Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

ગુજરાલની વિદાય

આઝાદ ભારતના કશ્મકશભર્યા અને અસ્થિર રાજકીય સમયગાળામાં માંડ એક વર્ષથી પણ ઓછા સમય માટે વડાપ્રધાન બનેલા ઇન્દરકુમાર ગુજરાલે ૯૩ વર્ષની પાકટ વયે વિદાય લીધી. ત્યાર પહેલાંના એકાદ દાયકાથી સક્રિયા રાજકારણમાંથી ગુજરાલ નિવૃત્ત થઇ ચૂક્યા હતા. ભારતના મૃદુભાષી અને સર્વપક્ષીય સ્વીકૃતિ ધરાવતા રાજકારણીઓની ટૂંકી જમાતમાં ગુજરાલનો સમાવેશ કરવો પડે.
નેવુના દાયકાના ઉત્તરાર્ધમાં ખીચડી રાજકારણ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધી રાજકારણમાં પ્રવેશવા માગતાં ન હતાં. કોંગ્રેસમાં સીતારામ કેસરીનો દબદબો હતો. એ સમયે ત્રીજા મોરચાની સરકારના વડાપ્રધાન દેવે ગૌડાની સરકારને આપેલો ટેકો કોંગ્રેસે પાછો ખેંચી લીધો. ત્યાર પછી સમાધાનની ફોર્મ્યુલા તરીકે, નવેસરથી ચૂંટણીને બદલે આઇ.કે. ગુજરાલને વડાપ્રધાન તરીકે બેસાડવામાં આવ્યા.
સુશિક્ષિત અને સાંસ્કૃતિક બાબતોમાં ઊંડો રસ ધરાવતા ગુજરાલનું વ્યક્તિત્વ રીઢા રાજકારણી જેવું ન હતું. એ પરિબળ તેમને ઇંદિરા ગાંધીની નજીક લઇ ગયું, તેમ એમનાથી દૂર કરવામાં પણ અમુક હદે કારણભૂત બન્યું. ઇંદિરા ગાંધીની સત્તા મજબૂત બની તેમ તેમના પુત્ર સંજય ગાંધીનો નવા, સમાંતર સત્તાકેન્દ્ર તરીકે ઉદય થતો ગયો. ઘણા કોંગ્રેસી નેતાઓ ઇંદિરા ગાંધીને રાજી રાખવા અને તેમની કૃપાદૃષ્ટિ મળતી રહે એ માટે સંજય ગાંધીના હજૂરિયા બની રહ્યા, પરંતુ ગુજરાલ તેમાં અપવાદ હતા. એ સમયના એક પત્રકારે નોંધેલા કિસ્સા પ્રમાણે, સંજય ગાંધીએ ગુજરાલને કોઇ મિટિંગમાં મોડા આવવા બદલ ઠપકો આપ્યો ત્યારે ગુજરાલે રોકડું પરખાવી દીધું હતું કે તમારાથી મોટા મારે છોકરા છે. એટલે મારી સાથે વાત કરતી વખતે તમારે તમીઝ શીખવી પડશે. સંજય ગાંધી કોઇ પણ પ્રકારનો બંધારણીય હોદ્દો ધરાવતા ન હોવાથી, ગુજરાલે કહ્યું હતું કે એ તેમને (સંજયને) જવાબ આપવા બંધાયેલા નથી.
ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે ગુજરાલે ખુલીને વિરોધ તો ન કર્યો, પણ માહિતી-પ્રસારણ પ્રધાન તરીકે તેમનું સંજય ગાંધી સાથેનું ઘર્ષણ વધ્યું. સંજયનો આગ્રહ હતો કે રેડિયો અને છાપાંના સમાચારો તેમની નજર તળેથી પસાર થઇને જ જાય. સંજયે બધી હદો વટાવી દીધી હતી અને ઇંદિરા ગાંધી તેમને કંઇ જ કહી શકતાં ન હતાં. સાથોસાથ, ગુજરાલ જેવા જૂના-વિશ્વાસુ સાથીને પણ તે ગુમાવવા માગતાં ન હતાં. એટલે તેમણે માહિતી પ્રસારણ મંત્રાલય દોઢકહ્યાગરા વિદ્યાચરણ શુક્લને સોંપીને, ગુજરાલને રશિયામાં ભારતના રાજદૂત તરીકે મોકલી આપ્યા.
વ્યક્તિ તરીકે ગુજરાલની શાખ રાજકીય પક્ષથી એવી પર હતી કે કટોકટી પછી થયેલી ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની કોંગ્રેસને હરાવીને જનતા સરકાર આવી, ત્યારે ગુજરાલને રશિયાના રાજદૂત તરીકેના હોદ્દે ચાલુ રાખવામાં આવ્યા. યુવાવસ્થાથી ડાબેરી ઝોક ધરાવતા, છતાં કોંગ્રેસમાં સમાઇને રહેલા ગુજરાલ ઇંદિરા ગાંધીની હત્યા પછીનાં વર્ષોમાં જનતાદળમાં ભળ્યા. દેવે ગૌડાની મોરચા સરકારમાં વિદેશી બાબતોના મંત્રી તરીકે અને પછી વડાપ્રધાન તરીકે ગુજરાલે દક્ષિણ એશિયાના દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો માટેના કેટલાક આદર્શો ઠરાવ્યા હતા. 'ગુજરાલ ડોક્ટ્રિન' તરીકે ઓળખાતા આ સિદ્ધાંત પાડોશી દેશો સાથે ભારતના સંબંધોનો પાયો બને એવો ગુજરાલનો પ્રયાસ હતો. એ આદર્શવાદી પ્રયાસ ફળ્યો નહીં અને ત્રાસવાદને સહાય કરનાર પાકિસ્તાન સાથે ભારતનું ઘર્ષણ સતત વધ્યું. નેહરુના પંચશીલની જેમ આઇ.કે.ગુજરાલના 'ગુજરાલ ડોક્ટ્રિન'ને ઉમદા છતાં નિષ્ફળ પ્રયાસ તરીકે યાદ રાખવામાં આવશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved