Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો

- લિપસ્ટિકનો શેડ તમને તમારી વય કરતાં નાના અથવા મોટા દેખાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

મેકઅપ કરવાની કળા બધાને હસ્તગત નથી હોતી. બજારમાંથી સૌંદર્ય પ્રસાધનો લાવીને ચહેરા પર મનફાવે તેમ ચોપડી નથી શકાતાં. તમે કાળજીપૂર્વક મેકઅપ કરો, તેમાં તમારી કોઈ ભૂલ ન થાય, તોય તમે ઘણીવાર મેકઅપ કર્યા પછી તમારી મૂળ વય કરતાં મોટા દેખાઓ છો, આનું કારણ એ છે કે તમે જે મેકઅપ કર્યો છે તે તમારી ત્વચા, તમારા ચહેરા પર સુટ નથી થતું. સામાન્ય રીતે ઘેરા મેકઅપમાં વય વધુ દેખાય છે. તેથી તૈયાર એવી રીતે થવું કે તમે તમારી વાસ્તવિક ઉંમરથી મોટા ન દેખાઓ.
લિપસ્ટિકનો શેડ તમને તમારી વય કરતાં નાના અથવા મોટા દેખાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘેરા રંગની લિપસ્ટિક નાની વયની કન્યાને મોટી બતાવે છે. પણ મોટી ઉંમરની યુવતી તેમાં વધુ મોટી દેખાય તે જરૃરી નથી. મોટી ઉંમરની યુવતીના અધર પર એકદમ હળવો શેડ પણ સારો નહીં લાગે. તેથી તમારા ચહેરા અને ત્વચાને અનુરૃપ શેડની લિપસ્ટિક ખરીદો.
બહુ ઘેરા રંગનો મેકઅપ તમારી ઉંમર ઘણી વધારે દેખાડી શકે. તેથી વય છુપાવવી હોય તો હળવો અથવા નેચરલ મેકઅપ કરવાનું પસંદ કરો.
જોકે ચોક્કસ ઉંમર પછી ચહેરા પર આવતી કરચલી છુપાવવાનો પ્રયાસ મોટા ભાગની યુવતીઓ કરે છે. પણ બધી માનુનીઓને અમુક વય પછી જ ચહેરા પર કરચલી પડે તે જરૃરી નથી. શુષ્ક ત્વચા ધરાવતી માનુનીના ચહેરા પર જલદી કરચલી પડે છે. જ્યારે તૈલીય ત્વચા ધરાવતી યુવતીના ચહેરા પર ઝટ કરચલી દેખાતી નથી. તેથી ૨૫ વર્ષની ઉંમર પછી તમારી આંખો નીચે કરચલી પડવાનો આરંભ થઈ જાય તો અંડર આઈ ક્રીમનો વપરાશ શરૃ કરી દો.
ત્વચા પર જલદી કરચલી ન પડે તેને માટે નિયમિત રીતે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.
ચહેરા પરની કરચલીમાં ફાઉન્ડેશન ભરાઈ જાય ત્યારે તમે તમારી મૂળ વય કરતાં ઘણાં મોટા દેખાઈ શકો છો. તેથી જો તમારી ત્વચા શુષ્ક હોય તો મેકઅપ શરૃ કરવાથી પહેલા મોઈશ્ચરાઈઝર અને કન્સિલર લગાવ્યા પછી ફાઉન્ડેશન એપ્લાય કરો. આમ કરવાથી કરચલીમાં ફાઉન્ડેશન ભરાઈ નહીં જાય.
પાવડર ફાઉન્ડેશન લગાવવાથી ચહેરાની ચામડી વધુ શુષ્ક દેખાય છે જેને કારણે તમારી વય વધુ હોય એમ લાગે છે. બહેતર છે કે તમે લિકિવડ અથવા ક્રીમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.
જો તમારી આંખોની આસપાસ કરચલી પડી ગઈ હોય તો વોટરપ્રૂફ આઈલાઈનર કે કાજલ પેન્સિલ વાપરો. જો તે વોટરપ્રુફ નહીં હોય તો પરસેવાથી કે અન્ય કોઈ રીતે ઓગળીને કરચલીમાં ભરાઈ જશે. તેવી જ રીતે જો વયને કારણે તમારી આંખો બહારના ખૂણા તરફ નમી પડી હોય તો આઈલાઈનર લગાવતી વખતે તેના શેપને ન અનુસરો. માત્ર અડધી પાંપણ સુધી જ આઈલાઈનર લગાવો.
ચહેરાના જે ભાગમાં કરચલી પડી ગઈ હોય ત્યાં શિમરી/ગ્લિટરી મેકઅપ કરવાનું ટાળો.
જો તમારા ગાલની ત્વચા પર ડાઘ-ધાબા હોય તો તેના ઉપર બ્રાઉન શેડનું બ્લશ - ઓન એપ્લાય ન કરો.
હોઠની બાજુમાં કરચલી પડી ગઈ હોય તો લિપસ્ટિક લગાવવાથી પહેલા લિપલાઈનર અચૂક લગાવો. નહીં તો લિપસ્ટિક ફેલાઈને આ કરચલીમાં ભરાઈ જશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved