Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

મોબાઈલ જાયન્ટને પણ હવે સંભળાય છે, મંદીનો રિંગટોન!
છે કોઈ લેવાલ, નોકિયાને ૨૨.૨ કરોડ ડોલરમાં હેડક્વાર્ટર વેચવું છે!

મોબાઈલ હેન્ડસેટ માર્કેટમાં નોકિયાનો હિસ્સો ચાર વર્ષમાં અડધો થયો છે

ઓસ્લો, તા.૫
મોબાઈલ હેન્ડસેટમાં જાયન્ટ ગણાતી ફિનલેન્ડની કંપની નોકિયાને પોતાનું હેડક્વાટર વેચવું પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. બહારથી ભવ્ય દેખાતુ ફિનલેન્ડના એસ્પો સ્થિત ૫,૧૭,૦૦૦ ચોરસ ફીટમાં ફેલાયેલુ હેડક્વાટર નોકિયાએ વેચવા કાઢયું છે. કંપનીએ હેડક્વાટરની ૨૨.૨ કરોડ ડોલર (૧૭ કરોડ યુરો ડોલર) કિંમત આંકી છે. હેડક્વાટર ખાલી કરી દીધા પછી નોકિયા ભાડાની ઓફિસમાં પોતાનું કામકાજ ચલાવશે. નોકિયાની રોકડ તરલતા ઘટતી જતી હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
મોબાઈલ માર્કેટમાં હવે નોકિયાનો દબદબો રહ્યો નથી. સેમસંગ, એપલ, સહિતની કંપનીઓએ સ્માર્ટ ફોન માર્કેટમાં મુકી મોબાઈલ હેન્ડસેટ માર્કેટ અંકે કરી લીધું છે. પરિણામે નોકિયાાન વેચાણમાં ઘટાડો થયો છે. ૨૦૦૮માં જગતભરના મોબાઈલ હેન્ડસેટ માર્કેટમાં નોકિયાનો હિસ્સો ૪૦ ટકા હતો જે ૨૦૧૨માં ઘટીને ૨૦ ટકા થઈ ગયો છે. મતલબ કે હરીફ કંપનીઓ સામે નોકિયાનું વેચાણ અડધો-અડધ ગયુ છે. જુન મહિનામાં પુરા થતાં ત્રીજા ત્રિમાસીક ગાળામાં નોકિયાની નેટવર્થ ૪.૨ અબજ યુરો હતી, જે ત્રીજા ત્રિમાસીક ગાળામાં ઘટીને ૩.૬ અબજ યુરો ડોલર થઈ છે. તો વળી કંપનીના શેરોની કિંમત પણ આ વર્ષે ૩૩ ટકા ઘટી છે. દરિમયાન કંપનીએ પોતાના સત્તાવાર બયાનમાં કહ્યું છે, કે જમીન-મિલકતો રાખવી એ અમારો મૂળ વ્યવાસ નથી, માટે તેની લે-વેચની કંપનીના વ્યવસાયને કોઈ અસર નહીં થાય.

ભારતનું સ્માર્ટફોન માર્કેટઃ કોણ ક્યાં?

કંપની

માર્કેટમાં હિસ્સો

સેમસંગ

૪૦.૪

નોકિયા

૨૫.૫

બ્લેકબેરી

૧૨.૩

અન્ય

૨૧.૮


નોકિયાઃ અપ્સ એન્ડ ડાઉન
- ૧૮૭૧માં નોકિયાની સ્થાપના પેપર મીલ તરીકે થઈ હતી. ખાણ ઈજનેર ફ્રેડરિડ ઈડ્સ્ટમેને કંપનીની સ્થાપના કરી હતી.
- ૧૯૦૦થી ૧૯૭૦ વચ્ચે કંપનીએ ઈલેક્ટ્રીસિટી બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. એ ગાળામાં જોકે કંપની દેવાળુ ફુંકવાની અણી પર હતી. ત્યારે જ અન્ય બે કંપની સાથે તેનું મર્જર થયું અને સાથે સાથે લશ્કર માટે રેડિયો ટેલિફોન બનાવાનું શરૃ કરી કંપનીએ ટેલિકોમ માર્કેટમાં પગ મુક્યો.
- ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન નોકિયાએ ટેલિફોન એક્સચેંજ બનાવાના શરૃ કર્યા.
- ૧૯૮૨મા કંપનીએ પહેલો કારફોન રજુ કર્યો. મોબીરા ટોકમેન તરીકે ઓળખાતો એ ફોન કારમાં ફીટ થઈ શકતો હતો.
- ૧૯૮૭માં કંપનીએ મોબીરા સિટીમેન નામે જગતો પહેલો મોબાઈલ ફોન લોન્ચ કર્યો.
- ૧૯૯૨માં પહેલી વખત જીએસએમ મોબાઈલ નેટવર્ક ધરાવતો મોબાઈલ ફોન માર્કેટમાં મુક્યો.
- ૨૦૦૨માં દુનિયાનો પહેલો થ્રીજી ફોન રજુ કર્યો જેમાં ઈન્ટરનેટનો વપરાશ થઈ શકતો હતો.
- ૨૦૦૭માં મોબાઈલ હેન્ડસેટ માર્કેટમાં એપલની એન્ટ્રી થઈ. બાદમાં એચટીસી સહિતની કંપનીઓ પણ મેદાનમાં આવી.
- ૨૦૦૯માં નોકિયાએ પહેલી વખત ત્રિમાસીક ગાળામાં ખોટ નોંધાવી.
- ૨૦૧૦થી ૧૧ વચ્ચે કંપની મોબાઈલ હેન્ડસેટ માર્કેટમાં સતત પોતાનું સ્થાન ગુમાવતી રહી. સ્થિતિ સુધારવા નોકિયાએ ઓપરેટિંગ સિસ્ટમ માટે માઈક્રોસોફ્ટ સાથે જોડાણ કર્યું.
- ૨૦૧૨માં નોકિયાને પાછળ રાખી મોબાઈલ હેન્ડસેટ માર્કેટમાં સેમસંગ સૌથી મોટી કંપની બની.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved