Last Update : 08-December-2012, Saturday

 

રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
બુકીંગઃ સેન્સેક્સમાં છેલ્લી ઘડીમાં ૯૭ પોઇન્ટનો આંચકો

અંતે સેન્સેક્સ ૬૩ પોઇન્ટ ઘટીને ૧૯૪૨૪ ઃ FIIની વધુ રૃા.૬૪૮ કરોડની ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
રીટેલ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણને (એફડીઆઇ) લોકસભા બાદ આજે રાજ્યસભાની પણ બ.સ.પા અને સમાજવાદી પક્ષના વોકઆઉટથી મંજૂરી મળી જતાં પૂર્વે આર્થિક સુધારા રીફોર્મ્સ મામલે યુપીએ સરકારને મોટી જીતના સ્પષ્ટ સંકેતે હવે બેંકિંગ કાયદા સુધારા બિલ, પેન્શન- ઇન્સ્યોરન્સ ક્ષેત્રે એફડીઆઇ-એફડીઆઇ લિમિટમાં વધારવાના બિલ સહિતને આગામી સપ્તાહમાં લીલીઝંડી મળી જવાની અપેક્ષાએ મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત મજબૂતીએ થઇ હતી. તેજીની ચાલને આગળ વધારી ટ્રેડીંગના આરંભમાં ઓટો શેરો મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભેલ, ટાટા પાવર, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કોમાં લેવાલીના આકર્ષણ તેમ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફંડોની લેવાલી વધતા સેન્સેક્ષ આગલા બંધ ૧૯૪૮૬.૮૦ સામે ૧૯૫૧૪.૮૮ મથાળે ખુલીને આરંભમાં જ ૭૫.૦૭ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૯૫૬૧.૮૭ સુધી પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય મોરચે પણ ક્રુડ ઓઇલના ભાવ યુ.એસ.માં પુરવઠો સર્વોચ્ચ સપાટીએ રહેતા યુ.એસ. ક્રુડ ઓઇલ ફ્યુચર્સમાં ત્રણ સપ્તાહના તળીયે વેપાર થતા પોઝિટીવ અસરે ઓટો, ઓઇલ- ગેસ શેરોમાં આરંભિક લેવાલી રહી હતી. પાવર - કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઇન શેરો પણ ફંડોના વેલ્યુબાઇંગે વધી આવ્યા હતા. પરંતુ આઇટી જાયન્ટ કોગ્નીઝન્ટના વર્ષ ૨૦૧૩ માટે આવક વૃદ્ધિના ૧૬ ટકા નબળા આઉટલૂક- અંદાજોએ આઇટી- સોફ્ટવેર શેરોમાં વેચવાલીના દબાણ બાદ રિલાયન્સ બન્ને ગુ્રપ કંપનીઓના શેરોમાં નફારૃપી વેચવાલીના દબાણે સેન્સેક્ષ વધ્યામથાળે અથડાઇ જઇ પોણા વાગ્યા બાદ નરમાઇ તરફી જઇ બે વાગ્યા નજીક ૯૦ પોઇન્ટ જેટલો બતાવતો હતો. જે ઘટયામથાળે ઓટો સાથે કેપિટલ ગુડઝ- પાવર, મેટલ શેરોમાં લેવાલી વધતા ફરી મોટાભાગનો ઘટાડો પચાવીને ૨.૩૦ વાગ્યા નજીક ઘટાડો ૧૫ પોઇન્ટ જેટલો મર્યાદિત રહી ગયો હતો. જે લાંબો સમય ૨૦થી ૨૫ પોઇન્ટની સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ ૩.૧૬ વાગ્યે એકાએક હેમરીંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ તૂટતા અને ટીસીએસ, ઇન્ફોસીસ, બજાજ ઓટોની નરમાઇએ સેન્સેક્ષે પાંચ મીનિટમાં જ ૯૭ પોઇન્ટ ગુમાવી દઇ ૧૯૪૬૧થી ૧૯૩૬૪ સુધી ૩.૨૧ વાગ્યે આવી ગયો હતો. જે છેલ્લે એવરેજ ગણતરીએ ૬૨.૭૦ પોઇન્ટના ઘટાડે ૧૯૪૨૪.૧૦ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૯૪૯ની ટોચ બનાવી પીછેહઠ ઃ નીચામાં ૫૮૮૮ બોલાયો ઃ છેલ્લે પાંચ મીનિટમાં ૨૭ પોઇન્ટ તૂટયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૯૩૦.૯૦ સામે ૫૯૩૪ ખુલી શરૃઆતમાં જ મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, જેપી અસોસીયેટસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લુપીન, બેંક ઓફ બરોડા, ભેલ, કેઇર્ન, જિન્દાલ સ્ટીલમાં આકર્ષણે ઉપરમાં ૫૯૪૯.૮૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યામથાળે રિલાયન્સ શેરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રા.માં વેચવાલી સાથે ડીએલએફ, એક્સીસ બેંક, સેસાગોવા, એચસીએલ ટેક્નોલોજી, ટાટા સ્ટીલ, ટીસીએસ, એશીયન પેઇન્ટસ ગ્રાસીમ, અલ્ટ્રાટેકમાં વેચવાલી નીકળતા બે વાગ્યા નજીક ૫૮૯૮ સુધી આવી ગયો હતો. જે ફરી સાધારણ રીકવરીની ચાલે ૩.૧૩ વાગ્યા નજીક ૫૯૧૭ જેટલો પહોંચ્યો હતો. પરંતુ ૩.૧૬ વાગ્યા નજીક એકાએક હેમરીંગમાં પાંચ જ મીનિટમાં ૨૭ પોઇન્ટ ગુમાવી દઇ ૩.૨૧ વાગ્યા નજીક ૫૮૮૯ સુધી આવી ગયો હતો. જે અંતે ૨૩.૫૦ પોઇન્ટના ઘટાડે ૫૯૦૭.૪૦ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ + અપ ઃ નિફ્ટી સ્પોટ ૫૮૪૦ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી ઃ ૫૭૪૦ મજબૂત સપોર્ટ
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ હજુ પોઝિટીવ + અપ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ ૫૮૪૦ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજીના વેપારનું મૂકાઇ રહ્યું છે. નિફ્ટી, સ્પોટ ૫૭૪૦ મજબૂત સપોર્ટ છે.
ઓટો શેરો વાહનોના ભાવ વધારાના આકર્ષણે વધ્યા ઃ મારૃતી સુઝુકી રૃા. ૧૫૧૦ ઃ મહિન્દ્રા રૃા. ૯૩૭
ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા જાન્યુઆરી મહિનાથી વાહનોના ભાવોમાં વધારો કરવાના નિર્ણય અને એમા ખાસ મારૃતી સુઝુકીએ વિદેશી ચલણની અફડાતફડીને લઇ જાન્યુઆરી મહિનાથી કારના ભાવમાં રૃા. ૨૦ હજાર સુધી વધારો કરવાનું જાહેર કર્યાના આકર્ષણે શેર રૃા. ૨૮.૮૦ વધીને રૃા. ૧૫૧૦.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૬.૮૫ વધીને રૃા. ૯૩૬.૮૫, ટાટા મોટર્સ રૃા. ૧.૬૦ વધીને રૃા. ૨૮૧.૮૦, હીરો મોટોકોર્પ રૃા. ૩.૦૫ વધીને રૃા. ૧૮૨૬.૪૦, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૬.૩૫ વધીને રૃા. ૫૦૫, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧ વધીને રૃા. ૧૪૮, બોશ રૃા. ૧૮.૯૫ વધીને રૃા. ૯૧૨૩ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૫૫.૬૮ પોઇન્ટ વધીને ૧૦૯૩૬.૩૦ હતો.
નિફ્ટી ૬૦૦૦નો કોલ ૬૯.૮૫થી તૂટીને ૪૪.૩૦ ઃ ૫૯૦૦નો પુટ ૫૦થી ઉછળી ૬૦ ઃ ફ્યુચર ૫૯૭૯ થઇ ગબડીને ૫૯૩૦
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૬૦૦૦નો કોલ ૫,૬૩,૭૭૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૭૦૭૩.૬૦ કરોડના ટર્નઓવરે ૬૭.૪૦ સામે ૬૯.૮૫ ખુલી ઉપરમાં ૬૯.૯૦ થઇ નીચામાં ૪૧.૭૫ સુધી ગબડી જઇ અંતે ૪૪.૩૦ હતો. નિફ્ટી ૫૯૦૦નો પુટ ૪,૫૮,૪૮૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૬૪૮.૯૮ કરોડના ટર્નઓવરે ૫૦.૧૫ સામે ૫૩ ખુલી નીચામાં ૪૫.૧૫ થઇ ઉપરમાં ૬૪.૮૦ સુધી જઇ અંતે ૬૦ હતો. નિફ્ટી ૬૧૦૦નો કોલ ૩૩.૩૫ સામે ૩૪.૯૦ ખુલી ઉપરમાં ૩૪.૯૦થી નીચામાં ૧૮ સુધી ગબડી અંતે ૧૮.૮૦ હતો. નિફ્ટી ૫૮૦૦નો પુટ ૩,૧૭,૯૨૮ કોન્ટ્રેક્સમાં રૃા. ૯૨૬૨.૮૦ કરોડના ટર્નઓવરે ૨૫.૨૦ સામે ૨૨.૧૦ ખુલી નીચામાં ૨૧.૭૫ થઇ ઉપરમાં ૩૨.૭૫ સુધી જઇ અંતે ૨૯.૨૫ હતો. નિફ્ટી ડીસેમ્બર ફ્યુચર ૨,૦૯,૬૯૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૨૪૨.૯૬ કરોડના ટર્નઓવરે ૫૯૭૦.૬૫ સામે ૫૯૭૯.૯૫ ખુલી નીચામાં ૫૯૨૧.૭૫ સુધી ગબડી અંતે ૫૯૩૦.૧૦ હતો.
રિલાયન્સ બન્ને ગુ્રપ શેરોમાં પ્રોફીટ બુકીંગ
રિલાયન્સ બન્ને ગુ્રપ કંપનીઓના શેરોમાં પ્રોફીટ બુકીંગથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શરૃઆતમાં ઉપરમાં રૃા. ૮૪૯ થઇ અંતે રૃા. ૭.૪૫ ઘટીને રૃા. ૮૩૪.૨૦, રિલાયન્સ કેપિટલ રૃા. ૬.૯૦ ઘટીને રૃા. ૪૪૬.૩૦, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા. ૭૩.૬૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૫.૭૫ ઘટીને રૃા. ૫૦૬.૬૫ રહ્યા હતાં.
વીજ દરોમાં વાર્ષિક વધારાના પ્રસ્તાવને કેબીનેટ મંજૂર કરશે! જેએસડબલ્યુ એનર્જી, ભેલ, જિન્દાલ સ્ટીલ પાવર વધ્યા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની એકાએક મોટી લેવાલી નીકળી હતી. વીજ દરોમાં દર વર્ષે સમીક્ષા કરવાના પ્રસ્તાવ બિલને કેબીનેટ દ્વારા મંજૂરી મળવાની અટકળોએ વીજ દરોમાં સમયાંતરે વધારાથી વીજ બોર્ડો સાથે વીજ ઉત્પાદક કંપનીઓની નફાશક્તિ વધવાના અંદાજોએ પાવર શેરોમાં તેજીનો કરંટ જોવાયો હતો. ભેલ રૃા. ૧.૮૫ વધીને રૃા. ૨૪૨.૯૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૩.૬૦ વધીને રૃા. ૬૮.૨૦, એસજેવીએન રૃા. ૨૦.૨૫, રિલાયન્સ પાવર વધીને રૃા. ૧૦૦.૮૦, સીઇએસસી રૃા. ૧.૪૫ વધીને રૃા. ૩૨૫.૮૫ રહ્યા હતાં.
સપ્તાહના અંતે સ્મોલ-મિડ કેપ શેરોમાં હળવા ાૃથવાનું માનસ ઃ ૧૪૮૬ શેરો ઘટયા છતાં ૩૦૦ શેરોમાં તેજીની સર્કિટ
સપ્તાહનો અંતિમ દિવસ રહેતા ્ને ઘણાં દિવસોથી સ્મોલ-મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં તેજી બાદ આજે નફારૃપી વેચવાલી સાથે હળવા થવાનું માનસ રહેતા માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૨ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૬ અને વધનારની ૧૪૩૬ રહી હતી. અલબત ૩૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૧૭૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
કોગ્નીઝન્ટના નબળા આઉટલૂકની અસરે આઇટી શેરોમાં સતત વેચવાલી ઃ હેકઝાવેર, ઇન્ફોસીસ, ટીસીએસ ઘટયા
ભારતની બીજી સૌથી મોટી આઇટી સોફટવેર નિકાસકાર કોગ્નીઝન્ટ દ્વારા વર્ષે ૨૦૧૩માટે આવક વૃધ્ધિનો અંદાજ નબળો નીચો ૧૬ ટકા મૂકતા અને મોર્ગન સ્ટેનલીએ પણ આઇટી કંપનીઓનું આઉટલૂક ધૂંધળું બતાવતા આઇટી શેરોમાં સતત ફંડો વેચવાલી રહ્યા હતા. ટીસીએસ રૃા.૧૪.૪૫ ઘટીને રૃા.૧૨૬૭.૯૫, ઇન્ફોસીસ રૃા.૧૮.૮૦ ઘટીને રૃા.૨૩૧૯.૭૦, વિપ્રો રૃા.૩૭૮.૯૦, હેકઝાવેર ટેકનોલોજી રૃા.૯.૯૦ ઘટીને રૃા.૯૬.૫૫, એચસીએલ ટેકનોલોજી રૃા.૧૩.૪૫ ઘટીને રૃા.૬૧૨.૧૦, એમ્ફેસીસ રૃા.૭.૭૦ ઘટીને રૃા.૩૯૧.૪૦, ફાઇનાન્શિયલ ટેકનોલોજી રૃા.૧૩.૫૦ ઘટીને રૃા.૧૧૩૦.૩૫ રહ્યા હતા. રૃપિયા સામે ડોલર આજે ૩૪ પૈસા મજબૂત થઇને રૃા.૫૪.૪૭ રહ્યો હતો.
આઇશર મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, યશ બેંક, જીએમઆર ઇન્ફ્રા., યુનીટેકા, એક્સીસ બેંક, જેટ એર, ડીએલએફ ઘટયા
'એ' ગુ્રપના ઘટનાર અન્ય શેરોમાં આઇશર મોટર્સ રૃા.૧૦૫.૧૫ તૂટીન ેરૃા.૨૬૭૫, ઇન્ડસઇન્ડ બેંક શેરોના ક્યુઆઇબીને પ્લેસમેન્ટ બાદ રૃા.૧૪.૭૦ ઘટીને રૃા.૪૧૧.૪૦, એનએમડીસી રૃા.૫.૧૦ ઘટીને રૃા.૧૫૮.૭૦, જીએમઆર ઇન્ફ્રા. એ માલદીવ એરપોર્ટ કોર્ટના વિરૃદ્ધમાં ચૂકાદાએ પરત કરવાની ફરજ પડતા શેર ૬૦ પૈસા ઘટીને રૃા.૧૯.૨૦, યુનીટેક રૃા.૧ ઘટીને રૃા.૩૪.૯૫, ડીએલએફ રૃા.૫.૭૦ ઘટીને રૃા.૨૨૦.૭૦, યશ બેંક રૃા.૧૧.૬૫ ઘટીને રૃા.૪૫૫.૩૦, એક્સીસ બેંક રૃા.૩૧.૧૫ ઘટીને રૃા.૧૩૩૪.૨૦, જેટ એર ઇન્ડિયા રૃા.૧૦.૫૦ ઘટીને રૃા.૫૨૯.૭૦ રહ્યા હતા.
એફઆઇઆઇની વધુ રૃા.૬૪૮ કરોડના શેરોની કેશમાં ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇ વેચવાલ
એફઆઇઆઇ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૃા.૬૪૮.૦૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા.૨૮૫૪.૩૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૨૨૦૬.૨૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા.૭૯૮.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા.૧૦૩૪.૪૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૧૮૩૨.૯૫ કરોડના શેરોનું વેચાણ કર્યુ ંહતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
શ્વેતપત્રિકામાં 'શ્વેત' પુરવાર થયેલાં અજિત પવાર ફરી નાયબ મુખ્યપ્રધાન
સાત પોલીસને નશીલા પદાર્થયુક્ત ભોજન કરાવી દિલ્હીનં બે ઠગ ફરાર ઃ સાતેય પોલીસ સસ્પેન્ડ

જુંદાલે પોતાનું કબૂલાતનામુ ફેરવી તોળ્યું ઃ બળજબરીથી સહી લેવાયાનો આક્ષેપ

મહારાષ્ટ્ર ઉપર ૨.૭૦ લાખ કરોડનું દેવું થતાં ક્રેડિટ રેટિંગમાં ધસારો
અજમલ આમિર કસબની અંતયેષ્ટી પાછળ થયો રૃા.૯,૫૭૩નો ખર્ચ
ભારતીય બોલરોનો સંઘર્ષ જારી ઈંગ્લેન્ડના છ વિકેટે ૫૦૯ રન

ભારતીય બોક્સિંગ અને તીરંદાજીના ફેડરેશનની માન્યતા પણ રદ થઇ

શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય બેટ્સમેનોએ લડત આપવી પડશે

મોદીને વીઝા અંગેની અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી

ખાનગી કંપનીઓ લોકોને ૧.૫ અબજ ડોલરમાં ચંદ્રની સફર કરાવતી થશે !
મુરસીએ વલણ ન બદલતાં પ્રજાના પ્રચંડ વિરોધ પ્રદર્શન

ઝરદારી રાજકીય રક્ષણના નામે કોર્ટના આદેશને અવગણી ન શકે

અમેરિકાએ 'સબક્રિટીકલ' ન્યુક્લિયર પરીક્ષણ કર્યું
રીટેલ FDI મંજૂર છતાં સપ્તાહના અંતે શેરોમાં પ્રોફીટ
સોનું ફરી રૃા. ૩૧૦૦૦ને આંબી ગયું ચાંદી ઉછળી રૃા. ૬૨૦૦૦ને પાર
 
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved