Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

રિયાલિસ્ટીક વચનો આપો, પ્લીઝ!

- મન્નુ શેખચલ્લી

મુખ્યમંત્રીજીએ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એક સામટાં ૫૦ લાખ ઘરો બાંધી આપવાનું વચન આપી દીધું!
(વચનેષુ કિં દારિદ્રયમ? વચન આપવામાં ક્યાં ગરીબ થઈ જવાના છીએ?)
કોંગ્રેસવાળા પણ જાતજાતનાં વચનો આપીને બેઠા છે. પ્રજા સમજે છે કે આ બધા હવાઈ કિલ્લા જ છે!
છતાં સિરીયસલી, જો વચનો આપવાં જ હોય તો ખરેખર 'રીઆલીસ્ટીક' વચન આપવાં જોઈએ! જેમ કે...
* * *
કોંગ્રેસનાં વચનો...
(૧) દરેક વિધાનસભાના સત્ર વખતે અમે 'મોક વિધાનસભા' કરીને પ્રજાનું મનોરંજન કરીશું!
(૨) વચ્ચે વચ્ચે અમારા કોંગ્રેસી નેતાઓ પોતાની પોતાના અભિનયની ચળ ભાંગવા 'મોક કોર્ટ'નાં ડ્રામા પણ ભજવી બતાડશે!
(૩) જ્યારે કેન્દ્ર સરકાર ભાવવધારા કરશે ત્યારે મોં બતાડવા ઘરની બહાર પણ નહિ નીકળીએ!
(૪) પણ જ્યારે તેલના કે એસટી બસના ભાવ વધશે ત્યારે ગાંધીજીના પૂતળાંઓ આગળ ધરણાં કરીશું! (કમસે કમ પ્રેસવાળાઓ આવી જાય ત્યાં સુધી...)
(૫) અને હા, ચૂંટણી પછી પાંચ વરસ સુધી ગુમ નહિ થઈ જઈએ! કારણકે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી ખરી ને!
* * *
ભાજપનાં વચનો...
(૧) ૫૦ લાખ શું, ૧ કરોડ ઘર બંધાવીશું! બસ, એકવાર સીએમ સાહેબને પીએમ સાહેબ બની જવા દો!
(૨) પહેલાંથી ભવ્ય યાત્રાઓ, પહેલાંથી ભવ્ય સમારંભો અને પહેલાંથી ભવ્ય ઉજવણીઓ થશે... તાલિયાં!!!
(૩) ૨૦૧૪ સુધીમાં મુખ્યમંત્રીજીના ૫૦ લાખ ફોટાઓ હોર્ડીંગો અને પોસ્ટરોમાં છપાવીશું!
(૪) ઈન્ટરનેશનલ કંપનીઓ પાસે ગુજરાતમાં 'હેલિકોપ્ટર'ના પ્લાન્ટ ચાલુ કરાવીશું!
(૫) સરદાર સરોવર ડેમમાં સરદાર વલ્લભભાઈના પૂતળામાં વધુ ૫ મીટરની ઊંચાઈ ઉમેરવાનાં સપનાં બતાડીશું!
(૬) અને... ગુજરાતની પ્રજા જો એની મેળે વિકાસ નહિ કરે તો પ્રજાની ધૂળ કાઢી નાંખીશું!
* * *
પરિવર્તન પાર્ટીનાં વચનો
(૧) ભયભીત થવાનું ચાલુ રાખીશું!
(૨) છતાં કોઈથી ડરતા નથી એવું ગાણું પણ ચાલુ રાખીશું!
(૩) ...અને હાથમાં બેટ હોવા છતાં પાંચ વરસ 'ફિલ્ડીંગ' ભરીશું!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved