરોધી સમાજવાદી અને બહુજન સમાજવાદી પાર્ટીને સાધીને વ્યૂહકારોએ તેમની કુનેહનો પરિચય તો આપ્યો જ છે. સાથે સાથે મોંઘવારી અને આર્થિક બાબતો પર સરકારને એકદમ બિનલોકપ્રિય બનાવવાનો વિરોધીઓના પ્રયાસને પણ ફટકો પડયો છે.
રિટેલમાં એફડીઆઇ અને સબસિડીવાળા ગેસ સિલિન્ડર પર મર્યાદા લાદવાથી સરકારને ચોતરફ ટીકાનો સામનો કરવો પડયો છે. સરકારની અંદર જ આ નિર્ણયો પર સવાલ ઉઠવા લાગ્યા છે. પરંતુ કોંગ્રેસ પણ તેના નિર્ણયો પાછા ખેંચવાને બદલે તેના પર અડગ રહી હતી.
સુત્રોએ જણાવ્યું છે કે નાણાં મંત્રાલયનુ સુકાન પ્રણવ મુખર્જીના હાથમાં હતું ત્યાં સુધી આર્થિક નિર્ણયો પર તેઓ પાર્ટીની સલાહો કરતા પોતાની વાતને વધુ મહત્વ આપતા હતા. હવે તેમને કાપીને રાયસિના હિલનો હવાલો સોંપીને કોંગ્રેસે તેમની સીધી દરમિયાનગીરી અટકાવી દીધી છે. હવે નાણાં મંત્રાલયની જવાબદારી પી. ચિદમ્બરમને આપવામાં આવી છે. એમ કરીને સરકારે સંદેશો આપી દીધો હતો કે હવે તે કોઇ આકરા નિર્ણયો કરવા જઇ રહી છે.
વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીને વિશ્વાસમાં લઇને ચિદમ્બરમે તમામ પગલાં ભર્યા. વિપક્ષોએ સરકારના નિર્ણયોની ટીકા કરીને હોબાળો મચાવ્યો અને તેને લોકો સામે વધુ ખરાબ ચીતરવા પ્રયાસ થયો. આમ હવે સરકારની મજબૂતી તેને વધુ આકરા પગલાં લેવા માટે પ્રેરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી કેમ કે હજુ પણ પેન્શન બિલ, લોકપાલ બિલ અને ઇન્શ્યોરન્સ બિલ સહિતના બિલો બાકી છે.
આમ હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે એકવખતે સાવ નખાઇ ગયેલી અવસ્થામાં જણાતી કોંગ્રેસને હવે નવો જોમ મળ્યો છે. હાલમાં સરકાર માટે સંકટનો તબક્કો નીકળી ગયો છે અને તેનો શ્રેય તેના મજબૂત વ્યૂહકારોને આપવામાં આવે તો નવાઇ નહિ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved