Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

વર્તમાન બંધારણથી મોહમ્મદ મોર્સી નવા ફેરો બનવા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ

કેરો, તા. ૫
ઈજીપ્તની ઉકળતા ચરૃ જેવી સ્થિતિ શાંત થવાનું નામ લેતી નથી.એક લાખ જેટલા ઈજીપ્તના નાગરિકોએ રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન સામે દેખાવો કર્યા હતા. તેના કારણે ઈસ્લામવાદી ઝોક ધરાવતા નેતા મોહમ્મદ મોર્સીની અમર્યાદ સત્તા સામે પ્રશ્ન ઊભો થયો છે. મોર્સીએ સત્તા ગ્રહણ કર્યા બાદ બંધારણીય રીતે અમર્યાદ સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસો કરતા એક સમયે પ્રજાને દોરવણી આપનારા અને સત્તા પરીવર્તન કરાવનાર આ નેતા સામે લોક જુવાળ ફાટી નીકળ્યો છે. જો કે વિરોધ શાંતિપૂર્ણ રહ્યાનો પોલીસનો મત છે.
મોહમ્મદ મોર્સીના સાથીદારોએ અમર્યાદિત સત્તા મેળવવા માટે બંધારણનો જે ડ્રાફ્ટ તૈયાર કર્યો તેનાથી પ્રજાનો રોષ ફાટી ઊઠયો છે. ઈજીપ્તના પાટનગર, મધ્ય ઈજીપ્તનું બંદર એલેકઝાંડ્રીયા અને અન્ય શહેરોને જોડતા માર્ગો લોકટોળાને કારણે રૃંધાઈ ગયા હતા. જો કે ઈજીપ્તમાં વિરોધ કરવા માટે એકત્ર થયેલા વિપક્ષ અને સરકાર સરકાર વચ્ચેનો તફાવત દૂર થઈ શક્યો નથી.
મોહમ્મદ મોર્સીનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે મોહમ્મદ મોર્સી અમર્યાદિત સત્તા મેળવીને નવા 'ફેરો' (રાજા) બનવા માંગે છે. મોર્સી સામેનો વિપક્ષ લાંબા સમયથી સ્વહંકારને કારણે એકત્ર થઈ શક્યો નહોતો પણ ગત સપ્તાહે મોર્સીના ૧૦૦ સાથીઓની બનેલી બંધારણ પરીષદે બંધારણનું જે 'પ્રારૃપ' બહાર પાડયું તે પછી ઈજીપ્તમાં વિરોધનું મોજું બળવત્તર બન્યું છે. નવા બંધારણ અનુસાર મોર્સી (કે કોઈપણ ઈજીપ્તનો રાષ્ટ્રપ્રમુખ) કોર્ટના કે બંધારણ રચનારી ૧૦૦ સભ્યોની પેનલ અને સંસદના કાર્યક્ષેત્રથી 'પર' ગણાશે. ટુંકમાં વર્તમાન બંધારણ અનુસાર ઈજિપ્તમાં રાષ્ટ્રપ્રમુખ સામે કોઈપણ સંસ્થા કાનુની પગલા લઈ શકશે નહીં.
તાજેતરના વિરોધને લોકોએ મોર્સી માટે આખરી ચેતવણી ગણાવી છે. વિપક્ષે એક સપ્તાહ પૂર્વે કેરોના તહેરીર ચોકમાં બે લાખ જેટલા વિરોધ પ્રદર્શનકારીઓન એકત્ર કર્યા હતા. મોટા ભાગના વિરોધ કરનારાઓ નવા બંધારમની કાયદેસરતા અંગે સવાલ ઊઠાવી રહ્યા છે. તેમની દલીલ એવી છેકે જ્યારે દેશની પ્રજા મહદઅંશે તેનો વિરોધ કરતી હોય તો બંધારણ માન્ય કેમ ગણાય ?
જો કે ઈજીપ્તમાં બંધારણનો વિરોધ કરવા મુદ્દે બેમાર્ગ નક્કી થયા છે. જેમાં એક નકારાત્મક મત (NO)આપવો અથવા મતદાનનો બહિષ્કાર કરવો તે સંદર્ભે વિપક્ષ હજી એકમત થઈ શક્યો નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved