Last Update : 08-December-2012, Saturday

 

સોનિયાબેન,તમારી સરકાર ભ્રષ્ટાચારી છેઃ મોદી

- સોનિયાને નરેન્દ્ર મોદીનો જવાબ

 

 

- અબજો કરોડના ભ્રષ્ટાચારથી કોંગ્રેસ સરકારે દેશને લૂંટયો છે

અમદાવાદ, તા.૭
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારી ગણાવતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વળતા પ્રહારમાં યુપીએ સરકારને ભ્રષ્ટાચારમાં લેખાવી છે. મોદીએ જણાવ્યું હતું કે સોનિયાબેન, કોંગ્રેસની કેન્દ્રમાં આખેઆખી સરકાર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે અને તમે ગુજરાતની ભાજપ સરકારને બદનામ કરો છો? તમારી સરકારે અબજો કરોડોના ભ્રષ્ટાચારથી દેશને લૂંટી લીધો છે.
જામનગરના ફલ્લામાં અને જામકંડોરણામાં સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ભાજપની રાજય સરકારને ભ્રષ્ટ ગણાવવાનું જુઠ્ઠાણું શર્મનાક છે. સોનિયા ગાંધીને ભ્રષ્ટાચાર વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. કેન્દ્રની આખેઆખી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે અને અબજો કરોડોના ભ્રષ્ટાચાર આચરી દેશને લૂંટી લીધો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે મુખ્યમંત્રી મોદીને ભાંડવા અને ગુજરાતને બેઆબરૃ કરવા સિવાય વિકાસનો કોઈ મુદ્દો લઈને આવી નથી. પરંતુ છ કરોડ ગુજરાતીઓને હવે કોંગ્રેસના જુઠ્ઠાણા અને નકારાત્મક રાજકારણના આટાપાટામાં કોઈ રસ નથી.
મોદીએ ઉત્તર ગુજરાતમાં ડીસાના ઝેરકા અને સમીના માલવણમાં સભા સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા સિવાય કશું જ કર્યું નથી. એમ જણાવી મોદીએ સોનિયા ગાંધી અને ડૉ.મનમોહનસિંઘને ગુજરાતના ખેડૂતો માટે શું કર્યું તેનો સ્પષ્ટ જવાબ આપવા પડકાર ફેંક્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જો નર્મદા યોજનાની મંજુરીઓ કોંગ્રેસે સમયસર આપી હોત તો ઉત્તર ગુજરાત અને કચ્છ-કાઠિયાવાડ ક્યારનાય લીલાછમ બની ગયા હોત. પરંતુ કોંગ્રેસની સરકારોએ ભૂતકાળમાં નર્મદા યોજનાની ઉપેક્ષા જ કરી છે. કેન્દ્રની કોંગ્રેસ સરકાર યોજના આગળ વધે નહી એવી રૃકાવટો ઉભી કરી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા મુકવામાં કેમ પરવાનગી નથી આપતા તેવા વેધક સવાલો કર્યા હતા.
ગત્ ચોમાસામાં ગુજરાત સરકારે નબળા ચોમાસાના કારણે ટુંકા અને લાંબા ગાળાની રાહતો તેમજ વિવિધ કામો માટે રૃા.૧૪૮પ૦ કરોડના પેકેજની માંગણી કરી હતી. આ પેકેજ આપવાનું કેન્દ્ર સરકારે ક્યારેય કહ્યું ન હોવા છતાં કેન્દ્ર સરકારને ભાંડવા માટે મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેતીના નુકસાનનું રૃા.૧પ હજાર કરોડનું રાહત પેકેજ આપવાનું કેન્દ્રના મંત્રીઓએ વચન આપ્યું હોવા છતાં હજુ સુધી કેન્દ્રએ એક પાઈની પણ મદદ કરી નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે ગુજરાત મુલાકાત વખતે જ ૩પ૦ કરોડ મંજુર કરી દીધા હતા. અને તે પૈકી કેટલીક રકમ તુરંત મોકલી આપી હતી.
મુખ્યમંત્રીએ વધુમા જણાવ્યું હતું કે ગુજરાતના કપાસ પકવતાં ખેડૂતોને નિકાસબંધીથી રૃા.પ હજાર કરોડનું નુકસાન થયું છે. ભાજપ સરકારે ખેડૂતોને કોંગ્રેસની સરકાર કરતાં દસ ગણી રૃા.૩ હજાર કરોડની વીજળીની સબસિડી આપી છે. કોંગ્રેસની સરકારો કરતાં ત્રણ ગણા એટલે કે ૪પ હજાર વીજ જોડાણો ખેતી માટે દર વર્ષે આપ્યા છે. પેહલા વર્ષે ૧પ વીજ સબ સ્ટેશનો બનતાં હતા. અમે વર્ષે ૧૦૦ સબ સ્ટેશનો બનાવ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved