Last Update : 08-December-2012, Saturday

 

વનપ્લીઝ મિનિટ

 

રાષ્ટ્રીય
- ચંદીગઢના બે વગવાળા પરિવારો વચ્ચે કુતરાના મુદ્દે શરૃ થયેલો કકળાટ ગાજતો ગાજતો છેક દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો... જોકે પડતર કેસોના ભાર નીચે દબાયેલી સુપ્રીમે આ કેસનો શિફતપૂર્વક અંત લાવી દીધો છે. ફેશન ડિઝાઈનર ડિમ્પી ગુજરાલ તેમજ પંજાબ અને હરિયાણા વડી અદાલતના પૂર્વ જજ એસ.એસ. ગ્રેવાલના પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતાં. મૂળ વાત એવી હતી કે ડિમ્પીનો કુતરો જજના દરવાજે 'ખૂણો શોધતો' એટલે કે જજના દરવાજે જ પેશાબ કરી જતો! આ મુદ્દે બન્ને પક્ષે એવી તકરાર થઈ કે હત્યાના પ્રયાસની કલમવાળો કેસ દાખલ થઈ ગયો! ...અંતે સુપ્રીમે કહ્યું વિવાદ પર ટાઢું પાણી રેડો તો શાંતિ થશે અને આવું નહીં કરો તો કાયદાનો દુરુપયોગ થતો રહેશે!
- જમ્મુ-કાશ્મીરના કિશીવાર જીલ્લાના ત્રણ યુવાનો તાજેતરમાં જ ૪૦ દિવસ જેલની હવા ખાઈ આવ્યા... તેમનો અપરાધ માત્ર એટલો હતો કે ધર્મનિંદાને લગતા એક વીડિયોમાં ફેસબુક પર તેમને ટેગ કરાયા હતાં અને ત્રણમાંથી એકે તેના અંગે ટિપ્પણી (કોમેન્ટ) પણ લખી હતી. ફેસબુકના કારણે જેલભેગા થયેલા કિશોરી શર્મા, બંસીલાલ અને મોતિલાલ શર્માની ધરપકડ ૨૯મી ઓક્ટોબરે થઈ હતી. તેમના પર ધાર્મિક ચિન્હનું અપમાન કરવા અને ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મુકાયો હતો... ટૂંકમાં, ફેસબુક પર કંઈક મુકતા કે લખતા હવે સો વાર વિચારવું પડે તેવી સ્થિતિ છે કારણ કે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ હવે માત્ર સંબંધો બનાવવા કે બનેલા સંબંધોને વિકસાવવા પૂરતી સિમિત રહી નથી... તંત્ર હવે આ વેબસાઈટને ગંભીરતાથી લેતું થયું છે!
- આવા ક્રાઈમની વાત નીકળી જ છે તો પછી ગયા વર્ષે આ અપરાધ બદલ કરાયેલી કાર્યવાહી પર પણ એક નજર ફેરવી લઈએ. ૨૦૧૧માં સાયબર ક્રાઈમને લગતા કેસોમાં આઈટી એક્ટ, ૨૦૦૦ અંતર્ગત ૧૬૦૦ લોકોની ધરપકડ થઈ હતી. જેમાં આઈપીસીની પણ કેટલીક કલમો લગાડાઈ હતી. સરકારી આંકડાઓ મુજબ ૨૦૦૭થી અત્યાર સુધીમાં આ અપરાધને લગતી ધરપકડનો આંકડો સતત વધતો રહ્યો છે.
- બળવાખોરના સાથીઓ પણ બળવાખોર જ હોવાના... કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પૂર્વ નેતા બી.એસ. યેદ્દીયુરપ્પાએ તેમના સાથીઓ માટે 'નાસ્તા-પાણી'નું આયોજન કર્યું હતું. ભાજપના મનાઈ હુકમ છતાં ભાજપના ૨૩ ધારાસભ્યો અને સાત સાંસદોએ આ મિજબાનીમાં હાજરી આપીને યેદ્દીયુરપ્પા પ્રત્યેનું સમર્થન રજૂ કર્યું હતું. યેદ્દીયુરપ્પા નવમી તારીખે તેમના નવા પક્ષ 'કર્ણાટક જનતા પાર્ટી'ની જાહેરાત કરવાના છે ત્યારે આ 'નાસ્તા-પાણી'માં ભાજપી નેતાઓની હાજરીથી કર્ણાટક ભાજપના દિગ્ગજોને પેટમાં ફાળ પડી હોવાનું માનવામાં આવે છે.
- રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલને નવા રંગરૃપ મળ્યા છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ ભવ્ય ઓરડામાં જ શપથ લીધા હતા. આવી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા દરબાર હોલ સહિત રાષ્ટ્રપતિ ભવનના અન્ય સ્થળોને પણ 'તાજામાજા' કરવાની યોજના હાથ ધરાઈ છે. ૧૯૧૩માં એડવિન લુટીએને ડિઝાઈન કરેલા આ દરબાર હોલનો ઉપયોગ અત્યાર સુધી માત્ર પદ્મ એવોર્ડ અને સંરક્ષણ વિભાગને લગતા શપથ સમારોહ માટે જ થતો હતો. ગઈકાલે આ હોલમાં યોજાયેલા ખાસ સમારંભોમાં ૧૩૧ દેશોના ન્યાયાધીશો સહિતના મહેમાનોને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંબોધન કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય....
- નેપાળના વડાપ્રધાન તરીકે સર્વસંમતિથી એક નામ સૂચવવાની સમયમર્યાદા નેપાળના પ્રમુખ રામસરન યાદવે ૬ દિવસ વધારી દીધી છે. નેપાળના મોટા રાજકીય પક્ષો સરકાર રચવામાં નિષ્ફળ જતા યાદવે આ નિર્ણય લીધો છે. આ અગાઉ પણ તેઓ એકવાર સમયમર્યાદા વધારી ચૂક્યા છે. આજે સવારે યાદવ અને માઓવાદી નેતા પ્રચંડ વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં નેપાળની વર્તમાન ડામાડોળ રાજકીય પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
- યુ.એ.ઇ.ના પ્રમુખ શેખ ખલિફા બિનઝઇદ આપ નહ્યાને વિશ્વનું સૌથી મોટું ઓળખપત્ર એટલે કે આઇકાર્ડ બનાવીને નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ કાર્ડ યુ.એ.ઇ.ના મૂળ આઇકાર્ડ કરતા વીસ ગણું મોટું છે. શેખ ખલિફાના ફોટાવાળું આ કાર્ડ ૧.૪ મીટર લાંબુ અને ૦.૮૬ મીટર પહોળું છે. ઉલ્લેખનીય છે કે યુએઇ હાલ આવા ૧૧૦ જેટલા અવનવા વિશ્વ રેકોર્ડ ધરાવે છે.
- મહિલાઓને સુંદર દેખાવું ગમે તે સનાતન સત્ય છે. ચહેરાને બુરખામાં રાખવાના કાયદાવાળા દેશોમાં પણ મહિલાઓ હવે ચહેરાના સૌંદર્ય પ્રત્યે સભાન બની છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચહેરાને સૌંદર્ય બક્ષવા કોસ્મેટિક સર્જરી કરાવતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે.
- ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન સહિતના દેશોમાં અત્યાર સુધી ઇજાના કારણે ચહેરા પર થયેલી ઇજા કે અન્ય પ્રકારના ડાઘને દૂર કરવા માટે ઓપરેશન થતા હતા પરંતુ હવે કોસ્મેટિક સર્જરીના હેતુઓમાં સૌંદર્ય નિખારનો ઉમેરો થયો છે.
- સ્ટેમ સેલ ક્ષેત્રે પાયાનું સંશોધન કરનારા રોંગ્સિઆંગ ઝુએ આ વર્ષે મેડિસીનના નોબેલ પ્રાઇઝના મુદ્દે નોબેલ એસેમ્બલી સામે કેસ દાખલ કર્યો છે. તેમનું કહેવું છે કે, 'હ્યુમન બોડી રીજનરેટીવ, રીસ્ટોરેશન સાયન્સ'ના તેઓ પ્રણેતા છે અને તેમણે આ ક્ષેત્રમાં ૧૯૮૪માં ચાવીરૃપ સંશોધન કર્યું હતું. આ વર્ષે કોરોલિન્ક્સા સંસ્થાએ જાપાનના શિન્યા યામાન્કા અને બ્રિટનના જોન ગોર્ડનને આ પુરસ્કાર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોબેલ એસેમ્બલી સામે કેસની આ પહેલી ઘટના છે.
- એનર્જી ક્ષેત્રની દિગ્ગજ કંપની એનપાવરે સાત સપ્તાહમાં તેના ગ્રાહકોને માર્કેટિંગને લગતા ૧૭૦૦ જેટલા કેસ કરતા તેને નિયંત્રક ઓફકોમના કડક પગલાનો સામનો કરવો પડયો છે. ગ્રાહકોને હેરાનગતિ ઉભી કરતા આવા કોલ બદલ કંપનીને ૬૦ હજાર પાઉન્ડનો દંડ ફટકારાયો છે. ગેસ અને વીજ પુરવઠો પૂરો પાડતી આ કંપનીએ ગયા વર્ષે ૩૦ કરોડ પાઉન્ડનો નફો કર્યો હતો. કંપનીએ ગયા વર્ષે માર્કેટિંગને લગતા આવા ૧૭૫૬ કોલ તેમજ એસ.એમ.એસ. કર્યા હતા બીજી બાજુ કંપનીએ હેરાનગતિનો ભોગ બનેલા ગ્રાહકોને ૧૦ પાઉન્ડના વાઉચર વળતર પેટે આપવાની તૈયાર હોવાનું માનવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved