Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

૫૦૦ કિ.મી.ના વિસ્તારમાં વરસાદનું તાંડવ
ફિલિપાઇન્સમાં ત્રાટકેલા વાવાઝોડા 'બોફા'થી ૨૮૦નાં મોત ઃ મોટા પાયે તારાજી

મૃતકોમાં ગ્રામજનો અને જવાનો સામેલ ૬૦ હજારથી વધુ લોકો રાહત છાવણીમાં

(પીટીઆઇ) ન્યૂ બતાન, તા. ૫
ફિલીપાઇન્સના દક્ષિણ ભાગમાં ત્રાટકેલા વાવાઝોડા બોફાનો મૃત્યુઆંક વધીને ૨૮૦ થયો છે. વાવાઝોડાનો ભોગ બનનારાઓમાં ૭૮ ગ્રામજનો અને જવાનોનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે પડેલા મુશળધાર વરસાદથી પર્વત પરથી આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક રાહત છાવણીઓ અને સૈન્યનો એક ટ્રક તણાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે બોફાને ફિલિપાઇન્સમાં આ વર્ષનું સૌથી ભીષણ તોફાન ગણવામાં આવે છે. જેમાં ૩૨૦થી વધુ લોકોની હજુ કોઇ ભાળ મળી નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે ન્યૂ બતાન વિસ્તારના અન્ડાય ગામમાં ભીષણ પુરની સ્થિતિ ઉભી થઈ હતી. ગામલોકોએ અને જવાનોને લઈ જતો સૈન્યનો એક ટ્રક ધસમસતા પાણીમાં તણાઈ ગયો હતો. અનેક મૃતદેહો હજી સુધી હાથ લાગ્યા ન હોવાથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં મકાનનો કાટમાળ અને અન્ય ચીજવસ્તુઓ મોટા પાયે તણાઈ ગઈ હતી. સૌથી વધુ અસર કોમ્પોસટેલા વેલરમાં જોવામળી છે અને ત્યાં ૧૫૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
બોફાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ આવતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. ખેતરોમાં ઉભા પાકના નુકસાનનો અંદાજ છે. વાવાઝોડાના કારણે ૫૦૦ કિ.મી.ના વિસ્તારમાં વરસાદી તાંડવ સર્જાયું હતું.વાવાઝોડાના કારણે પ્રતિ કલાકના ૧૭૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનોથી અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા હતા. આ વિસ્તારના પર્વતીય તેમજ ખીણ પ્રદેશમાં ભેખડો ધસી પડી હતી. બેઆબા પ્રાંતમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે અને ૧૦૦૦થી વધુ સ્થાનિક ફ્લાઇટો રદ થઈ છે. હાલ ૬૦ હજારથી વધુ લોકોએ રાહત છાવણીઓમાં આશ્રય લીધો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved