Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર

વિશ્વમાં રબર ઉત્પન્ન કરતા મોટાભાગના દેશમાં ભરપૂર સ્ટોકસ

કુદરતી રબરના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે. આરએસએસ-૪ ગ્રેડના રબરના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો ૧૬૫ બોલાય છે ત્યારે ઘરઆંગણેની બજારમાં તે રૃપિયા ૧૬૩ આસપાસ ચાલી રહ્યા છે. છેલ્લા આઠ મહિનામાં પ્રથમ જ વખત એવું બન્યું છે જેમાં ઘરઆંગણેની બજારમાં રબરના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતા નીચે ગયા છે. અગાઉ ઘરઆંગણેના રબરના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતા રૃપિયા ૧૦થી ૧૨ ઊંચા બોલાતા હતા જેને કારણે કુદરતી રબરની આયાતમાં વધારો થઈ ગયો હતો.
એક મહિના પૂર્વે જ સ્થાનિક બજારમાં રબરના ભાવ પ્રતિ કિલો રૃપિયા ૧૭૬ આસપાસ બોલાતા હતા. છેલ્લા છ મહિનામાં આયાતમાં વધારો થયો હોવાથી ઘરઆંગણે માલભરાવો થવા લાગ્યો હતો. એપ્રિલથી ઓકટોબરના સમયગાળામાં ખાસ કરીને ટાયર ઉત્પાદકોએ ૧,૩૦,૯૬૬ ટન રબરની આયાત કરી હતી. જે ગયા વર્ષના આ સમયગાળામાં ૯૯૭૬૦ ટન રહી હતી.
એસએમઆર-૨૦ જાતિના રબર જે આરએસએસ-૪ ગ્રેડને સમકક્ષ છે, તેના ભાવ બેંગકોક અને કુઆલાલમ્પુરમાં નીચા હોવાથી આગામી મહિનાઓમાં આયાતમા ંવધારો થવાની અપેક્ષા રખાઈ રહી છે. કુઆલાલમ્પુર બજારમાં એસએમઆર-૨૦ના ભાવ રૃપિયા ૧૫૪ આસપાસ બોલાઈ રહ્યા છે જ્યારે ભારતમાં આરએસએસ-૪ ગ્રેડના રબરના ભાવ રૃપિયા ૧૬૩ આસપાસ કવોટ થઈ રહ્યા છે. આને કારણે જ તાજેતરના સમયમાં આયાત વધી છે એમ રબર ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
આર્થિક મંદીને કારણે રબરની વૈશ્વિક માગ ઘટી રહી છે. કુદરતી રબરના વિશ્વના સૌથી મોટા વપરાશકાર ચીન ખાતેથી રબરની આયાતમાં ૧૫થી ૨૦ ટકા જેટલો ઘટાડો થવાની સુત્રોએ ધારણાં રાખી રહ્યા છે. મંદીને કારણે ચાલુ નાણાંકીય વર્ષના બાકીના સમયગાળામાં વિશ્વમાં રબરનો વધુ પૂરવઠો જોવા મળશે પરિણામે ભાવ દબાયેલા રહેશે એમ રબરના એક આયાતકારે જણાવ્યું હતું.
વિશ્વમાં રબર ઉત્પન્ન કરતા મોટાભાગના દેશમાં ભરપૂર સ્ટોકસ પડયો છે. રબર બોર્ડના આંકડા જોઈએ તો ભારત પાસે હાલમાં ૨૪૫૦૦૦ ટન રબર પડયું છે. વૃક્ષમાંથી રબર કાઢવાની મોસમ શરૃ થઈ ગઈ હોવાથી રબરના પૂરવઠામાં વધારો થયો છે. નવેમ્બરથી જાન્યુઆરી ૨૦૧૩ના સમયગાળામાં મહિને સરેરાશ ૧,૦૦,૦૦૦ ટન રબર ઉત્પન્ન થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. શિયાળાની મોસમમાં રબરનું ઉત્પાદન ઊંચુ રહેતું હોય છે.
આગામી ઊનાળાની મોસમ શરૃ થવા સાથે બજારની સ્થિતિમાં બદલાવ આવી શકે છે. ઊનાળામાં ઉત્પાદનમાં સામાન્ય રીતે ઘટાડો થતો હોય છે એમ રબરના એક ટ્રેડરે જણાવ્યું હતું.

રબરના ભાવ તૂટતા ટાયર શેરોમાં ઊછાળા
અમદાવાદ, બુધવાર
ઘરઆંગણે રબરના ભાવમાં કડાકો બોલી ગયાના અહેવાલો પાછળ આજે ટાયર ઉત્પાદક કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળા નોંધાયા હતા.
ઉપરોક્ત અહેવાલો ઉપરાંત ક્રુડ ઓઈલની નરમાઈ તેમજ આગામી સમયમાં માંગમાં ઘટાડો થવાની ગણતરી પાછળ નવી ઝડપી લેવાલી પાછળ આજે ટાયર ઉત્પાદક કંપનીઓના શેરમાં ઝડપથી સુધારો થયો હતો. જેમાં જોકે ટાયરના શેરમાં ૫ ટકા, એમઆરએફમાં સીયાટમાં ૩ ટકા, એપોલો ટાયર્સમાં ૨ ટકા અને ફાલ્કન ટાયર્સના શેરમાં ૧ ટકાનો સુધારો નોંધાયો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved