Last Update : 08-December-2012, Saturday

 
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત

 

એક વર્ષ લાંબા શીત યુદ્ધનો વિરામ લાવવાનો નિર્ણય કરી સોનાક્ષી સિંહા અને કંગના રાણાવતે નવેસરથી મૈત્રી શરૃ કરવાનું નક્કી કર્યું છે અને તેમના આ નિર્ણયનો શ્રેય સલમાન ખાનને જાય છે.
આ બંને અભિનેત્રીઓ તેની સેલિબ્રિટી ક્રિકેટ ટીમ મુંબઈ હીરોઝની બ્રાન્ડ એમ્બેસેડર બને એવી સલમાનની ઇચ્છા છે. ગયે વર્ષે ટીમ બાબતે સોનાક્ષી અને કંગના વચ્ચે એક મહાયુદ્ધ છેડાયું હતું. આ યુદ્ધ એટલી હદે પહોંચી ગયું હતું કે ગુસ્સે ભરાયેલી સોના દુબઈથી સિરીઝ પડતી મૂકીને મુંબઈ પાછી ફરી હતી. સોનાક્ષીના આ પગલાને કારણે કંગનાને તેની અપેક્ષા મુજબ પ્રસિદ્ધી મળી ગઈ હતી.
'સોનાક્ષી અને કંગના ટીમના એક ચહેરા તરીકે એકલા જ ચમકવા માગતા હતા. પરંતુ આ વરસે ખાનબંધુઓએ ચોખ્ખા શબ્દોમાં તેમને કહી દીધું હતું કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમને કોઈ એકની નહીં પણ બંનેની જરૃર છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ગયે વર્ષે સોનાક્ષીની ગેરહાજરીથી સલમાન નાખુશ હતો. 'દરેક અભિનેત્રીને સલમાનનો સાથ જોઈએ છે. સલમાનની કેમ્પ સાથે જોડાવાથી તેમને ઘણા લાભ મળે છે. આથી આમા અહમ આડો લાવવાને કારણે સલમાનને નહીં પણ તેમને જ નુકસાન થાય છે અને તેમના હાથમાં આવેલી તક સરી જાય છે.'
કંગના ટીમમાં જોડાવા રાજી છે અને તે આસાનીથી તારીખો ફાળવી શકે તેમ છે જ્યારે સોનાક્ષીનું ટાઇમ-ટેબલ ઘણું વ્યસ્ત છે. 'ટુર્નામેન્ટ દરમિયાન તે 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ-ટુ'ના શૂટિંગમાં વ્યસ્ત હશે. શાહિદ સાથેની તેની ફિલ્મ પણ એ જ ગાળામાં શરૃ થવાની છે, 'એમ સોનાક્ષીની નજીકના એક સૂત્રનું કહેવું છે. જોકે સોનાક્ષી આ કારણને એક બહાના તરીકે વાપરવા માગતી નથી. 'આખી ટુર્નામેન્ટ દરમિયાન નહીં આવી શકે તો અમુક મેચમાં હાજરી આપવાનું તેણે વચન આપ્યું છે,' એમ સૂત્ર સ્પષ્ટ કરે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved