Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

મેચ ફિક્સિંગને હંફાવતું રાજકીય ફિક્સિંગ

માયા-મુલાયમની ગેરહાજરીથી સરકાર બચીલોકસભામાં મતદાનમાં સપા-બસપાએ વોકઆઉટ કરતાં વિપક્ષના ૨૧૮ મતની સામે સરકાર તરફે ૨૫૩ મત પડયા

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫
મલ્ટિ-બ્રાંડ રિટેલમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ને મંજૂરી આપવાના સરકારના નિર્ણયના મુદે આજે લોકસભામાં થયેલી ચર્ચા બાદ મતદાન કરતાં વિપક્ષની દરખાસ્ત ૨૫૩ સામે ૨૧૮ મતોથી ઉડી ગઇ હતી અને તેની સાથે જ આ નિર્ણયને લોકસભામાં બહાલી મળી ગઇ હતી. આવતીકાલે રાજ્યસભામાં આ આ નિર્ણય અંગે ચર્ચા અને મતદાન થશે.
સપા- બસપાએ વોકઆઉટ કરીને સરકાર તો બચાવી લીધી પરંતુ રાજકીય પક્ષોનું ફિક્સિંગ ઉઘાડું પડી ગયું હતું. રાજ્યસભામાંં તેને બહાલી મળવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. સરકારને બહારથી સમર્થન આપનાર પક્ષો બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ મતદાનમાં ભાગ લીધો ન હતો. આજે સંસદના બન્ને ગૃહો ખોરવાયા હતા. જોકે મોડી સાંજે ચર્ચા અને મતદાનની કામગીરી પૂર્ણ થઇ હતી. બે દિવસની ઉગ્ર ચર્ચા બાદ સરકારે પાર કરેલી વૈતરણીને વડાપ્રધાન મનમોહન સિંહે આવકારી હતી. આજે લોકસભામાં થયેલાં મતદાનમાં માત્ર ૪૭૧ સભ્યોએ જ ભાગ લીધો હતો. જેમાંથી સરકારની તરફેણમાં ૨૫૩ તો વિપક્ષને માત્ર ૨૧૮ મતો મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમાં સભ્યોની કુલ સંખ્યા ૫૪૫ છે. સપા અને બસપાએ ભાગ ન લેતાં તેનો ફાયદો સરકારને મળ્યો હતો. લોકસભામાં અનુક્રમે ૨૨ અને ૨૧ સભ્યો ધરાવતાં આ બન્ને પક્ષોએ રિટેલમાં એફડીઆઇનો વિરોધ કરીને તેમની નારાજગી તો દર્શાવી હતી. પરંતુ સરકારની વિરૃધ્ધમાં મતદાન તેમણે કર્યા ન હતા. તેમનો આક્ષેપ હતો કે સરકાર ખેડૂતો અને નાના વિક્રેતાઓના હિતોને અવગણી રહી છે. મલ્ટિ-બ્રાંડ રિટેલમાં એફડીઆઇને મંજૂરી આપી રિઝર્વ બેંકનો કાયદો વિદેશી હુંડિયામણ સંચાલન કાયદા (ફેમા) હેઠળના નિયમોમાં સુધારો કરવાની દરખાસ્તનો પણ છેદ ઉડી ગયો હતો. આમાં સરકારની તરફેણમાં ૨૫૪ અને વિરૃધ્ધમાં ૨૨૪ મતો મળ્યા હતાજ્ લોકસભામાં વિજયને કારણે ઉત્સાહિત જણાતાં વડાપ્રધાને કહ્યું હતું કે 'આ ગૃહની મંજૂરી માટે અમે મુકેલી એફડીઆઇ નીતિને લોકસભાની મંજૂરી મળી ગઇ છે.' પોતે રાજ્યસભાના સાંસદ હોવા છતાં મનમોહન સિંહ આજે લોકસભામાં હાજર રહ્યા હતા.
ખેડૂતો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરાઇ છેઃ સપા, બસપા
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫
મલ્ટિ-બ્રાંડમાં એફડીઆઇ અંગે નિર્ણય લેતા પહેલા સરકારે ખેડૂતો અને નાના વેપારીઓના હિતોની અવગણના કરી છે તેવો આક્ષેપ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહે કર્યો હતો. એ પછી તેમના પક્ષના સાંસદો દરખાસ્ત પર મતદાન પહેલાં વૉકઆઉટ કરી ગયા હતા.
તેમણે મતદાનમાં સરકારની વિરૃધ્ધમાં જવાની નીતિ કેમ ન અપનાવી તેવા સવાલના જવાબમાં મુલાયમે કહ્યું હતું કે આ પક્ષનો નિર્ણય હતો. જે પક્ષ નક્કી કરે છે તે જ અનુસરવામાં આવે છે.
સરકાર લઘુમતીમાં
છેઃ મમતા
(પી.ટી.આઇ) કોલકાતા, તા. ૫
માત્ર ૩૫ મતોના પાતળા ંઅંતરથી લોકસભામાં યુપીએ સરકારને મળેલી જીત વિશે એકસમયે સરકારમાં રહેલાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને હજી પણ સરકાર લઘુમતિમાં દેખાય છે. તેમણે ફેસબુકમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે 'સરકાર હજુ પણ લઘુમતિમાં છે. આજના મેન્ડેટથી એ સાબિત થઇ ગયું કે સરકાર લઘુમતિમાં છે. ગૃહની કુલ તાકાતને આધારે તેને ૨૭૧ મતો મળવા જોઇએ, જેની સામે તેને માત્ર ૨૫૩ મતો જ મળ્યા છે. સ્વાર્થી લોકોએ મતો મેળવવા તમામ પ્રયાસ કર્યો હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે.'

મતદાન કઈ રીતે થયું ?
દરેક સાંસદને ફાળવાયેલી સીટ પર ચાર બટન હતા જેમાં વિરુદ્ધમાં, તરફેણમાં, મતદાનથી અળગા અને હાજરના બટનો સામેલ હતા. ગૃહમાં બેલ વાગતાની સાથે જ સાંસદોએ તેમની પસંદગી મુજબના બટન દબાવીને પોતાનો મત આપ્યો હતો.
દરેક સાંસદોએ આ બટન ૧૦ સેકન્ડ સુધી દબાવી રાખવાનું હતું જેથી બટન દબાવવામાં ભૂલ થઈ હોય તો સાંસદ તેને સુધારી શકે. જો કે આ પ્રક્રિયા બીજી વખત બેલ વાગે તે પહેલા પૂરી કરવાની હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved