Last Update : 08-December-2012, Saturday

 

જાપાનમાં ૭.૩નો શક્તિશાળી ભૂકંપ દરિયામાં મોજાં એક મીટર ઉછળ્યાં

અણુમથકો સલામત ઃ જાનહાનિ ન થતાં સરકારે રાહત અનુભવી

(પીટીઆઈ) ટોક્યો, તા. ૭
આજે આવેલા ૭.૩ તીવ્રતાના જોરદાર ભૂકંપે જાપાનને ધુ્રજાવ્યું હતું. ભૂકંપ બાદ દરિયામાં સુનામી આવતા એક મીટર ઊંચા મોજાં ઉછળ્યા હતાં. ભૂકંપથી ઈમારતો ડોલવા લાગતા હજારો લોકો ઘર છોડીને બહાર દોડી આવ્યા હતા.
જાપાનના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ૭.૩ તીવ્રતાના ભૂકંપના પહેલો આંચકો સ્થાનિક સમય મુજબ સાંજે ૫ઃ૧૮ (ભારતીય સમય બપોરે ૧ઃ૪૮) વાગે મિયાગી પ્રાંતમાં કિનારા પાસે પેસિફિક મહાસાગરમાં આવ્યાં હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિયાગીના કિનારાથી ૨૪૦ કિમી દૂર અને ૧૦ કિમીની ઊંડાઈએ પેસેફિક મહાસાગરમાં નોંધાયું હતું. જાપાનના ઈવાટે, મિયાગી, ઓમોરી, ઈબરાકી અને ટોચિગી પ્રાંતોમાં ભૂકંપ આચકા અનુભવાયા હતાં.
હવામાન ખાતાએ મિયાગી પ્રાંતમાં પેસેફિકના તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપી હતી. સ્થાનિક સમય મુજબ સાંજે ૬ઃ૦૨ વાગે મિયાગીના ઇશિનોમાકી ખાતે સુનામીના એક મીટર ઊંચા મોજા ઉછળ્યા હતાં. મિયાગીના સેન્ડાઈ, ઈવાનુમા અને ઈશિનોમાકી તેમજ ઈવાટે પ્રાંતના રિકુઝેન્ટાકાટા શહેરોના સત્તાવાળાઓએ દરિયા કિનારે વસતા લોકોને સ્થળ છોડી દેવાની ચેતવણી આપી હતી.
ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ જાણકારી આપી હતી કે ભૂકંપના કારણે ઈશાન ભાગના ટોક્યો ઈલેક્ટ્રીક પાવર કંપનીના ફુકુશિમા ડાઈઈચી અને ફુકુશિમા ડાઈની પ્લાન્ટ તેમજ ટો હોકુ ઈલેક્ટ્રીક પાવર કંપનીના ઓનાગાવા પ્લાન્ટને કોઈ નુકસાન પહોંચ્યું નથી.
ટોકિયો અને ઓડાવાર તેમજ કાનાગાવા પ્રાંતની ટોકાઈડો શિન્કાન્સેન લાઈન પરની બુલેટ ટ્રેનની સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી હતી જ્યારે ટોહોકુ અને જોહેસ્તુ શિન્કાન્સેન લાઈનો પરની ટ્રેનો થંભાવી દેવામાં આવી હતી. મિયાગીના સેન્ડાઈ એરપોર્ટ પર બધી ફ્લાઈટો રોકી દેવામાં આવી હતી અને ટોકિયો પાસેના નારિતા એરપોર્ટના રનવે બંધ કરી દેવાયા હતાં.
જાપાનના વડાપ્રધાન યોશિહિકો નોડાએ ટોક્યો ખાતેનું તેમનું વક્તવ્ય રદ કર્યું હતું અને તેમના કાર્યાલયમાં પરત ફર્યા હતાં. નેશનલ પોલીસ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જાનમાલના નુકસાનના અહેવાલો મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૧૧મી માર્ચે આવેલા ૯ તીવ્રતાના પ્રચંડ ભૂકંપ અને તેના પગલે આવેલા સુનામીએ જાપાનને રગદોળ્યું હતું જેમાં આશરે વીસ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અથવા ગુમ થયા હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved