Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

નખ ખાવાની 'ખતરનાક'કુટેવ

- હતાશા અને ઉત્તેજના અનુભવતા લોકોમાં નખ ખાવાની આદત જોવા મળે છે. જે નુકસાનકારક છે.

૧૦વર્ષની મહિમાને ક્યારેય નખ કાપવાની જરૃર જ નથી પડતી. આનું કારણ એ છે કે તે આખો દિવસ નખ ખાતી રહે છે. ૧૨ વર્ષના પ્રિપાંકને પણ આવી જ ટેવ છે. આ તો થઈ બાળકોની વાત. પણ ૪૦ વર્ષના રમેશભાઈ પણ નખ ન ચાવે ત્યાં સુધી ચેન નથી પડતું. અને આ વાત માત્ર મહિમા, પ્રિયાંક કે રમેશભાઈની નથી. આપણી આસપાસ આપણે એવા ઘણાં લોકોને જોઈએ છીએ જેમને નખ ચાવવાની ટેવ હોય છે. તેઓ નખ ખાધા વિના રહી જ શકતા નથી. નિષ્ણાત તબીબો કહે છે કે આ ટેવને ઉંમર સાથે કાંઈ લેવાદેવા નથી. વાસ્તવમાં આપણે તેને એક 'ખરાબ આદત'માં ખપાવી દઈએ છીએ. પણ તે ફક્ત આદત નથી. તબીબી ભાષામાં નેલ બાઇટિંગને ઓનિકોફેજિયા કહેવામાં આવે છે, જેમાં જે તે વ્યક્તિ નખ અને તેની આજુબાજુની ચામડી પણ ચાવી જાય છે. ખાસ કરીને જ્યારે તે બહુ ઉત્તેજના અનુભવતી હોય ત્યારે અને હતાશામાં સરી પડી હોય ત્યારે પણ. આમ કરીને તેઓ હળવાશ અનુભવે છે. નખ ખાવા સાથે જ તેઓ જાગૃત અને સાવધાન રહી શકે છે.
પરંતુ નખ ચાવવાથી પીડિત વ્યક્તિના નખમાં ભરાયેલા બેક્ટેરિયા અને જર્મ્સ તેના પેટમાં જાય છે.
જ્યારે મનોચિકિત્સકો કહે છે કે નખ ખાવા એ ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસ્ઓર્ડર (ઓસીડી) છે. આ ક્રિયાથી એક વાત સ્પષ્ટ થાય છે કે નખ ખાતી વ્યક્તિના મનમાં ઊડે ઊંડે ઉત્તેજના અને ક્રોધ ધરબાયેલાં હોય છે. આ કોઈ સામાન્ય ટેવ નથી. તેને દૂર કરવા મનોવૈજ્ઞાાનિકની સારવાર આવશ્યક બની છે.
દાંતના ડૉકટરો કહે છે કે નખ ચાવવાથી દાંતને પણ નુકસાન થાય છે. જ્યારે કોઈ નખ ચાવે છે ત્યારે તેના દાંત પર વધારાની તાણ આવે છે. ધીમે ધીમે દાંત નબળાં પડે છે અથવા તૂટી જાય છે. નખ ખાતી વ્યક્તિ તેના દાંત, પેઢાં, અને નખને કાયમી નુકસાન પહોંચાડે છે. તેનાથી પેઢાંના રોગ થાય છે અને દાંત ઢીલા પડી જાય છે. જે તે વ્યક્તિને ઘણીવાર દાંત ગુમાવવાનો વારો આવે છે. જો કોઈ લાંબા સમયથી નખ ચાવવાની ટેવ ધરાવતું હોય તો તેણે આ લત છોડવા મનોવૈજ્ઞાાનિકની મદદ લેવી જોઈએ. આ ઉપરાંત તેણે ડેન્ટિસ્ટનો સંપર્ક પણ કરવો જોઈએ. ડેન્ટિસ્ટ નખ ચાવવાની ટેવને લીધે નુકસાન પહોંચેલા દાંતને રિપેર કરવા બોન્ડિંગ, વિનિયર્સ અથવા ક્રાઉન લગાવવા જેવી ટ્રીટમેન્ટ આપે છે. પરંતુ જો તમારા દાંત ઢીલાં પડી ગયા હોય તો તમારે ગમ સ્પેશ્યાલિસ્ટનો સંપર્ક સાધવો જોઈએ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved