Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 
રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત

ત્રણ હપ્તામાં રકમ આપવાની રહેશેઃ રૃ. ૫,૧૨૦ કરોડ તત્કાળ જમા કરાવવા પડશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫
સુપ્રીમ કોર્ટે સહારા જૂથને આજે તેની બે કંપનીઓએ ઉઘરાવેલાં રૃ. ૨૪,૦૦૦ કરોડ વાર્ષિક ૧૫ ટકા વ્યાજ સાથે પરત ચુકવવા માટે નવ અઠવાડિયાનો સમય આપ્યો છે. જોકે એ પહેલાં તેને રૃ. ૫,૧૨૦ કરોડની આગોતરી ચુકવણી કરવાની રહેશે.
આશરે ત્રણ કરોડથી વધુ રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવેલાં નાણાં પરત કરવા માટે અગાઉ સુપ્રીમે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ કંપની એ સમયમર્યાદાનું પાલન કરી શકી ન હતી. ચીફ જસ્ટિસ જસ્ટિસ અલ્તામસ કબીરના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે સેબીને તત્કાળ રૃ. ૫,૧૨૦ કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપી દેવાનો આદેશ કર્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે બાકીની રકમ ફેબુ્રઆરીના પ્રથમ અઠવાડિયા સુધીમાં બે હપ્તામાં આપવાના રહેશે.
જસ્ટિસ એસ.એસ. નિજ્જર અને જે ચેલમેશ્વરની બનેલી આ બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે જાન્યુઆરી ૨૦૧૩ના પ્રથમ અઠવાડિયા સુધી રૃ. ૧૦,૦૦૦ કરોડ ચુકવી દેવાના રહેશે. બાકીની રકમ ફેબુ્રઆરીના પ્રથમ અઠવાડિયા સુધી આપવાની રહેશે. સેબીએ અને રોકાણકારોના એક સંગઠને કોર્ટના ઓર્ડરનો જોરદાર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમારી રજૂઆતો સાંભળ્યા વગર નિર્દેશો આપવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે હાલના તબક્કે એવું લાગે છે કે સહારા જૂથ સુપ્રિમ કોર્ટે ૩૧ ઓગસ્ટના રોજે જારી કરેલાં આદેશ મુજબ સંપૂર્ણ નાણાં એકસાથે ચુકવી શકે તેવી સ્થિતિમાં નથી. જેને ધ્યાનમાં રાખીને અમે રોકાણકારોના હિતમાં થોડુક હળવું વલણ અપનાવ્યું છે
આજના આદેશ સાથે કોર્ટે ૩૧ ઓગસ્ટના ચુકાદામાં સુધારો કર્યો છે. એ ચુકાદામાં જૂથને નવેમ્બરના અંત સુધીમાં નાણાંની ચુકવણી કરી દેવાની હતી. સિક્યુરિટીઝ એપ્પેલેટ ટ્રિબ્યુનલના ૨૯ નવેમ્બરના આદેશ સામે સહારા જૂથે ફાઇલ કરેલી અપીલ પર આ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. એસએટીએ જૂથની અરજીને ધ્યાનમાં લેવાનો ઇન્કાર કર્યો હતો અને ૩૦ નવેમ્બર સુધી તમામ રકમ પરત આપી દેવા સુપ્રિમ કોર્ટમાં જવાની સૂચના આપી હતી.
જસ્ટિસ કબીરે જારી કરેલાં આદેશનો સેબીના વકીલ અરવિંદ દત્તારે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે વિભિન્ન બેન્ચ દ્વારા આપવામાં આવેલાં અગાઉના આદેશને સુધારવાનું યોગ્ય નથી. તેમનું કહેવું હતું કે સહારાની અપીલ પર જસ્ટિસ કે. એસ. રાધાકૃષ્ણન અને જે.એસ. ખેહરની બેન્ચ સુનાવણી કરે. અગાઉ જૂથની બન્ને કંપનીઓ સામેનો ચુકાદો આ બેન્ચે જ આપ્યો હતો.
જોકે દત્તારના આગ્રહને નકારીને ચીફ જસ્ટિસે કહ્યું કે 'અમને યોગ્ય લાગશે અમે તેને નોંધીશુ.'
અત્રે ઉલ્લેખનીય છે કે સહારા જૂથની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રીઅલ એસ્ટેટ કોર્પોરેશન અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનને આ રકમ એક અઠવાડિયામાં પાછી આપી શકાશે કે કેમ તે અંગે ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું છે. ગઇકાલે જ સહારા જૂથે રોકાણકારોના નાણાં પરત આપવાની વિગતો પૂરી પાડવા વધુ સમયની માગ કરી હતી. જેના પરની સુનાવણી આજ સુધી મોકૂફ રાખવામાં આવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved