Last Update : 08-December-2012, Saturday

 

૧૨૩ વિરુદ્ધ ૧૦૯ મતે
રિટેલમાં એફડીઆઇનો પ્રસ્તાવ પસાર થતાં આર્થિક મોરચે સરકારની મોટી જીત

લઘુમતીમાં હોવા છતાં સપા-બસપાના ટેકાથી લોકસભા બાદ રાજયસભામાં પણ સરકારને બહુમતી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
મલ્ટી બ્રાન્ડ રિટેલમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ(એફડીઆઇ) સંબધી સરકારના નિર્ણય અંગે રાજયસભામાં થયેલા મતદાનમાં સરકારનો વિજય થયો હતો. રાજયસભામાં સરકારના આ નિર્ણય વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલો પ્રસ્તાવ ઉડી ગયો હતો.બસપાએ સરકારનો સાથ આપતા સરકારને આ મતદાનમાં વિજય મેળવવામાં સરળતા રહી હતી. રિટેલમાં એફડીઆઇનો પ્રસ્તાવ પસાર થતાં આર્થિક મોરચે સરકારની મોટી જીત થઇ છે.
સરકારના એફડીઆઇને મંજુરી આપવાના નિર્ણય વિરુદ્ધ એઆઇડીએમકે સાંસદ મૈત્રેયન દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની વિરુદ્ધ ૧૨૩ મતો પડયા હતા જ્યારે આ પ્રસ્તાવના સમર્થનમાં ૧૦૯ મતો પડયા હતાં. એટલે કે ૧૨૩ સાંસદો સરકારની સાથે રહ્યા હતાં. રાજયસભામાં બે દિવસની ચર્ચાને અંતે આ મતદાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ લોકસભામાં પણ આ પ્રસ્તાવ ટકી શક્યો ન હતો. આમ, હવે એફડીઆઇને બંને ગૃહોમાં મંજુરી મળી જતા તેનો માર્ગ મોકળો થઇ ગયો છે. રાજયસભામાં કુલ હાજર સભ્યો કરતા વધારે મત પડયા હોવાથી સરકારે ફરીથી મતદાન કરવાની માંગ કરી હતી. આ મતદાન અગાઉ સપાના ૯ સાંસદોએ વોક આઉટ કરી લેતા અને બસપાના ૧૫ સાંસદોએ સરકારની તરફેણમાં મતદાન કરતા સરકારનો વિજય નિશ્ચિત બન્યો હતો.
બે દિવસની ચર્ચા દરમિયાન વિપક્ષે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજુરી આપવાના નિર્ણય અંગે સરકારની ટીકા કરી હતી. બીજી તરફ સરકારે જણાવ્યું હતું કે આ નિર્ણય દેશના હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે.
રાજયસભામાં આ મતદાન વખતે નોમિનેટ કરાયેલા સભ્ય સચીન તેંડુલકર કોલકાતામાં ટેસ્ટ મેચ ચાલુ હોવાને કારણે, મુરલી દેવરા બિમાર હોવાને કારણે ગેરહાજર રહ્યા હતાં. આ ઉપરાંત બીજેડી નેતા પ્યારી મોહન મહાપાત્રા ગેરહાજર હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved