Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 
દિલ્હીની વાત
 

કોંગી શાસિત રાજ્યોમાં FDI
લોકસભામાં રીટેલ ક્ષેત્રે એફડીઆઈના મુદ્દે જે ધૂંઆધાર ચર્ચાઓ થઈ તે જોતાં એમ લાગે છે કે વિરોધપક્ષ ગાંજ્યો જાય એવો નથી. મલ્ટીબ્રાન્ડ રીપ્લે પરની ૫૧ ટકા એફડીઆઈ પાછળનું આખરી સત્ય એ હશે કે કોંગ્રેસ શાસિત ૨૦ રાજ્યોમાં તેનું અમલીકરણ થઈ શકશે. સરકારના સૂત્રો પ્રમાણે ૧૦ લાખથી વધુ વસ્તિ ધરાવતા ૫૬ શહેરો પૈકીના આ ૨૦ શહરો છે. એફડીઆઈનો નિર્ણય એવા શહેરોમાં અમલી બનાવાશે કે જે શહેરોમાં ૧૦ લાખથી વધુ વસ્તી હોય!! આ ઉપરાંત એફડીઆઈ રાખવી કે રીજેક્ટ કરવી તેની સત્તા રાજ્યોને અપાશે. જે રાજ્યો કોંગ્રેસ શાસિત નથી તે એફડીઆઈનો અમલ નહીં કરે એમ લાગી રહ્યું છે.
૩૦ ટકા સ્થાનિક પ્રોડ્કટ વેચવી પડશે
સરકારના સૂત્રો એમ પણ જણાવે છે કે જે કંપની આવવા માગતી હોય તેનું ૧૦૦ મીલીયન ડોલર (૫૦૦ કરોડ રૃપિયા)નું રોકાણ હોવું જરૃરી છે. સરકારની નીતિ અનુસાર આ સ્ટોર્સ ૩૦ ટકા જેટલી સ્થાનિક પ્રોડક્ટ વેચવી પડશે. આ પ્રોડક્ટ ક્યાંથી લાવવી તે નિર્ણય કંપની પર છોડવામાં આવશે.
સક્રિય સોનિયા ગાંધી
એફડીઆઈની ચર્ચા સંસદમાં ચાલી ત્યારે જોરદાર રજૂઆતોમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ ભાગ નહોતો લીધો પણ તેમણે ચર્ચા દરમ્યાન સક્રિય ભાગ ભજવ્યો હતો. તેઓ ગૃહપ્રધાન સુશીલકુમાર શીંદે અને સંસદીય બાબતોના પ્રધાન કમલનાથને અવરનવાર સુચના આપતા હતા. ઘણીવાર તો તે વિપક્ષોના આક્ષેપો નકારવાની પણ સૂચના આપતા હતા. રાહુલ ગાંધી પણ ચર્ચા દરમ્યાન બેસી રહ્યા હતા. અને અન્ય સભ્યો જે બોલતા હતા તેને અનુસરતા હોય એમ લાગતું હતું. જોકે ગૃહ સરળતાથી ચાલે એવા પ્રયાસો પણ સોનિયા ગાંધીએ કર્યા હતા.
ટીએમસીના વળતા પાણી
અત્યાર સુધી યુપીએ સરકારના મહત્વના સાથી તરીકે ૧૯ સાંસદોવાળી તૃણમુલ કોંગ્રેસ હતી. તાજેતરમાં તેને મોટો ફટકો પડયો છે. લોકસભાના અધ્યક્ષે આગલી હરોળમાં તેમને બેઠક નહીં આપીને પાછળ ધકેલી દીધા છે. પક્ષે અધ્યક્ષને વિનંતી કરી હતી કે તેમના એક સભ્ય સુદીપ ગંગોપાધ્યાને આગળ બેઠક આપો પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી. બેઠક માટેની નવી ફાળવણીમાં સુદીપ સહિત પાંચ સભ્યને જુની જગ્યાએ બેસવાનું આવ્યું હતું. અને બાકીનાઓને વિપક્ષની સાથે બેસવાનું આવ્યું હતું.
મલીકની બર્થ-ડે ભારતમાં
પાકિસ્તાનના પ્રધાન રહેમાન મલીક તેમની બર્થ-ડે દિલ્હીના તાજમહેલ ખાતે ઉજવશે એમ મનાય છે. ગૃહપ્રધાન સુશીલકુમાર સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું છે કે રહેમાન મલીકને ૧૧થી ૧૩ ડિસેમ્બર દરમ્યાન ભારત આવવા આમંત્રણ અપાયું છે. ૨૨ નવેમ્બરે તેમની ભારત મુલાકાત રદ્ થઈ હતી. કસાબને ફાંસી એક દિવસ અગાઉ અપાઈ હતી. સૂત્રો એમ પણ જણાવે છે કે ૧૧મી ડિસેમ્બરે પોતાની બર્થ-ડે છે એમ મલિકે શીંદેને જણાવ્યું છે. શીંદેએ જણાવ્યું હતું કે મલીક તેમના કુટુંબ સાથે ભારતમાં બર્થ-ડે ઉજવશે એવી મને આશા છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved