Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

વનપ્લીઝ મિનિટ

 

રાષ્ટ્રીય
- સ્ત્રીઓ પણ ઠંડા કલેજે ખૂન કરાવી શકે છે. અને અહીં જેની વાત કરવી છે તે તો યુવતી છે. બેંગાલુરુની ૨૫ વર્ષીય યુવતીએ તેના પતિનું ખૂન કરાવવા ત્રણ લાખ રૃપિયાની 'સુપારી' આપી હતી ! કારણ ? યુવતી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પોતાનાથી ચાર વર્ષ નાના વિદ્યાર્થીના પ્રેમમાં છે. પણ 'કાનૂન કે હાથ લંબે હોતે હૈ'ની જેમ અત્યારે તો યુવતી, પ્રેમી અને કોન્ટ્રાક્ટ કિલર ત્રણેય સંસારના બદલે જેલમાં સેટ થયા છે!
- રાજકારણીઓની પાછળ હાથ ધોઈને પડેલા અરવિંદ કેજરીવાલ એફ.ડી.આઈ. સંબંધે ટૂંકમાં ઘડાકો કરવાના છે. તેમણે સંકેત આપ્યો છે કે દેશમાં આવનારા એફ.ડી.આઈ.નો મોટો હિસ્સો દેશના જ રાજનેતાઓ, વ્યવસાયીઓ અને અપરાધીઓના કાળા નાણાં છે. દેશમાં સીધા વિદેશી મૂડીરોકાણ સ્વરૃપે આવતો ૪૦ ટકા રૃપિયા મોરેશ્યસની એક જ બિલ્ડીંગમાંથી આવે છે ! મોરેશ્યસની મદદથી દેશના આ અમીચંદોના નાણાં સફેદ કરવામાં આવી રહ્યા છે. બહુ જલ્દી આ સંદર્ભે કેજરીવાલ માહિતી પ્રગટ કરવાના છે.
- જાટ અનામત સમિતીનું કહેવું છે કે જો ૧૫ ડિસેમ્બર સુધીમાં હરીયાણા સરકાર જાટને અનામત આપવાની જાહેરાત નહીં કરે તો ૧૬મી ડીસેમ્બરથી દિલ્હીના દૂધ પાણી બંધ કરી દેવાશે. ૧૬મી ડિસેમ્બરે જાટ પોતાના જથ્થાઓ (ટુકડીઓ) રવાના કરશે જે ૨૩મી ડિસેમ્બરે દિલ્હી અને હરીયાણાની બોર્ડર પર મોરચો સંભાળીને દૂધ-પાણીનો પુરવઠો અટકાવશે. જો તેનાથી સરકાર નહીં જાગે તો રેલ્વે રોકો આંદોલન જેવું કડક પગલું લેવાશે.
- ભારતમાં વસવાટ માટે બેંગાલુરૃ સૌથી શ્રેષ્ઠ શહેર છે. વિશ્વસ્તરની માનવ સંસાધન કન્સલ્ટન્સી 'મેરકર'ના મતે દિલ્હી, મુંબઈ અને કોલકાત્તા જેવા મેટ્રો શહેરોને બેંગાલુરૃએ પાછળ રાખી દીધા છે. મેરકરની ૨૦૧૨ની યાદીમાં બેંગાલુરૃને ૧૩૭મું જ્યારે દિલ્હીને ૧૪૩મું મુંબઈને ૧૪૬મું ચેન્નાઈને ૧૫૦મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં વિપેના પ્રથમ, જ્યુરીક બીજા અને ઓકલેન્ડ ત્રીજા સ્થાને રહ્યા હતા.
- મધ્ય પ્રદેશના બેતુલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની એક શાળામાં શિક્ષકે એક ચોથા ધોરણના વિદ્યાર્થીને બેરહમીથી મારતા તેનું મૃત્યુ નિપજ્યું છે. તેને હમીદીયા હોસ્પીટલમાં ઈજાના અનુસંધાને ખસેડાયો હતો. ત્યાં તેનું મૃત્યુ નિપજ્યું છે. અસલમ અન્સારી નામનો ૯ વર્ષીય વિદ્યાર્થી બેતુલના પથકેરા ગામનો રહીશ હતો. શાળામાં એક ટોપલી તોડી નાખવાના મુદ્દે શિક્ષકે તેને માર્યો હતો.

 


આંતરરાષ્ટ્રીય
- નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)નાવડા પુષ્પકમલ દહલ જેને લોકો પ્રચંડના નામે ઓળખે છે તે નેપાળના ગરમાયેલા રાજકારણમાં વ્યસ્ત છે. જ્યારે તેનો પુત્ર પ્રકાશ દહલ તેની પ્રેમિકાને બીજી પત્નિ સૃજના સાથે લાંબા સમયથી દિલ્હીમાં રહે છે. પ્રકાશના મતે તેઓ પારીવારીક કડવાશને કારણે દિલ્હીમાં વસે છે. તેમના પિતાને ક્ષોભજનક સ્થિતિમાં ન મુકાવું પડે તે માટે પ્રકાશ દહલ દિલ્હીમાં રહેતા હોવાનો ખુલાસો તેમણે કર્યો છે.
- ફ્રાંસના પુરુષો એક મહાસંકટનો સામનો કરી રહ્યા છે. એક નવા સર્વે અનુસાર ફ્રાંસના પુરુષોમાં શુક્રાણુઓનું પ્રમાણ સતત ઘટતું જાય છે. અભ્યાસ અનુસાર વર્ષ ૧૯૮૭થી ૨૦૦૫ના ગાળા દરમ્યાન શુક્રાણુંનું પ્રમાણ એક તૃત્તીયાંશ જેટલું ઘટી ગયું છે. બીજા શબ્દોમાં ૩૩ ટકા જેટલું ઘટયું છે. ૨૬,૬૦૦ પુરુષોના પરીક્ષણમાં માલુમ પડયું કે આ પુરુષોના વીર્યમાં ૩૨.૩ ટકા શુક્રાણુંની ઘટ જોવા મળી છે. ડોક્ટર ઓપલ લામોએના મતે આ ગંભીર ચેતવણી છે.
- દુનિયાની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ તરીકે નામના મેળવનાર અમેરિકન મહિલા બેસી કૂપરનું ૧૧૬ વર્ષની વયે અવસાન થયું છે. કૂપના પુત્ર સીડની કૂપરે માહિતી આપી હતી કે આટલાંટા નજીકના એક નર્સિંગ હોમમાં મંગળવારે બેસી કૂપરે અંતિમ શ્વાસ લીધા હતા. પેટની બીમારી અંગે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૦૧૧માં તેમનું નામ સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે ગીનિઝ બુકમાં સ્થાન પામ્યું હતું.
- શાળામાં વિદ્યાર્થી દફતર, પાટી દેશી હિસાબ લઈને ભણવા જાય એ તો સાહજિક છે. પણ ઓસ્ટ્રેલિયાના સીડની ખાતેની હંટર ક્રીચયન સ્કુલમાં ૧૧ વર્ષની એક વિદ્યાર્થીની હાથ બોંબ (હેન્ડ ગ્રેનેડ) લઈને ભણવા પહોચી જતાં તાત્કાલિક શાળા ખાલી કરાવવી પડી હતી. બીજા વિશ્વ વિગ્રહ અને વિયેટનામમાં વપરાયેલા તેવો 'પાઈનેપલ હેન્ડ ગ્રેનેડ' લઈને એક વિદ્યાર્થીની શાળાએ પહોંચી જતા પ્રિન્સિપાલ બોયડ એલને તાત્કાલિક બોંબ ડીસ્પોઝલ સ્કવોર્ડ બોલાવી હતી. સ્કવોર્ડ સંશોધન માટે બોંબ પોતાની સાથે લઈ ગઈ છે. જોકે આ બોંબ નિષ્ક્રીય હોવાની છોકરીની માન્યતા હતી. તેમ છતાં ૪૫૦ વિદ્યાર્થીઓ અને ૬૦ શિક્ષકોને શાળામાંથી દૂર ખસેડી દેવાયા હતા.
- વેબ સાઈટ પર પોતાના પરાક્રમો વર્ણવતા પરાક્રમીઓ માટે ચેતવણીરૃપ એક કિસ્સામાં 'યુ ટયુબ' પર પોતાના બેંક લૂંટવાના પરાક્રમનું વર્ણન કરનાર અમેરિકન મહિલાને પોલીસે તેની જ કેફીયતને આધારે ઝડપી લીધી છે. હન્ના સબાટા નામની મહિલાએ વાકો શહેરમાંથી એક કાર ચોરી. તે કારની મદદથી બેંક લૂંટી. આ ઘટના ૨૮મી નવેમ્બરે નેબ્રાસ્કા પરગણામાં બની હતી. મહિલાએ તેના પરાક્રમનો વીડિયો યુ-ટયુબ પર મુક્યો અને પોલીસે તેને ઝબ્બે કરી લીધી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved