Last Update : 08-December-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૧૨-૨૦૧૨ શનિવાર
કાતરક વદ નોમે (દસમનો ક્ષય છે) પશુ-પક્ષીઓમાં પીડા ?
મૃત્યુયોગ-યમઘંટયોગ
ઝાડેશ્વર (ભરૃચ) અ.પુ.સ્વા. મંદિર પાટોત્સવ.
દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૫૮ મિ. (સૂ) ૭ ક. ૫૩ મિ. (મું) ૭ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ઉત્રા ફાલ્ગુની સવારના ૭ ક. ૩૦ મિ. સુધી પછી હસી બપોરના ૧૨ ક. ૧૧ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- વૃશ્ચિક મંગળ- ધન, બુધ- વૃશ્ચિક, ગુરૃ- વૃષભ
શુક્ર- તુલા શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુભં, પ્લુટો- ધન
વિક્રમ સવંત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણાયન હેમત ઋતુ રા.દિ. મા./૧૭
માસ-તિથિ-વાર ઃ કારતક વદ નોમને શનિવાર (દસમનો ક્ષય)
- વદ દસમનો ક્ષય છે. શુભ.
- મૃત્યુભોગ, યમઘંટયોગ સવારના ૭ ક. ૧૨ મિ.થી રાત્રે ૩૦. ક. ૧૧ મિ. સુધી
- વિષ્ટી સાંજના ૧૯ ક. ૦૩ મિ.થી રાત્રે ૩૦ ક. ૦૭ મિ. સુધી.
- જૈન મહાવીર સ્વામિ દીક્ષા કલ્યાણક દિવસ.
- ઝાડેશ્વર (ભરૃચ) અ.પુ.સ્વા. મંદિર પાટોત્સવ.
- પક્ષીઓને પીડા. દિવસ ત્રણમાં એવરેજ તેજી.
- અનાજના ભાવ મધ્યમ રહે.
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૨૩ રોજ દએપદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે ભાગિતિથિ, મૃત્યુયોગ-યમઘંટયોગ છે. તેથી આજે શાંતિથી દિવસ પસાર કરવો. બિમારી-વિવાદ-ચિંતા-ગુસ્સો-ઉશ્કેરાટ તકલીફ કરે.
વૃષભ ઃ વાણીમાં મીઠાસને વ્યવહારમાં નમ્રતા રાખીને નોકરી-ધંધાનું કામ કરવું. વિવાદથી દૂર રહેવું, વાહન શાંતિથી ચલાવવું.
મિથુન ઃ સગા સંબંધી, મિત્રવર્ગના કારણે ચિંતા, ખર્ચ, તમારા રોજીંદા કામમાં રૃકાવટ અનુભવાય. વિલંબ થાય. વ્યવહારિક સામાજીક કામની વ્યસ્તતા રહે.
કર્ક ઃ યાત્રા પ્રવાસ, મુલાકાતમાં રસ્તામાં આવતા જતાં, વાહન ચલાવતા સંભાળવું. નોકરી-ધંધાના, રાજકીય, સરકારી સંબંધ, વ્યવહારમાં ચિંતા, ઉચાટ રહે.
સિંહ ઃ કૌટુંબિક, વ્યવહારિક, સામાજીક કામની વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. આનંદ ઉત્સાહ રહે પરંતુ આરોગ્ય સાચવવું.
કન્યા ઃ માનસિક પરિતાપ-વિચારોમાં છતાં તમારે સ્વસ્થતાથી તમારા તેમજ અન્યના કામમાં ધ્યાન આપવું પડે. નોકરી-ધંધાનું કામ થાય, આવક થાય.
તુલા ઃ આંખમાં, ખભામાં, કમરમાં, પગમાં દર્દમાંથી સંભાળવું. નોકરી-ધંધાના, સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં ચિંતા રહે, ધ્યાન રાખવું પડે. ખર્ચ થાય.
વૃશ્ચિક ઃ આપના આનંદ ઉત્સાહમાં વધારો થાય. કામકાજમાં પ્રગતિ જણાય. પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. વ્યવહારિક, સામાજીક કામ થાય.
ધન ઃ નોકરી-ધંધાના, સગા સંબંધી- મિત્રવર્ગના કે સરકારી, રાજકીય કામમાં ઈચ્છા-અનિચ્છાએ તમારે વ્યસ્ત રહેવું પડે, સહકાર આપવો પડે.
મકર ઃ બહાર કે બહારગામના સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે, નોકરી-ધંધાના કે રાજકીય, સરકારી કામ અંગે આનંદ, ઉત્સાહ રહે.
કુંભ ઃ પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. શારિરીક, માનસિક અસ્વસ્થતા-ચિંતા-દબાણના લીધે વિચારોની એકાગ્રતા જળવાય નહીં.
મીન ઃ પરિવારના, સગા સંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. વધારાનું કામ ઉકેલાય.

જન્મ તારીખ વર્ષ સંકેત... તા. ૮ ડિસેમ્બર ૨૦૧૨ શનિવાર
આજથી શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. કૌટુંબિક પ્રશ્ને વિચાર-ચિંતા-ખર્ચ-વિવાદ જણાય. આરોગ્યની બાબતમાં બેકાળજી રાખવી નહીં. વ્યસની વ્યક્તિને ઘાતક બિમારી આવી જાય.
વિશેષમાં ઃ
- નોકરી-ધંધાના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી. નાણાંકીય વ્યવહારમાં ગાફેલ રહેવું નહીં. નવા-નવી નોકરી હોય તેમને તકલીફ પડે. કાયમી નોકરી હોય તેમને ખાતાકીય તેમજ સ્ટાફની પરેશાની, તકલીફ અનુભવાય.
- સંયુક્ત પરિવાર, સંયુક્ત મીલ્કતના પ્રશ્નમાં, કૌટુંબિક-વ્યવહારિક સંબંધમાં મનદુઃખ થાય.
- વર્ષારંભે પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનકુળતા રહે. સંતાનની પ્રગતિ જણાય.
- સ્ત્રી વર્ગને મહેનત છતાં જસ મળે નહીં. સગા સંબંધી-મિત્રવર્ગમાં મનદુઃખ થાય.
- વિદ્યાર્થીવર્ગને ભણવામાં વર્ષારંભથી જ ધ્યાન રાખવું જરૃરી રહેશે.

 

 

સુપ્રભાતમ્

વિદ્વાન, મહત્ત્વાકાંક્ષી, કુશળ શિલ્પી, પરાક્રમી પુરૂષ અને સેવા-વૃત્તિના કુશળ જાણકારને રાજા સિવાય બીજો આશ્રય નથી, બીજો યોગ્ય આશ્રય મળે તેમ નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનના ઘરમાં એક વાંદરો પેંધો પડી ગયો હતો. દોસ્તોએ છગનને સલાહ આપી કે એ વાંદરાને શહેરના પ્રાણીસંગ્રહલયમાં લઈ જાય.
બીજે દિવસે છગનને એ વાંદરા સાથે જ બધાએ જોયો. એટલે પૂછ્‌યું, ‘કેમ, શું થયું? પ્રાણી સંગ્રહાલય લઈ નહોતો ગયો?’
‘લઈ ગયો’તો ને!’ છગને જવાબ આપ્યો, ‘બહુ મજા આવી... હવે આજે વોટર પાર્ક જવાના છીએ.’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક મીઠાઈ વરાયટી

પનીરનાં ગુલાબજાંબુ

 

સામગ્રી ઃ એક કિલો પનીર, ૨૫૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ મેંદો, અડધી ચમચી બેકંિગ પાઉડર, ઇલાયચી ખાંડેલી, ઘી, સાકર.

 

રીત ઃ દૂધ ફાડીને પનીર બનાવવું. દૂધમાં જરાક ફટકડીનું પાણી નાખી ફાડવું. પછી કપડામાં પનીર બાંધવું. પાણી અંદરથી નીકળી જાય એટલે બહાર કાઢી ખૂબ મસળવું. પછી અંદર માવો, મેંદો નાખી પાછું મસળીને લીસું બનાવવું. માવાને પહેલાં છૂટો કરવો. અંદર કણી રહેવી જોઈએ નહીં. ઇલાયચી નાખવી. પછી આમાંથી લૂઓ લઈ, ગોળ વાળી અંદર એક એક સાકરિયો મૂકી, બરાબર બંધ કરી, ઘીમાં તળવા, એક તારની ચાસણી બનાવી તળેલા ગુલાબજાંબુ અંદર નાખી થોડી વાર રાખી બહાર કાઢી લેવા.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved