Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે

લોકસભામાં કરાયેલી જાહેરાતને મુખ્યપ્રધાને આવકારી ઃ તમામ ખર્ચ સરકાર ઉપાડશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૫
પ્રભાદેવી સ્થિત ઇન્દુમિલની ૧૨.૫ એકર દલિતોના મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક માટે ફાળવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે 'ઐતિહાસિક' ગણાવતાં જણાવ્યું હતું કે સ્મારકનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે.
લોકસભામાં આજે જાહેર કરાયેલાં નિર્ણયથી સમાનતા અને સામાજીક ન્યાયને વેગ મળશે એમ જણાવતાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્મારકના નિર્માણ માટે સ્વતંત્ર ઑથોરિટી સ્થપાશે અને સ્મારકની બ્લુપ્રિન્ટ બનાવવા આર્કિટેક્ટ નીમવામાં આવશે.
ઓથોરિટીમાં રાજ્ય સરકારના ત્રણ સભ્યો અને કેન્દ્ર સરકારના ચાર સભ્યો રહેશે એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
સ્મારક પાછળ કેટલો ખર્ચ થશે એ અંગે કોઇ વિગતો આપવાનું મુખ્ય પ્રધાન જવાબ આપી શક્યા ન હતા પરંતુ દિલ્હીમાં મહાત્મા ગાંધીની રાજઘાટ ખાતે જેવી સમાધિ છે તેવું સ્મારક બનાવાશે એમ ઉમેર્યું હતું.
ઇન્દુ મિલની જમીન ઉપર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનાવવા માટે અનેક કાયદાઓમાં જરૃરી ફેરફારો કરવા પડયા છે તેમજ કાયદેસર જમીનનું હસ્તાંતરણ કરાશે તથા પર્યાવરણની મંજૂરી માટે આ જમીન ઉપર ધંધાકીય પ્રવૃત્તિ નહિ કરાય એવી બાંહેધરી આપવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
જમીનના હસ્તાંતરણ માટે સંસદમાં બિલ રજૂ કરાશે એમ મુખ્ય પ્રધાને જણાવ્યુ ંહતું.
કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન આનંદ શર્માએ સંસદમાં ઇન્દુમિલની જમીન બાબાસાહેબ આંબેડકરના સ્મારક માટે મહારાષ્ટ્ર સરકારને ફાળવવાની જાહેરાત કરી હતી. અગાઉ ઇન્દુ મિલની જમીન ખાનગી માલિકીની હતી અને ૧૯૭૪માં કેન્દ્રના ટેક્સટાઇલ વિભાગને અપાઇ હતી તથા તેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને આરક્ષણ રખાયું હતું.
૬ ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પૂર્વે કેન્દ્ર સરકારે લીધેલાં નિર્ણયને આર.પી.આઇ.ના નેતા રામદાસ આઠવલેએ આવકાર્યો હતો અને રાજ્ય સરકાર વહેલી તકે સ્મારક માટે પ્રક્રિયા શરૃ કરશે એવી આશા વ્યકત કરી હતી.

સરકારના નિર્ણયને પગલે આર.પી.આઇ.એ. આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના લાખો અનુયાયીઓ ચૈત્યભૂમિ પર ઉમટ્યા
શિવાજી પાર્કના પરિસરમાંથી આશરે ૧૦૦ ટન કચરાનો પાલિકાએ નિકાલ કર્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૫
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના આવતીકાલે ૫૬મી મહાપરિનિવારણ દિન નિમિત્તે દાદર સ્થિત ચૈત્યભૂમિ પર તેમના સ્મારકના દર્શને આજથી લાખો અનુયાયી ઉમટી પડયા હતા. તેમનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો. લગભગ ૨૦ લાખ અનુયાયી દર્શનને આવશે એવો અંદાજ મૂકાયો છે.
આ અનુયાયીઓ માટે ભોજનથી માંડીને રહેવા સુધીની વિવિધ વ્યવસ્થા મુંબઇ મહાનગર પાલિકાએ કરી છે. આ વ્યવસ્થા પાછળ પાલિકાએ લગભગ છ કરોડ રૃપિયાથી વધુ ખર્ચ કરવો પડશે. આજે શિવાજી પાર્ક મેદાન અને પરિસરમાં એકઠો થયેલો ૧૦૦ ટન કચરો પાલિકાએ ઉપાડીને ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ફેંક્યો હતો. અહીં પાલિકાના સફાઇ ખાતાના ૩૧૫ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં સફાઇ કામ અહોરાત્ર ચાલશે, એમ પાલિકાના ઘનકચરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
પાલિકાએ કચરો ઉપાડવા બે શિફ્ટમાં ૧૪-૧૪ ડમ્પર્સ તહેનાત રાખ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રેલવેના સત્તાવાળા રેલવે સ્ટેશન પર વારંવાર ઘોષણા કરતાં હતા કે કોઇ પણ પ્રવાસીએ ટિકિટ વગર પ્રવાસ કરવો નહીં. રેલવેને સહકાર આપવો. બેસ્ટ ઉપક્રમે દાદર સ્ટેશન સહિત વિવિધ સ્થળેથી ૪૩ વધુ બસ દોડાવવાની શરૃઆત કરી દીધી હતી.
શિવાજી પાર્કખાતે સેવા - સુવિધા બાબતે પાલિકાએ તૈયાર કરેલી માહિતી પુસ્તિકાનું વિમોચન આજે મેયર સુનીલ પ્રભુના હસ્તે કરાયું હતું. તે વેળા મુખ્ય અતિથિ તરીકે પાલિકાના કમિશનર સિતારામ કંુટે ઉપસ્થિત રહ્યા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved